Thursday, 22 September 2022

આદિ થી અંત સુધી

 

https://www.facebook.com/photo.php?fbid=426530070790033&set=a.119481608161549&type=3

*બ્લાસ્ટ *

..................

"અનંત" આગ તો લાગેલી જ હોય છે અંદર અંદર... 

અકલે તો ઉછળતો ઉકળતો હોય છે નિરંતર સમંદર...

"અનંત"

"અનંત" વધી ગયા પછી અંતર... 

પુછે છે કોણ અહીં ખબર અંતર...

"અનંત" છુટી ગયા પછી પણ.!

તુટતો નથી સંબંધ સદંતર...

"અનંત" તનથી છો હોય અંતર...

મગર યાદ કરે છે મન નીરંતર...

"અનંત "

ઓન્લી બ્લાસ્ટ :-"અજ્ઞાની"


આદિથી અંત સુધી માણસ ખુદને  સાબિત કરવા

અને પ્રસિધ્ધ થવા

મથતો રહ્યો છે , મથતો રહે છે. 'ને મથતો જ રહેશે .....  

કિન્તુ જેનામાં આવડત હોય છે તેજ..! 

નીજ પ્રયાસે સફળ એવમ જગ પ્રસિધ્ધ થાય છે ... 

અને જેનામાં ખુદમાં કોઈ  આવડત નથી હોતી તે...! 

પ્રશિધ્ધ થવા કાજે .... 

પ્રસિધ્ધિ પામેલા પ્રાણીના પૂંછડે ટિંગાઈ ને પ્રસિધ્ધ થવા હવાતિયાં  મારતા રહે છે..!  

"અજ્ઞાની"

આમ આદી થી અંત સુધી 

પ્રસીદ્ધ થવા અને ખુદ ને સાબીત કરવા મથતો માનવી 

આખરે કૈ સીદ્ધ નથી કરી શકતો

સીવાય કે તે માટી ના કણ થી વીષેશ કૈજ નથી... 

"અજ્ઞાની" 


No comments:

Post a Comment