Friday, 29 July 2022

પ્રલય

 *બ્લાસ્ટ*


પ્રકૃતિની લાતે, આડા કે સીધા હાથે સતત પછડાટ ખાવા છતાં ! 


પ્રકૃતિને પડકારતો માનવ ... 


પ્રકૃતિના રહસ્ય ઉકેલવા મથતો માનવ ..... 


અંતે એક દિવસ મૂળ રહસ્ય ઉકેલ્યા વિનાજ 


હારી થાકીને ઉકલી જાય છે... 


અને પ્રકૃતિની ગોદમાજ દફન યા ભસમ થઈ જાય છે...  


વર્ષો પહેલા અમારી ત્રણેયની રાત્રિ મહેફિલ દરમ્યાન  


આ વાત અજ્ઞાની એ કહેલી .... 


અને ત્યાર બાદ એણે એક રચનાનું પણ ! સર્જન કરેલું.....


જેમાં કુદરતના સર્જન વિષર્જન અને કોપ પ્રકોપનું પણ 


રૌદ્ર વર્ણન કરેલું.... 


પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે.... 

આમ તો એ માણસની સાવ નજીક હોય છે.... 


છતાં "અજ્ઞાની" કરોડો વાર પ્રકૃતિના કોરડા 

વીંજાય છે છતાં ક્યાં કોઈને એની બીક હોય છે...? 


પ્રકૃતિની, પ્રકૃતિ બડી અજીબ હોય છે.... 


પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ .... 


અનરાધાર વરસાદ,વાવઝોડા,હોનારત,ભૂકંપ સુનામી,ત્સુનામી... 


આવા પ્રકૃતિના અનેકાનેક રૌદ્ર સ્વરૂપ 


સૌએ પોતાના જીવન દરમ્યાન ક્યારેક ને ક્યારેક તો,


 જોયા/ અનુભવ્યા જ હોય છે ... 


પ્રકૃતિનું આવુજ કોઈ રૌદ્ર સ્વરૂપ જોયા પછી 


અજ્ઞાનીએ આ રચનાનું સર્જન કર્યું હતું ..    


આ તો કુદરત છે ભાઈ.... 


ભીની ભીની વિશાળ જમીનને વાઝણી રાખે.... 

ને ઊંચી ઊંચી દીવાલ ફાડી કૂંપણ ત્યાં ઉગાડી નાખે.... 


ભઈ આ તો કુદરત છે...  


ધારે ત્યારે ધારે ત્યાં તોતિંગ વૃક્ષ ઉગાડી નાખે .... 

ધારે ત્યારે ધારે ત્યાથી મૂળ સોતા વૃક્ષ ઉખાડી નાખે.... 


ભઈ આ તો કુદરત છે... 


એક જગ્યાએ બરફ વર્ષાવે તો બીજી જગ્યાએ સુરજ તપાવે.... 

સૂકું જંગલ સુસવાટા મારે ને લીલા જંગલમાય આગ લગાડે... 


ભઈ આ તો કુદરત છે..... 


તું વર્ષોના અંતે મોટા મોટા મકાનો ખડકી શકે.... 

પણ એ ધારે તો ક્ષણમાં ભાંગીને ભૂક્કા કાઢી નાખે.... 


( તોય તું પાછી હવા રાખે...!!! ) :) ઘરનો હલાળો :)

 

ભઈ આ તો કુદરત છે..... 


પામર માણસની શું વિસાત...! 


કુદરત જ્યારે ધારે ત્યારે કુદરત જ્યાં સુધી ધારે ત્યાં સુધી... 

સુરજ જેવા સૂરજને પણ વાદળની ચાદર પાછળ સંતાડી રાખે .... 


ભઈ આ તો , કુદરત છે..... 


એ ઝરણા બને ,એ ધોધ બને ...

એજ  શાંત શીતળ કલકલ વહેતી નદી બને.... 


એ ઊંચા ઊંચા મોઝા ઉછાળે .... 

ને ગામો ના ગામ ડૂબાડે .... 


આગ ઝરતાં સૂરજને પણ એ નિત શાંત પાડે.... 

'ને શાંજ પડ્યે દરિયા પાર ક્ષિતિજમાં  ડૂબાડી નાખે..... 


