Wednesday, 21 December 2022

સ્ત્રી સગડી પુરુષ દીવાસળી

 

વર્ષો પહેલા ભાઈબંધ અનંત જે બોલતો એજ લખતો...
લખીને ચૂપ્પ થૈ જતો અનંત કહેતો કે,
મને અનુકરણની બિલકુલ આદત નથી.....!
હું સૌથી અલગ કૈક કરવા ટેવાયેલો છું ......!
@@@@@@@@@@@@@@@@@@
સુવાળા શબ્દોની વચ્ચે.! સતત ઘેરાયેલો છું
કોરા આ કાગળમાં સ્યાહી માફક રેલાયેલો છું.
કોઈનું અનુકરણ કરવું બિલકુલ મારી આદત
નથી. સૌથી અલગ કૈક કરવા હું ટેવાયેલો છું
ઠોકર સિવાય, ના કોઈનો ચેલો હું, ના સિવાય
એના કોઈ મારો ગુરુ. ઠોકરોથી હું ઘડાયેલો છું.
માત્ર પાત્ર બદલાયુ છે,પ્રેમ નહીં ! તુયે એજ છે,
હું પણ એજ તો પણ એ કહે છે તું બદલાયેલો છું.
પ્રેમ હું કરતો હતો, કરું છું, અને કરતો રહીશ,
મૂળ તત્વ પ્રેમ છે, બસ પ્રેમથી વગોવાયેલો છું
જેને ભૂલી ગયાનો હું ઢોંગ કરું છું. હ્રદયમાં એ,
બધીના આજે પણ હું ઊંડે સુધી કોતરાયેલો છું.
પ્રેમના નામે છેતરપિંડી થવી વાત નવી નથી !
જાણી બૂજીને ઘણી વાર પ્રેમથી છેતરાયેલો છું.
ભીંજાતા હશે લોકો કેવળ વરસાદમાં. કોરાકટ,
મૌસમમાં પણ હું કાયમ પ્રેમથી ભીંજાયેલો રહું.
“અનંત” ખૂણામાં પ્રગટું છું અગરબતીની માફક.
ને સુગંધની માફક દૂર દૂર સુધી હું ફેલાયેલો છું.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ:-
સ્ત્રી સગડી જેવી હોય છે..!
અને પુરુષ દિવાસળી જેવો....
સગડીને તપતા વાર લાગે છે...!
અને જો તપી જાય તો પછી....
ઠરતા પણ વાર લાગે છે...
જ્યારે દિવાસળી...!!!
માચીસના એક ઘસરકે સળગી ઊઠે છે.
અને એને બુજાતા પણ વાર નથી લાગતી....
"અનંત"
Kaushik Savariya, Riya Vaidya and 9 others
25 comments
8 shares
Like
Comment
Share

