Thursday, 14 April 2022

સુધારવોજ હોય તો

 બે મતલબ કી બાતે 


છરી નો ઘા કરી હુહ હુહ એમ છણકો કરતી 

ઘરની બહાર નીકળી ગયેલી ઘોઘી થોડીજ વારમાં 

હળી કાઢતી પાછી આવી ... 

ઘોઘી સીધીજ ઘોઘા સામે આવી ને ઉભી

ખનન કરતી પટમાં પડેલી છરી પટમાંથી ઉપાડી 

હાથમાં રમાડતો રમાડતો ઘોઘો હજુ તો 

આરામથી સોફા પર બેસવા જતો હતો 

ત્યાં ઘોઘી ધસમસતી સામે આવી એકલે,   

છરી સમેત ડરનો માર્યો ઘોઘો જડપથી 

સોફા પર પગ સંકોરી બેસી ગયો ...

ઘોઘા ને બીક કે હવે સાથળ શીકાર થશે ... 

ઘોઘી ચીટીયો ભરશે .. 

પણ એવું કશુજ ઘોઘીએ કર્યું નહીં ...  

બસ ખાલી એટલુજ કહ્યું છરી ક્યાં ...?

ઘોઘી બીજું કશુજ બોલે એ પહેલાજ ઘોઘાએ

ઘોઘી સામે છરી ધરી દીધી ... 

ડરીને સોફા પર ટૂંટિયું વળેલાઘોઘાને જોઈ 

ઘોઘીને જોરદાર હસવું આવ્યું ...

બીકણ ... 

જતા જતા ઘોઘીએ હસતા હસતા એક નજર

ઘોઘા તરફ કરી કહ્યું 

બીકણ હું તો ખાલી છરી લેવા આવી હતી ...

ઘોઘો ઘોઘાની જેમ જતી ઘોઘીને જોતો રહ્યો ... 

દરવાજજે પહોચેલી ઘોઘી હાથમાં છરી સમેત પાછી આવી ... 

ઘોઘીનું જતા જતા ફરો છરી સમેત 

પાછુ આવવાનું કારણ શું હશે ખબર નૈ...


"बे,मतलब की बाते"


ઘોઘાને એમ કૈ ગૈ તે ગૈ હવે ઘોઘી પાછી આવશે નૈ... 


પણ એતો આવી... 


બે, અર્થમા


ગમે.! ત્યાંથી શરૂ થાય..!

ગમે..! ત્યાંથી પુરી... 


ગમે.! ત્યારે શરૂ થાય...! 

ગમે.! ત્યારે પુરી..! 


અને, મને, ના ગમે તો.!?


હાં તો શુઉઉઉઉ... ? 


જટ ફાટને મોમાથી... 


ઘોઘી સખત ચીડાઈ ગૈ.. 

અકલે ચીલ્લાયને બોલી. 


કાંય નૈ... 


ઘોઘા નો મુડ બગડી ગ્યો અકલે, 


સાવ ટૂંકો જવાબ આપીને ચૂપ્પ થૈ ગ્યો...


કેમ.!? કૈ ને..? ધોધીએ પુછ્યુ. 


બસ. ફરી ટુંકો જવાબ અને, ઘોઘો ચૂપ્પ..! 


ઘોઘી:-તે હમણા સુધી તો લાંબી લચક લવારી કરતો'તો... 


ઘોઘો:- તો..? 


ઘોઘી:- તો શુ, હવે જે વાત કરતો હતો એ પુરી કર..! 


ઘોઘો:- વાત કે લવારી... 


મુંજાય ગૈ ઘોઘી બીચારી....


ઘોઘાથી છુટવુ પણ છે 


પણ છુટી નથી શકાતુ.. 


હાય રે... આ કેવી લાચારી. 


આવુ ઘોઘી મનમાં બબડી અને પછી..? 


ઘોઘી તો છમ છમ કરતી.... 


ઘરની બાર નીકળી ગૈ... 


હુહ..! આજે તો સુધારી જ નાખવો છે આખે આખો... 


ગુસ્સાયેલી ઘોઘી આવુ મનમા બબડતી ભાગી.. 


અકલે ઘોઘો સમજ્યો હવે નૈ આવે... 


અકલે સોફા પર લાંબો થઈને, 


સૂતો, ન સૂતો ત્યા તો... 


ઘોઘી છરી લૈને આવી.. 


અને છરી ઘોઘાના નાક્ક સામે ધરીને બોલી.. 


બોલ ઘોઘા ક્યાંથી શરૂઆત કરૂ.... 


હાં હાં એક તમે જ નહી, 


દૂનીયા આખી ઘોઘીના પક્ષમાં...! 


અને,  ઘોઘો એક, - લો.... 


ખબર છે.! 


પણ તમને નથ ખબર


કે, 


સાવ ભલા ભોળા ધોધા પર શુ શુ વીતી છે..! 