આગળ એને પ્રકૃતિના રહસ્યને જાણવા/ પામવા મથતા માનવી ને સંબોધીને ચેતવણી સ્વરૂપે કહ્યું હતું/  લખ્યું હતું ,કે,,,, 


હે પામર માનવ આ બ્રહાંડની ઉત્પતિના રહસ્યને શોધવા કરતાં 


તારી ઉત્પતિનું  રહસ્ય શું છે...? 


તું શા માટે ચો પગા પ્રાણી સ્વરૂપે ના જન્મ્યો...? 


શા માટે  તું માનવ  થઈને અવતર્યો...? 


તું ક્યાથી આવ્યો....? 


તારે ક્યા જવાનું છે..? 


આવીને શું કરવાનું હતું...? 


શા માટે જવાનું છે...? 


આ બધુ તું ઉકેલ...!  


આટલું ઉકેલતા ઉકેલતા પણ તું થાકી જવાનો ઉકલી જવાનો છે...    

.................................... 


કુદરતના રહસ્યોને  શોધવા તું અંત સુધી મથતો રહેશે.... 

નિત નવી શોધ કરી અઢળક પુસ્તક પછી લખતો રહેશે... 


કિન્તુ..! 


આખરે તારી શોધ જ્યારે જ્યાં પૂર્ણ થશે ... 


ત્યારે ત્યાં કુદરત નવુજ કઈક રહસ્ય સર્જશે.... 


કુદરતના રહસ્યને પામ્યાનો તને ભ્રમ થશે....


પણ સમજીલે "અજ્ઞાની" એ કેવળ ભ્રમ જ હશે... 


અને જેવો/જેટલો તું કુદરતની સાવ નિકટ પહોંચવા જશે...... 


"અનંત.... યુગો "અજ્ઞાની" તું પાછળ ઠેલાઈ જશે...  


કારણ કે.... 


"અજ્ઞાની" એજ સમયે પ્રલય થશે .... 


એજ સમયે પ્રલય થશે ....


એજ સમયે પ્રલય થશે ........... 


"અજ્ઞાની" 


બસ.... 


તે બીજું શું હોય અમારે .... 


પછી તો અમે ચાય પીને છૂટા પડી જતાં.....

Monday, 25 July 2022

સમજે એને કે'વુ શું...!

"અનંત" સમજે એને કે'વુ શું..! 

અને સમજે જ નૈ એને કે'વુ શું..?

                                    "અનંત"

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,

કોઈને કૈ કૈ ને કોઈ માં 

કંઈ પરીવર્તન ન થાય તો મૌન થૈ જા..!

"અજ્ઞાની" 


Monday, 11 July 2022

जो नहीं था वो अजीब था

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતને 

અલૌકિક અહેસાસ થતા 

અનંતે ચાયની ચુસ્કી ભરતા ભરતા 

અમને કહ્યું હતું ને પછી લખ્યું હતું કે, 

जो नहीं था 

वो अजीब था 

 कुछ न था 

कुछ भी न था 

कुछ था ही नहीं 

लेकिन 

कुछ था कुछ तो था

जो लगा 

बडा अजीब सा 

उसने कहा 

उसने कुछ कहा 

जो मैंने सुना 

अब मै ना ईन्कार 

कर शकता हुं 

ना मना 

गर अनंत कुछ भी नहीं था 

तो क्या था.? 

जो नहीं था 

वो बड़ा अजीब था। 

"अनंत" 


Saturday, 9 July 2022

અંધારૂ અજવાળુ

સુરજ ની આડ માં "અનંત"અંધારૂ લટકે 

અને અંધારા ની આડ માં અજવાળું ભટકે

કેમેય કરીને બેઉ ભેગા  થાય ના

"અનંત"

*બ્લાસ્ટ* 

"અનંત" કોઈને કહેશો નહીં..!

એમ કહી

એક વ્યક્તિએ

બીજી વ્યક્તિને 

કાનમાં કહેલી વાત પછી,

આખા ગામમાં ફેલાય જાય છે.!

"અનંત"

વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે કહેલી વાત

જેમ, પરંતુ 

આદિ અનાદિ અનંત કાળથી...

આજ સુધી પ્રસ્તુત છે.!

એજ રીતે આ ગીત પણ...

પ્રસ્તુત છે.!

ભુતકાળમાં અને વર્તમાનમાં...

