Saturday, 29 October 2022

નીચેથી ઊપર બહારથી અંદરની યાત્રા...


નીચેથી ઊપર બહારથી અંદરની 
"અનંત" યાત્રા દરમિયાન... 
પગના નખ થી માથાની લટ સુધી 
બહાર થી ભીતર તને અગર 
ઝણઝણાટી થતી હોય તો થવા દે..! 
"અનંત" 
વધુ આવતા ભવે..! 

Saturday, 22 October 2022

તારી આંયખુ ને આયખુ આખુય સમર્પિત મારૂ

તારી આંયખુને આયખુ આખુય સમર્પિત મારૂ. 
" અનંત" આયખું આખુય તારી આંયખુમાં સમર્પિત.
"અનંત" 

પ્રેમ, કરૂણા, આદર, સત્કાર અને  સન્માન હોય, 
 "અનંત" આખુય આયખુ વીતે એવી આંયખુમાં. 
ઈચ્છા પહેલી ને આખરી 
"અનંત" એજ હતી, છે, ને રહેશે... 
"અનંત" યુગો સુધી...
"અનંત"
https://youtu.be/NbqCWwlNKrA


https://youtu.be/daxuKHBWiKE?si=YmHnNho1TxuzrdyP


Friday, 21 October 2022

લૂ

લૂઉઅ 

તું કૈ પણ બોલી શકે છે.! 

મને તો મનાઈ કરવામાં આવી છે તેથી હું કૈજ નૈ બોલુ. 

મગર "અનંત" તને વાત કરતા કોણ રોકે છે ભલા.! 

"અનંત" 

*બ્લાસ્ટ* 

અનેક અર્થ 

અર્થાત્ 

અર્થ અનેક 

ગુઢાર્થ... 

 વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 

ચાહે વીચારી ને ચાહે વગર વીચાર્યે... 

*ચાહે*

*અનેક અર્થમાં *

એ કરી શકે, કરાવી શકે કૈ પણ... 

કૈ પણ એટલે કૈ પણ..! 

ચાહે તે, ચાહે તેની પાસે... 

ચાહે તો ન ચાહે તો પણ..! 

મારાથી એમ એટલે કે એની જેમ 

કૈ પણ કરવુ શક્ય નથી..! 

કેમકે હું "અનંત" પુરૂષ છું.! 

"અનંત" 




Wednesday, 19 October 2022

શાંતી નો મારગ

વર્ષો પહેલાં.... 

વારંવાર હ્રદય ને ઠોકર લાગવાથી 

ભીતર ની પીડા ને લૈ ગુસ્સે થઈ 

ધુંધવાયેલા અનંત ને 

ભાઈબંધ અજ્ઞાની એ ખુબજ શાંતિથી 

પરમ ચરમ અખંડ અનંત 

 શાંતિનો મારગ બતાવતા કહ્યું હતું કે, 

ઐ દોસ્ત...! 

આમ તો કોઈ હ્રદય બહેરી ને 

તારા હ્રદયમા થી ઉઠતી 

પીડા દાયક ચીખ નહીં સંભળાય... 

અને કોઈની પણ સામે ચીલ્લાવાથી 

તને પણ શાંતી નહીં મળે..! 

તું ચીલ્લાશે અને એ હ્રદય બહેરી 

સાંભળશે નહીં તો, 

કદાચ એમ કરતાં તો તારી પીડામા વધારો થશે... 

એથી તો બહેતર છે અનંત કે તું 

મન મુકીને મનમાંજ ગરજી લે "અનંત" 

મન મુકીને મનમાંજ વરષી લે "અનંત" 

ચુપચાપ મન માં ને મનમાં તું "અનંત" 

મનફાવે તેમ વરતી લે "અનંત" 

"અજ્ઞાની" 


Sunday, 16 October 2022

અમારી ત્રણેય ની પ્રીય રચના

વર્ષો પહેલાં ખંડેર મધ્યે.... 