એક ઘટના કૌ અકલે તમને સમજાય જશે... 


પછીય તમે તો ઘોઘીની પડખેજ ઊભા રે'શો ... 


ખબર છે...


ઘોઘાને બોલતા નોતુ આવડતુ.... 


ઈજ એનો વાંધો.. 


જો કે ઘોઘીને..! કાયમ એવુ લાગતુ... 


જેવુ હતુ નૈ.. એમા ઘોઘાનો શુ વાંક..! 


હોય તોય ઘોઘાને કેમ ખબર પડે.! 


બસ બીજી કોઈ ખામી નૈ ઘોઘામા... 


એ સીધુ બોલે તોય ઘોઘીને અવળુ લાગે... 


અને કાયમ ફરીયાદ કરે... 


ઘોઘાઆઆઆ... 


કો'ક દિ તો સીધુ બોલ..! 


તારી અડધો અડધ વાત..! 


મારે ઉપરથી જાય છે..! 


અકલે ઘોઘાએ ટુંકમાં જો કે વ્યંગમા કહ્યુ. 


હેં.!


અકલે પાછી ઘોઘી વીફરી... 


શુ હે હે કરે છે.! અક્કલ વગરના... 


તને કેટલી વાર સમજાવુ, સુધારૂ... 


અકલે ઘોઘાએ કૈ અલગજ સ્વર અને, 


શબ્દોમા કહ્યુ. 


એમ શ્શાક્ક બક્કાલ્લાની જેમ સુધાર્યે..


કોઈ નૈ  સુધરતા હોય અક્કલ વગરની..! 


અકલે પછી ઘોઘી ભાગી ગૈ... 


ઘોઘાએ રાડ પાડી.. 


ઓયે... પાણી તો પાતી જા... 


સાંભળે એ બીજા..! 


ઘોઘી તો છમ છમ કરતી 


ઘરની બાર નીકળી ગૈ... 


અકલે ઘોઘો સમજ્યો હવે નૈ આવે... 


અકલે સોફા પર લાંબો થઈને, 


સૂતો, ન સૂતો ત્યા તો... 


ઘોઘી છરી લૈને આવી.. 


અને છરી ઘોઘાના નાક્ક સામે ધરીને બોલી.. 


બોલ ઘોઘા ક્યાંથી શરૂઆત કરૂ.... 


હુ નૈ કૌ... ઘોઘાએ મો ફેરવી ને કહ્યુ. 


લ્યો હૌ... હવે સામેય નૈ જુવે કે...! 


આમ મારી સામે જો તો ખરો....


ગુસ્યેલા સ્વરે લહેકાથી ઘોઘીએ ઘોઘાને કહ્યુ . 


સટાક્ક કરતો ઘોઘો સોફા પરથી ઊભો થૈ ગ્યો, 


અને જૈને અરીસા સામે ઊભો રૈ ગ્યો. 


લે પણ સાવ ગાંડા જેવો છેને આ 


આકલુ મનમા બબડી પછી, 


મોનો ઉપયોગ કરતા ઘોઘીએ ઘોઘાને વઢીને કહ્યુ. 


અક્કલ વગરના ત્યા અરીસા સામે જઈને શુ ઊભો રૈ ગ્યો 


અરીસામાં શુ દાટ્યુ છે તારૂ....? 


ડાચુ તારૂ...


અરીસા સામે જોતા ઘોઘાએ ફરી ટુંકમાં જવાબ આપ્યો... 


અરે પણ ગાંડા મે તને મારી સામે જોવાનુ કહ્યુ. 


જોઊ છુ..! ફરી ટુંકો જવાબ..... 


ઘોઘી જોરદારની ગુસ્સે થૈને બોલી....


શુ મારૂ ડાચુ...! 


હાં...! 


ઘોઘાઆઆઆઆ....એમ ચીલ્લાતી ઘોઘી ઘોઘા પાસે ગૈ... 


જૈ ને પાછળથી પહેલા કાઠલો અને પછી ખભેથી જાલી


જોસથી જુસ્સાથી ઘોઘાને પોતાની તરફ સીધો કર્યો.... 


તોય ઘોઘાએ ટુંકમાજ કહ્યુ. 


કાં 


કા શુ કા મે તને મારી સામે જોવા કહ્યુ હતુ અને તુ..... 


લે પણ હુ તો એજ કરતો હતો. 


શુ એજ કરતો હતો 


અરે પણ એતો પછી તને પણ ખબર પડી ગૈ 'તી


શુ ખબર પડી ગૈ' તી..? ઘોઘીએ ગુસ્સે થૈ પૂછ્યુ 


ઘોઘો કહે. જ્યારે તે મને કહ્યુ કે 


ત્યારે મે તને કહ્યુ તે., 


હજુ ઘોઘો કહી રહ્યો હતો પણ અધીરી ઘોઘી ઉતાવડી થૈ. 