હતુ તે તેવુજ છે

કે પછી એનાથી પણ

બહેતર યા બદતર 

ભવિષ્ય...

હંમેશા ભુતકાળ અને વર્તમાન પર નીર્ભર હોય છે.!

આવું કાં'ક પણ વર્ષો પહેલાં ભાઇબંધેજ કહે લૂ..!

મોડુ વહેલુ થાય કે વહેલુ મોડુ થાય...

થવાનુ તો છેજ.! ન થવાનુ

ન થવાનુ ત્યારેજ થાય છે.! 

જ્યારે એ થવાનુ હોય છે.!

"અનંત" પછી ઊંઘી જતો

એકલે ઊંઘી ગયો..

ખબર નહીં અહીં થી ક્યા જવાનુ

 https://pkatira.blogspot.com/2022/07/blog-post_9.html

વર્ષો પહેલાં વીચીત્ર આચાર વીચાર ધરાવતું પ્રાણી 

એટલે કે અનંત રસ્તો ભૂલી ગયા પછી, 

ક્યાં જવુ ક્યાં નહીં.? 

કૈ બાજુ જવુ કૈ બાજુ નહીં.? 

એવી પ્રાણી સહજ મુંઝવણ અનુભવી રહેલા 

ગભરૂ પ્રાણી ની માફક 

મધરાતે બબડાટ કરતો હતો.,

"અનંત" ખબર નહીં અહીં થી ક્યારે ક્યાં જવાનું છે.! 

ક્યાંક થી આવ્યા છીએ તો, ક્યાંક તો જવાતું હશે..!

નૈ તો હું તો ઓલીપા નો છું, 

ખબર નૈ કેમ..? આ પાર આવી ગયો.!

ખૈર... આ વખતે, 

આ પારથી જ કદાચ ઓલીપા જવાનુ હશે.! 

"અનંત" 



Thursday, 7 July 2022

હોઠ હસે છે..!


 અનંત એકાંતમાં અકસર.... 
આ ગીત સાંભળતો અને ગાતો રહેતો... 
તગતગતી આંખે..! 
આ ગીત સાંભળતા સાંભળતા.... 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે લખ્યું હતું કે, 

ઠરેલ લાગુ છું, કારણ કે ઉપર ઉપર રાખ બાઝેલી છે. 
આવ.! આવી ને જો તું ભીતર, 
તારી જ યાદો ના અંગારા ધગધગે છે.! 
તારા ગયા પછી "અનંત" હોઠ તો હસે છે. 
મગર ખારા પરસેવા ની આડ માં આંખો તગતગે છે..! 

"અનંત" 



 *ब्लास्ट * 
कोई खुशी ना दे 
कोई गम ना दे गम। 
जा ने कीस मोड पर 
आ गये "अनंत" हम। 
"अनंत" 

Wednesday, 6 July 2022

પછી ભાઈબંધે પેલી ને એટલું જ કહ્યું

વર્ષો પહેલાં... 

પેલી એ ગુસ્સે થઈ અનંત ને કહ્યું. 

હું તને સતત મળવા ઝંખુ છું અને 

એક તું છે સાવ પાગલ જેવો કે, 

હું તારી સામે ને તું મારી સામે હોવા છતાં 

તું મને મળતો પણ નથી ને મળવા પણ નથી દેતો..!

પછી હસતા હસતા અનંતે પેલીને એટલુ જ કહ્યું. 

 તારી ખબર નથી, મને તારા હ્રદયમા ધડકવાનુ ગમે છે.

 પગલી તારા હ્રદયમા ધડકવાની મને મજા આવે છે.! 

છોને તું સામે હોય, તો પણ, એટલેજ તને હું "અનંત" 

મળતો નથી. મને તારા પ્રેમ માં તપવાની મજા આવે છે.!

"અનંત"

બસ આજે આક લૂઉઅ જ...! 

ઘોઘી એ સવાલ કર્યો

 પ્રેમ એટલે..? 

ખબર નૈ કેમ..?

ઝડપ ભેર આવી ધબ્બ દૈને સોફા પર ઘોઘાની 

બાજુમાં બેસી ઘોઘાની સાથળ પર 

હળવેક થી ટપલી મારી ઘોઘી એ 

ઘોઘાને સવાલ કર્યો, 

ઘોઘા...! પ્રેમ એટલે..? 

મને ખબર નથી.! 