ક્યારેક ક્યારેક , 

તમામ અજવાળા ઓલવીને 

માત્ર ને માત્ર 

અધખુલ્લા દરવાજા તેમજ 

ખુલ્લી બારીમાંથી આવતા ચંદ્ર ના ઉજાસ માં 

મસ્ત મજાની ધુપસળી પ્રગટાવી 

ચાયની ચુસ્કી ભરતા ભરતા 

અમે ત્રણેય ભાઈબંધો 

આખી રાત એટલે કે સવાર સીધી 
સતત આ રચના સાંભળતા... 
અને પરમ ચરમ અખંડ અનંત આનંદ ની 
અલૌકિક મસ્તીમાં ડુબી જતા.... 
*पीडा मे आनंद जीसे वो आये मेरी मधुशाला *












 

Saturday, 15 October 2022

છોડે તે છુટે

 ઘોઘીઈઈઈ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે

આગમ વાણી ના રૂપમાં કહ્યું હતું કે,

આવનારા સમયમાં 

"અનંત" લેખક ની અતીવૃષ્ટી થશે..!

અને વાંચકો નો લીલો દુષ્કાળ પડશે..!

એજ હાલ તમામ પ્રકારના કલાકારો ના થશે....

જાણે ગાંધર્વલોક સીધાવેલા તમામ કલાકારો

એક સામટા પ્રુથ્વી પર ઊતરી આવશે...

અને કલા નો કાળો કેર વર્તાવશે.... 

નાના મોટા બાળક બુઢ્ઢા તમામ ઘરઘરમાં

કલાકારો નો રાફડો ફાટશે..!

પણ શ્રોતાઓ શોધ્યાય નહીં જડે..!

પોતાની કલા વેચવા રીતસર ના સૌ કરગરશે...!

પણ લેવાલ કોઈ નહીં હોય...

કારણ કે, આટલુ કહી અનંત અને અજ્ઞાની બંને

ખડખડાટ હસી પડ્યા....

વર્ષો પહેલાં....... 

સંધ્યા ટાણું છે બારી પાસે રાખેલ જૂના ઝર્ઝરિત સોફા પર બેઠેલા ઘોઘાના પગ  સામે પડેલી ટીપોય પર પગ લંબાવેલા છે. અને આંખ બંધ કરી ઘોઘો આરામથી નિરાંતે બેઠો છે.   


ત્યાં અધ ખુલ્લા દરવાજા પર ટકોરા મારતી ઘોઘીયે દરવાજા પાસે ઊભી રહી મધુર અવાજે હળવી હાકલ મારી.  ઘોઘા...એ ઘોઘા....હું અંદર આવું....


ચૂપ ચાપ ચાલી આવને હવે... કાલે તો પૂછ્યા વિના સીધી જ મારી પર ઘસી આવી હતી, અને આજે વળી પૂછે છે.  હું અંદર આવું.....


ઘોઘાએ બંધ આંખે જ ઘોઘી જેવાજ લહેકથી ચાળા પાડ્યા ને પછી ... 


આવતી રે હવે... 


ઘોઘીએ ઘોઘાને ગાલ પર નાનકડી લાફી મારી,  


અક્કલ વગરના આંખ ખોલ હવે,  હું તો ક્યારની તારી સામે આવીને ઊભી છું, 


એ તો ખાલી રજા લેવા ખાતર લેવાની હોય સમજ્યો..  


બાકી તું રજા આપે એની રાહ જોતી હું કઈ દરવાજે ના ઊભી રહું. 


હ..હ...હા...હા.. એ તો મને ખબર જ છે. ઘોઘો ઝબકીને બોલ્યો....


ઘોઘીએ પોતાના હાથમાં રહેલી બોલપેનથી ઘોઘાની કમરમાં ઘોદો માર્યો .....  


ઘોઘો ઉહકારો કરતાં.... 


ઓહ આ શું ખૂંચાડ્યું તે મને  ઘોઘી જોવાદે જોવાદે તારા હાથમાં શું છે ...


ઘોઘી કલમ સિખે જમણો હાથ પાછળ લઈ લે છે!

ઘોઘો એનો હાથ  આગળ ખેંચે છે.


આમ બન્ને વચ્ચે  ખેંચતાણ ચાલતી હતી ત્યાં ઘોઘીએ બૉલપેન વાળો જમણો હાથ પાછળ કરી ઘોઘાના માથે ડાબા હાથમાં રહેલી નોટ બુક મારી...


અને પછી જોર જોરથી ખન ખનતુ હસવા લાગી....   


