Sunday, 6 November 2022

ખાલી થા ભરાઈ જા.!

*બ્લાસ્ટ* 

*અપવાદ બાદ કરતા *

માણસ નામે એવું પાત્ર. 

માણસ માત્ર એવુ પાત્ર. 

ઉપર ઢાંકણું. 

નીચે કાંણુ. 

તેથી, 

"અજ્ઞાની" ખુબ રેડ્યુ જ્ઞાન, 

તોય માટલું ના ભરાણું. 

માણસ નામે એવુ પાત્ર. 

માણસ માત્ર એવુ પાત્ર. 

 વર્ષો પહેલાં... 

ભાઈબંધ “અજ્ઞાની”એ 

લખેલા ઓઠા ...."

" પાત્ર એટલે માનવ માત્ર "

હોય જ્ઞાન કે અજ્ઞાન 

ખાલી તે ભરવાની મજા 

ભરાયું તે કરવું ખાલી. 

“અજ્ઞાની” ગંધાય ઊઠે

એ પહેલા ને પછી પણ ! 

બદલતું રહેવું પાણી.    

પહેલેથીજ જે હોયભરેલું 

એમાં જઇ જઇ ને જાય શું.. ?

"અજ્ઞાની" જે ખુલ્લુ ને ખાલી હોય 

તે પાત્ર ભરાય પણ ખરું.

એક પાત્ર એવું 

જેની માથે ફિટોફિટ 

ઢાંક્યું હોય ઢાંકણું. 

બીજું પાત્ર એવું હોય 

જેની તળે હોય મસ મોટું કાણું.

"અજ્ઞાની" ભરેલું ભરાય નહીં 

છિદ્ર વાળું છલકાય નહીં.   

મજા ભરાઈ જવામાં જેટલી, 

એટલી જ ખાલી થવામાં હોય છે.

“અજ્ઞાની” મુક્તિ જેવી જ મજા 

પ્રેમથી બંધાઈ જવામાં હોય છે.         

"અજ્ઞાની"

*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" ભરાઈ જા ખાલી થા.! 

ખાલી થઈ ને ભરાઈ જા..! 

https://www.facebook.com/photo.php?fbid=447439125365794&set=a.119481608161549&type=3



*બ્લાસ્ટ* 

"અજ્ઞાની" જેની માથે ઢાંકણું 'ને, 

નીચે હોય જે પાત્ર માં કાણું... 

મહેનત ચાહે કેટલી પણ કરો.! 

 કદિ' કૈજ ના ભરાણું એમાં કૈજ ના ભરાતું..! 

"અજ્ઞાની" 



No comments:

Post a Comment