ઘોઘા એ જવાબ આપી દીધો... 

તને ખબર નથી મને ખબર છે ઘોઘા.! 

તો પછી મને શું કામ્મ પુછે છે..? 

અર્રે અક્કલ વગર ના હું એમ કૌ છું કે, 

મને ખબર છે તને ખબર નથી એ ..!

હાં તો..? ઘોઘાએ અકળાઈ ને કહ્યું. 

પણ ઘોઘા તારા ભાઈબંધ ના ભાઈબંધ 

અનંત ને તો ખબર હશેજ ને.!? 

હાં કદાચ..,

એને  હોય, કારણ કે, 

એ પ્રેમ પંથી હતો.! 

પણ, એ વાત નોખી છે ઘોઘી કે, 

પ્રેમ ના પંથે ચાલતા ચાલતા અનંતે 

અનંત ઠોકર ખાધી છે..! 

અંગારા ની આગ સાથે 

પ્રેમ ની દિલ દઝાડતી પીડા ... 

હ્રદયમા ભીંસ અને પરસેવાની સાથે 

વહી જતાં આંખ ના આંસુઓ... 

ઘોઘી બધા ની વચ્ચે હોવા છતાં 

પ્રેમી હંમેશા એકલો જ હોય છે..! 

એકલો હોવા છતાં પ્રેમી પોતાની અલૌકિક દુનિયામાં 

પ્રેમીકા સાથે મસ્તીમાં મસ્ત રહેત હોય છે..! 

પગ પગ ઠોકર ખાતો હોવા છતાં 

અનંત હસતા હસતા કહેતો, 

કૌન કહેતા હૈ કી "અનંત" મૈ હું અકેલા. 

ઠોકર મેરી ગુરૂ ઔર મૈ ઠોકર કા ચેલા. 

છત તરફ તાકતા ઘોઘો જાણે 

ભુતકાળ માં સરકી ગયો અને, 

ખંડેર માં પહોંચી ગયો.... 

બોલ ને ઘોઘા અનંત પ્રેમ વીષે શું કહેતો હતો.? 

આમ તો જો કે અનંત.... 

અનંત અર્થાત્ ઘણુ બધુ..... 

હાં ઘોઘી ભાઈબંધ અનંતે ખંડેર મધ્યે 

ચાયની ચુસ્કી ભરતા ભરતા 

તે કરેલો એવોજ સવાલ મે કર્યો ત્યારે 

સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી 

કહ્યું કે,

અધીરી ઘોઘી એ અધીરાઈ પુર્વક ઘોઘાને પુછ્યું 

શું કહ્યું હતું અનંતે જટ બોલ ને ઘોઘા...!

ઘોઘી પહેલાં તો ભાઈબંધે એમ કહ્યું કે, 

મને એમ હતું કે 

આવા સવાલો મને એકલાને જ થાય છે.! 

પણ તને પણ આવો સવાલ થાય છે 

એ જાણીને આનંદ થયો... 

અજ્ઞાની એ કહ્યું. 

અનંત એક સરખા અનંત સવાલ 

આ બ્રહ્માણ્ડ માં અનેક ને થતા જ હોય છે.! 

અનંત ને કહી અજ્ઞાની એ મારી સામે જોયું. 

મે પુછ્યું હાં એ તો બરોબર છે અજ્ઞાની, 

મગર, 

શું એક સરખા સવાલો ના જવાબ પણ 

એક સરખાજ હોય છે..? 

ના.! પરીયા... ના..! 

એકજ સરખા સવાલો ના જવાબ 

વ્યક્તિ એ વ્યક્તિ એ નોખા નોખા હોય શકે છે..! 

અને એ જવાબ વ્યક્તિ ના રસ રૂચી અને 

વીચાર મુજબ હોય છે..! 

એટલે પરીયા... 

ક્યારેય પણ તમારી ભીતર ઉઠેલા 

સવાલ નો જવાબ આપનાર એક વ્યક્તિ ના 

જવાબ ને અંતીમ જવાબ સમજાવો નહીં. 

અને પરીયા એક વાત સમજી લે 

અજ્ઞાની એ કહ્યું. 

હર એક સવાલ જવાબ સાથેજ જન્મ લેતા હોય છે 

મગર તમારા સવાલ નો જવાબ આપનાર 

અન્ય વ્યક્તિ જે જવાબ આપે છે તે 

પોતાના નીજી અનુભવ અને અનુભુતી ને 

આધારે જ આપે છે..! 