શુ જ્યારે તે મને કહ્યુ કે 


ત્યારે મે તને કહ્યુ તે લૌચા મારે છે.! 


કાંઈ સમજાય એમ તો બોલ..! 


બોલતા આવડે નૈ તોય કરે છે બોલ બોલ 


બોલતા આવડે નૈ તો, ના બોલ..! 


રાડો પાડમા શ્શાંત્તી રાખ્ખ..! હવે ઘોઘો ખીજાય ગ્યો. 


બોલવા દેતી નથી ને બોલ બોલ કરે છે...!


હાં બોલ ચાલ હુ સાંભળુ છુ... 


હાં તો સાંભળ. 


જ્યારે તે મને કહ્યુ કે, 


ત્યારે મે તને કહ્યુ કે, 


ઘોઘી માથે હાથ દૈ બેસી ગૈ... 


ફ્લેશ બેક 


અરે પણ ગાંડા મે તને મારી સામે જોવાનુ કહ્યુ. 


જોઊ છુ..! ફરી ટુંકો જવાબ..... 


ઘોઘી જોરદારની ગુસ્સે થૈને બોલી....


શુ મારૂ ડાચુ...! 


હાં...! 


ફ્લેશ બેક પૂરો. 


અને ખનનનન...


ઘોઘીએ છરી પટમાં પછાડી, 


અને પાંચેય આંગળીને ભેગી કરી કપાળ પર ઠપકારી 


પછી જટક્કાથી હાથ જાટકી....


નૈ સુધરે ક્યારેય નૈ સુધરે આ ઘોઘો...... 


એમ બબડતા ચાલતી પકડી.... 


ઘોઘી દરવાજો ઓળંગે એ પહેલા ઘોઘાએ દોડીને, 


છોડીને પાછળથી પકડી (છોડીને અકલે ઘોઘીને એમ) 


શુ છે 


પાછુ ફરી ગુસ્સે થૈ ઘોઘીએ ઘોઘાને ટુંકમાં પુછ્યુ..... 


હુ પણ એજ કૌછુ /પુછુ છુ, શુ છે, આ બધુ..?


કૈ નૈ. હવે એમ કહી ઘોઘી ચૂપ્પ..! 


કેમ.! ગુસ્સો કેમ આવે છે..? 


તો શુ કરૂ 


તુ એમ કર


કેમ કરૂ 


મારી જેમ કર 


પણ શું..... 


અર્રે યાર્ર એમ ...


એમ અકલે પ્રેમ એમ 


ઘોઘાના "એમ" નો અર્થ થતો 


પણ ખબર નૈ કેમ ઘોઘાને સીધે સીધુ "પ્રેમ" એમ 


બોલવામા શુ વાંધો આવતો હશે...!


રિસાયેલી ખીજાયેલી ઘોઘી ઘોઘાને, 


ઘોઘાની જેમજ ટુંકા જવાબ આપે છે. 


ત્યારે એવુ લાગે છે જાણે 


ઘોઘી પૂરે પૂરી... 


ઘોઘાની અસરમા આવી ગૈ હોય એમ 


અકલે કે ઘોઘી ઘોઘાની જેમ 


ટુંકમાં જવાબ આપવા લાગી...


ચૂપ ઘોઘીને ઘોઘાએ પૂછ્યુ 


કૈ નૈ કેમ..? 


ઘોઘા તુ બરાબરજ છે એમનેમ 


એમનેમ એટલે કેમ...? 


મારી ભૂલ થૈ ગૈ બાપ.! મને માફ કર...


મારો પીછો છોડ., હુ જાઊ છુ....


લે આલે, આલે લે આ, જો....


(આવુ ઘોઘો મનમા હસતા મનોમન બોલ્યો, 

ઘોઘીએ પીછો છોડવાનુ કહ્યુ એ વાત પર) 


હુ જાઊ છુ એમ કહી પગ પાછાડતી 


હુહ હુહ એમ છણકો કરતી ઘોઘી 


ઘરની બહાર નીકળી ગૈ...


અને, ગુસ્સે થૈ ઘોઘીએ પછાડેલી તે, 


અને, ખનનનન કરતી પટમા પડેલી તે, 


છરી પટમાંથી ઉપાડી ઘોઘાએ 


રાડ પાડી ઓય ઘોઘી...


આ તારી છરી તો લેતી જા..... 


ઘોઘી જરા થંભી, જરી પાછુ ફરી, ઘોઘા સામે જોયુ,


પણ પાછી ન ફરી, છરી લેવા. 


અકલે ધબ્બ દૈને સોફા પર બેસતા ઘોઘો, 


હસતા હસતા બબડ્યો 


ગાંડી શ્શાક્ક સુધારવાની છરી થી...☺☺😇

https://www.facebook.com/100002991311961/posts/1077234262386274/


https://m.facebook.com/story.php?story_fbid=2686593888116962&id=100002991311961




No comments:

Post a Comment