અરે શું કરે છે યાર, મગજ તો ઠેકાણે છે ને તારું ...? 


ઘડીક કમરમાં ઘોદા મારે છે ઘડીક માથામાં નોટબુક, 


છે શું આ બધુ ..... 


તારી  વાઇડાઈ આજકાલ બહુ વધતી જાય છે હોં...

ઘોઘો ગુસ્સે થઈ બોલ્યો ...


જો પછી મને  ગુસ્સો આવશે તો...

ઘોઘો આગળ કઈ બોલે એ પહેલા,,, 


તો....તો...તો... ઘોઘાની હડપચી બૉલપેન વડે ઊંચી કરતાં ઘોઘી એક પગ સોફા પર ટેકવી ઘોઘાનું મો ઊંચું કરતાં ગૂંડી ફૂલન દેવી માફક બોલી. 


તો....તો....તો તું શું કરી લેવાનો હવે..  બોલ ? 


ઘોઘાને મનમાં તો ઘોઘીની આવી હરકતો ગમતી જ હતી છતાં પણ ચહેરા પર ગમવાનો ભાવ જણાવા નહોતો દેતો... 


ઘોઘો એકી ટસે ઘોઘીને જોતો રહ્યો ... 


સામું શું જુવે છે હે , કેમ બોલતી બંધ થઈ ગઈ બોલ ને તું શું કરી લેવાનો હતો... 


ઘોઘો મનમાં આનંદ લેતો નીચું જોઈને બોલ્યો.

કૈ નૈ હવે....


તો પછી શાંતી થી બેસ ને.. 


હા હવે.. હું શાંતિથી જ બેઠો હતો સમજી ..! .હવે બોલ શું છે આ બધુ ? 


ઘોઘાએ હવે શાંતિથી પૂછ્યું .. 


તો હું જે કહું એ શાંતીથી સાંભળ. 


આમ બોલતા બોલતા ઘોઘી હળવેકથી ઘોઘાની બાજુમાં બેસી ગઈ...


જો ઘોઘા આ કલમ છે ,

અને આ નોટબુકમાં કાગળ ... 


તો .... ? 


શું તો..! આ તારા માટે છે ....!

હું તારા માટે ખરીદી લાવી છું સમજ્યો... ?


પણ હું શું કરું આનું .. ? 


અથાણું.... ઘોઘી ગુસ્સે થઈ ગઈ.


પણ મને તો કેરી કે ગુંદાનું પણ નથી આવડતું .... 


સાવ અક્કલ વગરનો છો તુય લે પણ.. 

કાગળ અને કલમ નું શું કરવાનું હોય. 


લે મને શું ખબર ... 


લખવા માટે મૂરખ લખવા માટે .... 


કેમ મૌન વ્રત લેવાનું છે ... ? 


અરે આમાં મૌન વ્રતની વાત ક્યાથી આવી ? 


કોને ખબર કદાચ તે એવું નક્કી કર્યું હોય કે હવે થી બોલતી બંધ અને જે કાઇ કહેવું હોય તે લખીને જ કહેવાનું હોય તો ..... 


હાં બોલતી બંધ જરૂર કરવાની છે,

પણ મારે નહીં ફક્ત તારે સમજ્યો...... 


કેમ એવું ?    


ઘોઘી હવે જરા ગંભીર થઈ ગઈ ‘ને લાડથી ઘોઘના સાથળ પર આંગળી ફેરવતા ફેરવતા કહ્યું. 


ઘોઘા સાચું કહું ....


તો શું અત્યાર સુધી ખોટું જ કહેતી હતી... ?


ઘોઘો હસ્યો. 


મજાક ના કર...ઘોઘા મજાક ના કર.. 

બહુ થઈ મજાક હવે હું જે કહું છું તે શાંતિથી સાંભળ.. . 


ઘોઘો હરકતથી વાજ ના આવ્યો અને વ્યંગમાં બોલ્યો ...  


અચ્છા...બોલ.! ચાલ સાચું બોલ . 


ઘોઘા આપણે ઘણી વાર વાતો કરતાં હોઈએ છીયે ને .... 


હ અ ....તો...  