માટે, અજ્ઞાની એ કહ્યું. 

ખરેખર તો કોઈ પણ સવાલ નો સાચો અને 

સચોટ જવાબ તો 

પોતાની ભીતર થી મળતો હોય છે..! 

જે તમારા અનુભવ ને અનુભુતી મુજબ નો હોય છે.! 

ખૈર... 

મે કહ્યું પણ ભાઈબંધો પણ એ નક્કી કેમ થાય કે, 

જવાબ આપનાર આપણા સવાલનો

જે જવાબ આપ્યો તે સાચો જ છે.? 

પરીયા... અજ્ઞાની એ કહ્યું. 

અહીં જ ભીતર વાત ઉજાગર થાય છે..! 

તમને જવાબ મળતો નથી અથવા તો 

જવાબ શોધતા નથી આવડતું યા તો 

મળેલ જવાબ ને વ્યક્ત કરતા નથી આવડતું 

જેમ ઘણાં ને ભીતર પ્રેમ કે પ્રેમ ની લાગણી તો 

આરપાર અપાર હોય છે મગર એને પોતાની 

લાગણી પ્રીય પાત્ર પાસે વ્યક્ત કરતા નથી આવડતું. 

તેથી ચુકી જાય છે અને દુ:ખી થાય છે..! 

અંતર દ્રષ્ટા, આત્મ જ્ઞાની લોકો પણ આ બ્રહ્માણ્ડમા 

અનેક છેજ એની બીલકુલ ના નથી 

મગર આવી સ્થિતિમાં જે તમને ગમતો 

તમારી ઈચ્છા મુજબ નો 

જવાબ આપે તે તમારી દ્રષ્ટિએ દિવ્ય દ્રષ્ટા, 

આત્મ જ્ઞાની કે પછી મહાન થઈ જાય છે.! 

પણ તું આવા ભ્રમમાં ન રહેતો પરીયા... 

કમ સે કમ અમારા જેવા પામર જીવ માટે 

તું આવો ભ્રમ સેવતો નહીં..! 

બંને એ મને ભ્રમમાં ન પડવા ચેતવણી આપી. 

ખૈર.... ભાઈબંધો...! 

આ બધુ જે તમે કહો છો એ મને બૌ સમજાતુ નથી.! 

મને તો એકજ સવાલ નો જવાબ જોઈએ છે 

અને મારે એટલું જ જાણવું છે કે, 

પ્રેમ એટલે..? 

સુર્રરરરર કરતાક ચાયનો છેલ્લો ઘુંટ ભરી 

ખાલી પીયાલી ટીપોય પર મુકી,

તગતગતી આંખે અનંતે કહ્યું... 

પરીયા પ્રેમ એટલે આમ તો ઘણુ બધું,

અને આમ અપુર્ણ ઝંખના...

આટલુ બોલી છત સામે તાકતો ઘોઘો 

એકદમ મૌન થઈ જાય છે..! 

ખભેથી ઘોઘાને ઢંઢોળી ઘોઘી એ કહ્યું 

બોલ ને ઘોઘા અટકી કેમ ગયો..? 

અગાઉ ભાઈબંધ ના ભાઈબંધે ખંડેર વીષે કરેલી

વાતો સાંભળી જાણે ઘોઘો ખુદ હાલ પોતે 

ખંડેર મા હોય એવુ મહેસુસ કરી રહ્યો હતો... 

ઘોઘી એ ખભેથી હલબલાવ્યો છતાં 

છત સામે તાકતા ઘોઘો છત સામે જ તાકતો રહ્યો. 

ફરી ઘોઘી એ ઘોઘા ને ખભેથી હલબલાવી કહ્યું. 

બોલ ને ઘોઘા અનંતે શું કહ્યું હતું. 

"તરસ વધવા દેવી સતત" અનંત "

મૃગજળ પાછળ નહીં દોડવાનુ. 

હેં શું કહ્યું..? 

અનંતે પ્રેમ વીષે આવુ કહ્યું હતું..? 

નાં ઘોઘી... હાં ઘોઘી.... 

શું નાં ઘોઘી હાં ઘોઘી કરે છે ઘોઘા.! 

