નિર્દોષ ગુનેહગાર shared a memory.
લોકો માત્ર સવાલો કરે છે..!
સવાલો કરે સારૂ છે પણ દિવા પાછળ અંધારુ છે..!
ખૈર....
ટોળામાં બૌ બોલવાની મને આદત નથી...
જો કે ફાવટય નથી..
બોલવા જાવ તો બફાય જાય એવુય થાય ક્યારેક...
અકલે હુ ને મારો ખૂણો... 
@@@@@@@@@@@@
મને ટોળામાં બોલવાની આદત કે ફાવટ નથી...
Saumya Joshi... અકલે..
હુ મારી નૈ જેવી બુદ્ધિનું પ્રદર્શન....
મારાજ ઘરના એકાંતમા કરૂ છુ....
તમે દર્શન કરો તોય ભલે, ના કરો તોય કાય નૈ....
હાં તો કર્મનું ને..! હાં, એ તો એવું છે ને કે ...
એ છેજ.! એક સિધ્ધાંત છે..! પ્રકૃતિનો...
મારો ભાઈબંઘ અજ્ઞાની કહેતો કે,
યે સારા કા સારા હિસાબ હે...
તુમ્હે જો મિલતા હે, નૈ મિલતા...
મિલકે બીછડતા વો, ફીર મિલતા ....
"અજ્ઞાની" હિશાબકે મુતાબિક સબ ચલતા હૈ.
હિશાબ સારા પુરાના હે, ના કિ આજ કલકા હૈ.
અંતમાં એણે કહ્યું... કે....
"અજ્ઞાની" કોઈ પણ ગુનાહ માફ નહીં થાય ...
હિશાબ છે તો હિસાબમાં કૈ બાદ નહીં થાય...
"અજ્ઞાની"
અને તમને કર્મમા માનવા છતા..!
ન માનવા મજબુર કરતી
આસપાસ બનતી ઘટના...
સમજવા આટલુ સમજો...!
જ્યા સુધી સાચવેલુ સંઘરેલુ છે..!
જે ખુદનુ છે તે વાપરવાનો એ હક્કદાર છે...!
પણ એ નાદાન ક્યા સુધી વાપરશે...
જ્યા સુધી હશે ત્યા સુધી વાપરશે...
એ ભૂલે છે કે પછી કર્મ ભૂલાવે છે કે પછી...???
એ સારૂ પણ આખરે ખરાબીને કારણે ખતમ થશે...!
રાત્રીના અંધારે મહોલ્લામા મા આવેલા ખંડેરમા,
ચાયની ચુસ્કી સાથે અમારા ત્રણેય વચ્ચે..
આવી બૌ બધી વાતો થતી...
"અજ્ઞાની", કહેતો કે આ બ્રહ્માંડમા,
એક અદ્રશ્ય અદાલત છે...!
જ્યા ચૂપચાપ સૌનો ન્યાય થાય છે..!
એ ન્યાયાધીશ એક કાંકરે અનેક પંખી પાડે છે..
એનુ નિશાન અચૂક છે..!
આ બ્રહ્માંડમાં ઘણુ બધુ એવુ છે....!
જે સમજાતુ નથી અમુક અમુકને...!
કોઈ ઘરમા જ્યારે મંદ બુધ્ધિ બાળક જન્મે છે...
ત્યારે લોકો સમજે છે બાળકના,
પૂર્વના કોઈ કર્મને કારણે તે આ દશામાં જન્મ્યું છે..
પણ હકીકતે એવુ નથી હોતુ.
કારણ કે બાળક ને બુધ્ધિ હીન રાખવામાં આવ્યુ છે.
જે સંસારની બધી બાબતોથી અજાણ છે, અબુધ છે.
ખરેખર સજા તો એ વ્યકતી,
એ કુટુંબ એ ખાનદાનને..
આપવામાં આવે છે,
જે ઘરમા સજાના તૌર પર એક બાળક જન્મે છે,
સજા રૂપે એવુ બાળક જનમ્યુ છે જેને/જેની હાલત,
જોઈ જોઈને એ વ્યક્તિ એ પરીવાર....
