Thursday, 14 April 2022

લે સાંભળ મનમીત


 લે.! સાંભળ મનમીત. 

છે.! જીવવા જેવું ગીત.


હું હારું તારા પ્રેમમાં.! 

જો તું પ્રેમ મારો જીત.!


પરમ ચરમ અખંડ"અનંત" 

પ્રેમ સાથે છે મારે પ્રીત .!

"અનંત"


વર્ષો પહેલા ... 

ભાઇબંધે લખેલી ....

ચીલા ચાલુ કવિતા ... 

સાંભળ સવિતા ... 


ઘોઘાની બાજુમાં બેઠેલી ઘોઘીને ઘોઘાએ 

સવિતા કહ્યું એકલે મને એમ કે ઘોઘી ગુસ્સે થશે ... 

પણ ના થઇ ખબર નૈ કેમ ..!

કદાચ એ ગીત સાંભળવામાં

લીન તલ્લીન થઇ ગઈ હશે ... 

ખૈર... 

જે હશે તે આવતી વખતે ખબર પડી જશે ..... 


"ક્રમશ :-


રેડીયો ચાલુ છે એક પછી એક

મધુર ગીત આવે છે અર્થાત્ વાગે છે...


ઘોઘો સોફાના ટેકે માથુ અઢેલી આંખ બંધ કરી આરાઆઆઆમથી...

ગીત ના મધુર સંગીતને હ્રદય મા જીલે છે.!

સંગીત સાથે ઘોઘો આખે આખો

ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણઝણે છે.!


અને ગીતનો એક એક શબ્દ ઘોઘો જીવે છે.!


ઘોઘી ચાય લૈને આવે છે..!

ટીપોય પર ચાય મુકી હું જાઉ છું

એટલુ બોલી ચાલતી થાય છે..!


ત્યાંજ આવડુ આ ગીત


"આઆઆઆજા રે મેરે પ્યાર કે રાહી..."


વાગે છે..!


અને ઘોઘો ઘોઘીને બરકે છે.!


અર્થાત્ જતી ઘોઘીને બોલાવે છે એમ.! 


ઘોઘી... ઓ ઘોઘી....


જતા પહેલાં જરા આ ગીત જીવતી જા..! 


આ ગીત પણ ઓલા ગીત જેવુજ રંગીન અને આંખ બંધ કરીને જીવવા જેવુ છે..!


ઘોઘાને ચાય આપી હું જાઉ છું એમ કહી ઊભી થૈ દરવાજા સુધી પહોંચી ગયેલી ઘોઘીને ઘોઘાએ રેડીયો પર ગીત આવ્યુ એ

જીવી જવા કહ્યું.


દરવાજે પહોંચેલી ઘોઘીએ પાછું ફરીને ઘોઘા સામે જોઈ કહ્યું.


ઘોઘા તું બોલવામાં કાયમ લૌચા મારે છે.!


ગીત જોવાની બદલે જીવવાની વાત કરે છે.!


ઘોઘો ગુસ્સે ભરાયો... 

અને ઘોઘી પર ચીલ્લાયો.... 


અક્કલ વગરની....


આ રેડીયો છે અને રેડીયો પર

ગીત દેખાય નહીં..!


હાં તો ગીત સાંભળવા જેવું હોય તો સાંભળ એમ કહેવાય ને ઘોઘાઆઆઆ.... 


સુંદર ગીતો ને આંખ બંધ કરીને સાંભળના હોય....


અને તું છે કે એમાય લૌચા મારે છે..? 


ઘોઘાએ કહ્યું.


ભલે ઘોઘી...


કાયમ મારાથી લૌચા મરાય જાય છે..!

પણ આજે મે લૌચા નથી માર્યા..! 


તને સમજાયું નહીં અને કાયમ લાગે છે,

એવુ લાગ્યુ એ વાત નોખી છે..!


આ તો મને એમ થયુ કે આપણે બંને

સાથે સાથે પાસે પાસે બેસીને સુંદર

ગીત સંગીત જીવીએ..! 


પણ ખૈર......


તું એકલી એકલી એમ ગીત સાંભળ.... 

હું એકલો એકલો આમજ ગીત જીવીશ....


એમ્મા શું....!


ઘોઘી કદાચ સમજી ગૈ...


અકલે  દરવાજેથી પાછી વળી

ચુપચાપ ઘોઘાની લગોલગ બેસી ગૈ...


અને આ ગીતના શબ્દો અને સંગીતને

હ્રદયમાં ઝીલવા જીવવા લાગી... 😉

https://m.facebook.com/story.php?story_fbid=2686554784787539&id=100002991311961

https://www.facebook.com/100002991311961/posts/2129312290511794/

No comments:

Post a Comment