ખંડેર મા ખોવાયેલ ઘોઘો ઘોઘી બોલે છે 

એ સાંભળે તો છે પણ અભાન અવસ્થામાં... 

તેથી એ બોલતો રહે છે 

યા તો બબડતો રહે છે.! 

અને કહે છે.! 

ના ઘોઘી આવુ તો એને નોતું કહ્યું. 

જો કે આવુ એણેજ કહ્યું હતું. 

ઘોઘી મુંજાય છે.! 

ઘોઘા ની અટપટી વાતમાં ઘોઘી ગુંચવાય છે,

પણ તેમ છતાં ચુપચાપ સાંભળે છે, 

વચ્ચે કૈજ બોલતી નથી.! 

ઘોઘા બોલ્યો..!

તરસ વધવા દેવી સતત "અનંત"

મૃગજળ પાછળ નહીં દોડવાનુ. 

એ જે અનંતે કહ્યું હતુ ને ઘોઘી 

એ મે તને કહ્યું.! 

તું બૌ અધીરી થાય છે ને એટલે..! 

આવુ તો અનંતે ઘણુ બધુ કહ્યું હતું. 

પણ તે જે સવાલ કર્યો છે ને કે, 

પ્રેમ એટલે..? 

એવોજ તારા જેવોજ સવાલ જ્યારે વર્ષો પહેલાં... 

ખંડેર મધ્યે મારા ભાઈબંધે અનંત ને કર્યો ત્યારે 

અનંતે કહ્યું હતું ..! 

હાં તો, સાંભળ પરીયા... 

પ્રેમ એટલે..! 

"અનંત" શબ્દો થી સ્વર અને, 

સ્વર થી સ્પર્શ સુધી ની યાત્રા "

એટલે પ્રેમ..! 

" અનંત "

 ઘોઘાના મુખે ભાઈબંધો ની વાતો સાંભળતા સાંભળતા 

અનંત મા ખોવાઈ ગયેલી ઘોઘી, 

ઘોઘાની બાજુમાં બેઠેલી ઘોઘી, 

સોફા પર ટુંટીયુ વાળી ને 

ઘોઘાના ખોળામાં માથું રાખીને 

કદાચ પોઢી જ ગયેલી...

વાત વાતમાં ભાઈબંધો પાસે ખંડેરમાં સરકી 

ગયેલા ઘોઘાનો હાથ ઘોઘી વાળ પર ફરી રહ્યો હતો..!

ઊંઘમાં કદાચ 

કદાચ ઊંઘમાં જ કે પછી ખભર નૈ.., 

ઘોઘી એ  ઘોઘાને પુછ્યું. 

અનંત કેવો છે ..? 

તગતગતી આંખે છત ને તાકી રહેલા ઘોઘાએ, 

એક ઊંડાઆઆઅ ની શ્વાસ સાથે કહ્યું. 

છે નહીં ઘોઘી... હતો..,,, 

ઘોઘી ને ગાલ પર 

અને, 

ઘોઘા ને સાથળ પર 

ઉની ઉની ભીનાશ મહેસુસ થઈ..... 

*બ્લાસ્ટ* 

તું 

દેખાય છે સંતાય છે 

સંતાય છે દેખાય છે 

તું 

તું આવે છે જાય છે 

જાય છે આવે છે તું 

"અનંત" 

રમે છે મારી સાથે તું 

સંતાકૂકડી જેવુ. 

અને હું કેવો મજબુર છું 

હું એવો મજબુર છું 

કે તને, 

આવતી જતી 

જતી આવતી 

જોવા છતાં 

તને જોયા પછી પણ...! 

હું થપ્પો ન કરી શકુ..! 

"અનંત" 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંત... 

અનેક થી અનેક વખત દુભાયા પછી 

સતત આ ગીત ટેપ રેકોર્ડ માં સાંભળતો 

અને ગાતો રહેતો હતો... 

વર્ષો પહેલાં મહોલ્લા માં સતત ગુંજતુ હતું 

એ ગીત આજે પણ ઊંડે ઊંડે 

મારા ઝહન માં ગુંજે છે..! 


https://youtu.be/CiYhn7xWUnA?si=3ZlYenmlPdY0TrZd

બસ્સ આજે આક લૂઉઅ...!

https://youtu.be/m1f8wgso3wA?si=5qcPn58YxR7cBt90