ત્યારે ક્યારેક ક્યારેક તું એવિ ઊંડાણ ભરી અર્થ સભર વાત કરી નાખે છે ને કે

તારી એ વાતો સાંભળી મને એવો વિચાર આવ્યો કે .... 


શું ? કે મારે મૌન રહેવું જોઇયે હે ને ? 


જો વળી તે મજાક કરી

સાંભળ ને યાર શાંતિથી ….

ઘોઘી હળવું ચિડાઈને બોલી.   


અચ્છા અચ્છા બોલ આગળ બોલ .... 


હાં તો ઘોઘા તારી આવી વાતો સાંભળી મને  વિચાર આવ્યો કે આટલું સરસ બોલે છે તો, હવે તું લખ...... 


ઘોઘો ગુસ્સે થઈને .. 


હવે મૂકને યાર આ લપ, 


આ દુનિયામાં લેખક ઓછા છે ?

તે તું મને ભીડવે છે , 


મને એવું કઈ નહીં ફાવે એ મારુ કામ નહીં.!


શું યાર તું પણ....! 


ક્યારેક કોઈ વખત ભૂલ ભૂલમાં કોઈ બે ચાર એવા શબ્દો જે મારા મોમાંથી સરી પડ્યા હોય ને તને સ્પર્શી ગયા હોય, એનો અર્થ એ થોડો કે બધાને સ્પર્શી જશે , અને એવા થોડા શબ્દો બોલાય જાય  એટલે શું મારે લખવા માંડવાનું ?


તું શું માને છે કે હું વિચારીને બોલું છું.!

અરે યાર સંજોગે બધુ બોલાઈ જતું હોય છે. 


ઘોઘીએ ઘોઘાની સાથળ પર ટપલી મારતા કહ્યું. અરે પણ હું એજ તો કહું છું ઘોઘા .... 


કે ક્યારેક સ્ંજોગે બોલાયેલા ઊંડાણ ભર્યા અર્થ સભર શબ્દો જો લખાય જાય તો... 


અને જો ક્યારેક કોઈ વાંચી લે તો બની શકે એમના જીવનની દશા દિશા પણ બદલાઈ જાય ....


ઘોઘાએ મર્માળુ હસતા કહ્યું. 


એ કેવળ તારો ભ્રમ છે ઘોઘી..!

એ સિવાય કઈજ નથી ....   


ભૂખથી પીડાતા બાળકનું પેટ કોઈ લેખકના લેખથી ના ભરાય ... 


પણ ઘોઘા એટલો સમય એ એની ભૂખ તો ભૂલી જાય ને... ઘોઘા...?


ઘોઘો વિચારમાં પડી ગયો.

ઘોઘીની વાતમાં દમ હતો ..

પણ પછી શું ? 


ઘોઘાએ પોતાની વાત આગળ વધારી ...  


જો ઘોઘી લખવું, કે લેખક થવું એ કઈ નાની માના ખેલ નથી  ..!


ખૂબ ઊંડી સૂઝ સમજ હોવી જોઇયે ...


જેવું લખીએ તેવું જાજુ નહીં તો થોડું પણ આચરણમાં પણ લૈ શકાવુ જોઇયે... 


થોડું ઘણું વાંચન પણ હોવું જોઇયે...  


હ્રદયને સ્પર્શે મનને રાહત આપે એવું લખતા આવડવું જોઇયે.... 


એમાં ખોટો ખોટો બફાટ ના ચાલે...    


અને આમાનું કશું જ મારામાં નથી માટે મને માફ કર ઘોઘી મને એવું કઈ જ નહીં ફાવે. 

 

અરે ફાવે કેમ નહીં ? પ્રયાસ કર્યા વિના તું એમ કેમ કહી શકે કે નહીં ફાવે, 


પહેલા પ્રયાસ તો કર.... 


એ ધન ચક્કર તારું ઠેકાણે તો છે ને .... ? 


હાં મારુ ઠેકાણે જ છે સમજ્યો.... 


પણ તારું જ્યારે ઠેકાણે નથી હોતું ત્યારે તું જે કઈ બોલે છે ને એ તને નથી ખબર કેટલું ચોટદાર અને સુંદર હોય છે. અને હું ઈચ્છું છું કે તારા મુખેથી તારી વાણીમાથી ટપકતા શબ્દો સીધા કાગળ પર ટપકે.   