25 comments

  • Pravin Miyaatra
    બ્લાસ્ટ :- “અજ્ઞાની”
    સ્ત્રી સગડી જેવી હોય છે.
    અને પુરુષ દિવાસળી જેવો....
    સગડીને તપતા વાર લાગે છે...!
    અને જો તપી જાય તો પછી....
    ઠરતા પણ વાર લાગે છે...
    જ્યારે દિવાસળી...!!!
    માચીસના એક ઘસરકે સળગી ઊઠે છે.
    અને એને બુજાતા પણ વાર નથી લાગતી....( HA AA VAT SAV SACHI CHHE, GHANI WAR DAJYO CHHU!!!)
    2
  • નિર્દોષ ગુનેહગાર
    મારા દોસ્તો સૌથી અલાયદા એટલે જ મને લાગે છે કે....
    તે સત્ય નિખાલસ પણે કબૂલે છે ....
    તું એમાનો એક છે.... !
    તારામાં સ્વીકાર ભાવ ભારોભાર છે...
    હવે પછીનો "અજ્ઞાની" રચિત બ્લાસ્ટ.....
    જેનામાં સ્વીકાર ભાવ હોય છે. તેનામાં ઊંડી સમજ હોવાની શક્યતા પણ વધુ હોય છે....!
    2
  • Ajay Mahendra
    અનંત તમને અનુભવએ છીએ..... તમારા માટે એક પંક્તિ યાદ આવે છે....
    અનુભવોની અનુભૂતિ ની અભિવ્યક્તી.......
    • Like
    • See translation
    • 9 y
  • Arun Shah
    ठहर जाना.. मेरी फितरत नही है.. !
    मै सफर मे भी एक सफर रखता हूँ.. !!
    3
  • નિર્દોષ ગુનેહગાર
    Ajay Mahendra .. વ્હાલા ... હું પણ અનંત ને અનુભવું છું તમારી જેમ જ ....
    તમે તો યાર ચમત્કૃતિ સર્જી અનંત માટે >>>અનુભવોની અનુભૂતિ ની અભિવ્યક્તી.......મસ્ત ... … 
    See more
  • નિર્દોષ ગુનેહગાર
    Arun Shah..... युही कट जाएगा सफर... 🙂
  • નિર્દોષ ગુનેહગાર
    આકાશી તેજપુંજ .... दोस्त , हिंदी या गुजरातीमे लिखो....
    आपकी अंग्रेजी बहोत भारी लगति हें .... ! 🙂 जाने आपने क्या कहा मै तो कुछ समजा ही नहीं...
  • Shree Nasib
    mne tharva varo e ek j nikdyo..ne sadgavva vado pn....pn hve e divasdi .....
  • નિર્દોષ ગુનેહગાર
    રે'વા દો રે'વા દો નાહક દાઝી જશે ..!
    !
    !
    !
    !
    !
    એક તણખો પણ જો પડશે તો, ભડકો થઈ જશે ...
    અને પછી ભડથું અને બધુ ખાખ ....
    આવું કાંક વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહિતી ને કહ્યું હતું ....
    કારણ કે ,
    નૈ કૌ
    કારણ જાણીને ત્તાર્રે શું કામ છે ..!
  • Shree Nasib
    Navra bethi etlE ky do to hu vachi lais ne vicharva jevu hse to vichari joi....
    Hve karan kho...K su htu
  • નિર્દોષ ગુનેહગાર
    મન નથ ખબર
    કારણ
    જે હતૂ તે તાર્રે શું
  • Shree Nasib
    કાજળ ભર્યા નયન ના કામળ મને ગમે છે... કારણ નહીં આપુ કારણ મને ગમે છે....
    પેલી ગઝલ ની કળી...
  • નિર્દોષ ગુનેહગાર
    ગઝલ !!! ક્યાંથી નીકળી
    !
    !
    !
    !
    !
    એકલે હું એમ પૂછું છું કે હૃદયમાંથી કે પછી મનમાંથી
    નીકળી તો ભલે નીકળી પણ નીકળીને ગઈ ક્યાં ?
    એ તો કે પેલ્લા !
  • Shree Nasib
    હ્ર્દય માંથી...નીકળી ને હ્ર્દય સુધી પોચી ગઇ...
  • નિર્દોષ ગુનેહગાર
    હ્ર્દય માંથી નીકળી એ બરોબર
    મગર...… 
    See more
  • Shree Nasib
    હ્ર્દય ની વાત હ્ર્દય જાણી જ લ્યે....
    .
    .
    એ કાઈ સમજવાની ન પડે..
    સમજાય જાય એમ નેમ જ...
  • નિર્દોષ ગુનેહગાર
    એમ નેમ તો શું
    કોઈ સમજાવે તો
    પણ !… 
    See more
  • Shree Nasib
    ના સમજો તૌ પણ સારુ ને ...
    સમજો તૌ તૌ....
    તૌ ખબર નય...
    પણ સારુ જ થતુ હશે કદાચ તૌ...
    પેલું ગીત યાદ આવ્યુ...
    "કેહવું ઘણુ ઘણુ છે બોલી સ્કાય નહીં...
    બોલ્યા વીના એ કહી દે સુ એવું ન થાય કાંઇ..."
  • નિર્દોષ ગુનેહગાર
    નથીજ સમજતો
    અકલે તો
    સમજાય એને,
    કાં'ક તો થતુજ હશે ને...!
    શું થતુ હશે.?
    એ,
    મન નથ ખબર
  • Shree Nasib
    Hm આ ટૂંકું...
  • નિર્દોષ ગુનેહગાર
    સાવ આટલુ પણ ટૂંકું ના ચાલે
  • Shree Nasib
    Hmm આ માપ નું રેહશે...નય

No comments:

Post a Comment