Wednesday, 28 September 2022

વાંચન થી આત્મ વાંચનની યાત્રા

 વર્ષો પહેલાં...

સાંકડી ગલીમાં  ઉબડ ખાબડ રસ્તો ના છેવાડે છેક ખુણે આવેલા એ ખંડેરમાં હું ચાય લઈને ગયો ત્યારે....

અનંત અને અજ્ઞાની વાતોમાં મશગુલ હતા.

હું ભીતર ગયો મારી ખુરશી પર બેસી 

ટીપોય પર રાખેલી ઊંધી પીયાલી સીધી કરી 

તેમા ગરમાગરમ ચાય રેડી... 

ચાય ની ચુસ્કી સાથે વાત કરતા કરતા 

વાંચન વીષે વાત નીકળતા... 

જેઓ એ ખુદ ક્યારેય સતત સખત વાંચન કર્યું નથી 

એવા એ બંને ભાઈબંધો એ વાંચન વીષે ઘણી વાતો કરી... 

જે તમામ વાત માંથી મને યાદ રહી ગયેલ અને 

હ્રદય સોંસરવી ઊતરી ગયેલી વાત જે 

અજ્ઞાની એ મને કહેલી તેનો અંશ 

અજ્ઞાની એ કહ્યું હતું કે, 

વાંચન અને આત્મ વાંચનમા બડો તફાવત હોય છે.

વાંચન થી માહીતી મળે છે.!

માહિતી નુ આદાનપ્રદાન થાય છે.!

કોઈનુ લખેલું કોઈ વાંચે છે.!

વાંચીને એ અન્ય સામે તે રજુ કરે છે..! 

જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કરી શકે છે. 

જ્યારે આત્મ વાંચન એ અનુભુતી નો વીષય છે! 

જે સૌએ જાતે કરવો પડે છે..! 

"અજ્ઞાની" 


No comments:

Post a Comment