તું શું ચીજ છો એ તું નથી જાણતો ઘોઘા .! 


ઘોઘો વ્યાકુળ થઈ બોલ્યો. મારે જાણવુય નથી સમજી..!   


અને હાં બીજી એક વાત તને કહું સાંભળ ઘોઘી..  


“અગર જો લેખકોની અતી વૃષ્ટિ થશે ને તો વાંચકોનો લીલો દુષ્કાળ પડશે....!”


કઈ સમજી ....? 


મારે કાઇ નથી સાંભળવું....

તું જ એકલો એકલો બોલ,

ને તુજ એકલો એકલો તને સાંભળ ....  


ઘોઘીની આંખમાં જળહળીયા આવી ગયા. 


અને આ લે..! 

ઘોઘાના ખોળામાં નોટબુક અને બૉલપેન હળવેકથી મુક્તા બોલી.


હું પ્રેમથી તારા માટે લાવી હતી.


હવે તારે જે કરવું હોય તે કર.... 


હું જાઉં છું સમજ્યો.        


આમ કહી રિસાઈ, ગુસ્સે થઈ પગ પછાડતી ઘોઘી ચાલી ગઈ.... 


અને પોતાના ઘેર જઇ ફળિયામાં રાખેલ જૂની ખુરશી પર મો ફૂલાવી  બેસી ગઈ ...  

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

બ્લાસ્ટ :- "અજ્ઞાની" કડવી વાણી માથી.


આખો દેશ જ્યારે જ્ઞાનીથી

“ખદબદતો” હોય ત્યારે...


એમના આદેશો, ઉપદેશો, અને એ ખુદ ના પાળી શકતા હોય એવા એમના વચનો... 


આ બધુ  ખૂણામાં બેસી ચૂપ ચાપ


"અજ્ઞાની" માફક “અજ્ઞાની” બની.!


જોયા કરવું, સાંભળ્યા કરવું.


એમાંજ મજા છે, સમજદારી છે, 


એ બધામાથી પણ આનંદ શોધી લેવો, 


એ પણ એક આવડત નો વિષય  છે. 


એક  સુંદર લ્હાવો છે. 


"આવ્યા છીયે તો ખાલી ના જવું. 

"અજ્ઞાની"ના કેવળ ભરી જવું, બલ્કે  

સારું કઈક લઈ જવું કઈક દઈ જવું"  


“અજ્ઞાની”

 

બ્લાસ્ટ :- "અનંત"... 


ક્ઈજ લઈને નથી આવતું

આ જગતમાં કોઈ.

તેમ છતાં "અનંત" કેટલું

બધુ છોડીને જવું પડે  છે.  


"અનંત"


https://www.facebook.com/photo.php?fbid=437230493053324&set=a.119481608161549&type=3

Friday, 14 October 2022

ખરેખર તો

ખરેખર તો ખબરજ નથી હોતી કોઈને. 

કે આખરે શુ છે જોઈએ છે? પોતાને. 

અને એટલે જ, 


વાત શું હોય

એજ તો હું હંમેશા કૌ છું તને. 

"અનંત" જે તું પછી કહે છે મને.

અને,



Thursday, 13 October 2022

મને સ્પર્શે માત્ર તારી આંગળી નું ટેરવુ

મને સ્પર્શે માત્ર તારી આંગળી નું ટેરવુ ... 

અને હું ઝણ ઝણું "અનંત" તાર તાર.... 

"અનંત" 

તું માત્ર ટેરવાથી સ્પર્શે મારી આંગળી નુ ટેરવુ. 

અને મારૂ શરીર ઝણ ઝણે "અનંત" તાર તાર ...

"અનંત"

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે

પ્રેમથી વર્ષેલા જીલેલા શબ્દ બુંદ...


બુંદ બુંદ .... 


કલમમાં થી લગાતાર. 

શબ્દો નીકળે ધારદાર.  


તું અગર સમજી શકે તો, 

નીકળે હ્રદયની આરપાર. 


અગર તું આપે પ્રેમ પ્રેમ,   

હું પણ આપું પ્યાર પ્યાર. 


તું અગર આપે એક વાર.   

હું અનંત આપું વારં વાર. 

 

તું માત્ર ટેરવાથી સ્પર્શે. 

હું ઝણ ઝણું તાર તાર ... 


તું આપે બુંદ બુંદ. 

હું આપું ધાર ધાર.... 


તારો એક આછેરો ઈશારો. 

"અનંત" જીવનનો આધાર.  


"અનંત"

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~     


ડબલ બ્લાસ્ટ :- "અજ્ઞાની"ની કડવી વાણી માથી.. 

  

(1)

"અજ્ઞાની" સવાલના ગર્ભમાં જ જવાબ છુપાયેલો હોય છે. 

અને હર એક સવાલ, જવાબ સાથેજ..! 

જન્મ લેતા હોય છે. 


(2)


"અજ્ઞાની" મૂર્ખ સાથે જીભાજોડી કરવાથી

કઈ જ હાસિલ થતું નથી. 

બલ્કે સમય નો વ્યય જ થતો હોય છે. 

સમજદારી આવા સમયે મૌન રહી, 

એને સાંભળી ને એમાથી જ....! 

આનંદ અને મનોરંજન શોધી લેવામાં છે.

છતાં જો વિવાદમાં પણ આનંદ આવતો હોય,

તો અચૂક લેવો.... !

કેમકે આનંદનું મહત્વ વિશેષ છે.    

પરમ ચરમ અખંડ અનંત આનંદ... 

"અજ્ઞાની"

आतम कहे पुकारके

तु अच्छा बुरा जो भी करे।

तु बुरा भला जो भी करे। 

कर के तु भला बुरा 

चाहे किसी से भी कहे ना कहे।

लेकिन, "अनंत" आत्मा ते कहेगी

पुकार पुकार के कि तुने जो भी

किया है, वो अच्छा किया है या बुरा।

"अनंत" 

Sunday, 9 October 2022

આવવુ ને જવુ

 વર્ષો પહેલાં.... 

એક રાત્રે અચાનક મધરાતે અનંત ઝબકીને જાગી ગયો.... 

ખબર નૈ શું અનુભવ્યુ, ને પછી એણે આવડું આ લખ્યુ.... 

ખુલ્લી આંખે કલ્પના જેવુ. 

'ને બંધ આંખે સપના જેવુ. 

"અનંત" આ આવવુ 'ને જવુ, 

એ, તો, માત્ર એક ઘટના જેવુ. 

"અનંત"

અકલે પછી,,, 


https://www.facebook.com/100002991311961/posts/pfbid02CEaKBNSYoVQJUZYgC5MuXbZ8kuaTVyQVaitRFDqAFJiWBfTnAEUgL5BUkDmxx1jEl/

Friday, 7 October 2022

ખબર નૈ એવુ તે શું..!



                   વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 

એક છોકરી કે જેની સાથે અનંતે 

ક્યારેય વાત પણ કરી નહોતી તેના વીષે 

લખ્યું હતું કે, 

એ વખતે મને ન તો કૈજ સમજ પડતી હતી.

ન તો એ વખતે મને કૈજ ખબર પડતી હતી.

"અનંત" એક છોકરી 

રોજ મારા ઘર આગળથી નીકળતી હતી. 

એ હસતી હું હસતો બસ નજર મળતી હતી. 

એ સીવાય કૈજ હતું નૈ અમારી વચ્ચે. 

ન તો અમે ક્યારેય વાત કરી હતી. 

ના કદી એકાંતે મુલાકાત કરી હતી. 

આવતા જતાં એક બીજાને જોવા સીવાય.... 

કૈજ હતું નૈ 

તેમ છતાંય કૈક તો એવુ હતુજ..! 

તેથી 

"અનંત" યુગો વીતી ગયા તો પણ આજ સુધી 

એનો ચહેરો અવારનવાર અચાનક સામે આવે છે. 

અને મને ઝણઝણાવે છે તડપાવે છે. 

"અનંત" 







Thursday, 6 October 2022

મારો રોલ આટલોજ છે..!

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે, 
*બ્લાસ્ટ* 
જેનો જેવો જેટલો અને જેવડો હોય રોલ. 
"અનંત" આ સંસારમાં એના એટલા મોલ.
*અનંત*