ક્ષણ ક્ષણ રીબાય પીડાય અને જ્યારે જ્યારે....
બાળક સામે જુવે ત્યારે રૂવે...
જ્યા એવુ બાળક જન્મ્યું છે, જે,
મંદ બુધ્ધિ છે.!
ખૈર.... બૌ ગહન વિષય છે,
સમજવા સમજાવવા જન્મો ઓછા પડે...!
પછી પણ પૂર્ણ સમજી સમજાવી શકાય નહી, કદાચ..,
એવા આ ઊંડા વિષયની ચર્ચા સાથે,
અમારી ચાયની પીયાલી ખતમ થતી.
વાત વાતમા વાતના અંતે અનંતે કહ્યું હતું કે,
છેક લગી એ કોઈનેય સમજાતુ નથી "અનંત"
કે, હીશાબ જૂના ચૂકતે થાય છે કે, નવા ચડત..!
"અનંત"
अंत तलक कोई ये नही जान सकता हे "अनंत"।
की, हीसाब पुराना चूकता होत हे या नया बढत।
" अनंत"
બસ આનાથી વધારે સારૂ ખરાબ,
કહેતા બોલતા કે લખતા મને નૈ ફાવે... !
આ બધી વાતો પણ.,
ભાઈબંધોની જૂની વાતો અને યાદોના સહારે કહી છે..
આમા મારૂ કૈ કરતા કૈજ કહેલું/ લખેલું નથી..!
હોય તોય જરીક હોય પા શેરમાં પૂણી.
ખૈર....
Saumya Joshi જલ્સા કરો તમ તમારે આમાં કાય ગહન કે આશ્ચર્ય પામવા જેવુ નથી....
આ પણ મો પર કે સામી છાતીએ, સ્વીકારવું કે પછી, પાછળથી માનવું..., જરૂરી નથી....
હવે આગળ ની વાર્તા...
Saumya Joshi કહેશે/કહે છે ..!
@@@@@@@@@@@@@@@@@@@@
કર્મના સિદ્ધાંતનો ઉપદેશ આપણા દેશના જનમાનસમાં મજબૂતીથી જડાઈ ગયેલ તો છે જ પરંતુ આજે વિદેશોમાં પણ એટલોજ પ્રચલિત છે. ગઈ કાલે એક મિત્ર જોડે આ વિષય પર ચર્ચા જામી. એમણે કહ્યું કે તેઓ કર્મના સિદ્ધાંતમાં દ્રઢ રીતે માને છે અને એને માટે પુરાવા પણ આપી શકે છે. કહે કે એમના વતનમાં કોઈક ભ્રષ્ટ રાજકારણી/વેપારી છે જેણે વર્ષોથી અવળા માર્ગે ધન મેળવ્યું છે. કેટલાય ગરીબોની મિલકત પચાવી પાડી છે અને ખેડૂતોને પૈસા ધીરી એમની જમીન છીનવી લીધી છે. આખું જીવન મોજ-મઝા અને અહંકાર સાથે વ્યતીત કર્યું છે. જીવનની ઢળતી સંધ્યાએ એમની પત્નીને કેન્સરનો અસાધ્ય રોગ લાગ્યો છે અને વિશ્વનો કોઈ ડોક્ટર એને બચાવી શકે એમ નથી. હવે તે પણ માનતા થઇ ગયા છે કે પોતાના કર્મોનો બદલો અહી જ મળી જાય છે.
ઉપર અપાયેલ ઉદાહરણ જેવા અસંખ્ય ઉદાહરણો આપણા જોવા-જાણવામાં આવતા જ હોય છે. અને કોઈ અને કોઈ રીતે એમને માનવીના કર્મ સાથે સાંકળી લેવામાં આવે છે. મેં મારા મિત્રને કહ્યું કે "એ ભ્રષ્ટ રાજકારણીના દુષ્કર્મોનું ફળ જો એમને પોતાને કોઈ અસાધ્ય રોગ દ્વારા મળ્યું હોત તો મારા માનવામાં આવ્યું હોત. પરંતુ અહી તો એમની પત્નીને 'પાડાને વાંકે પખાલીને ડામ' જેવું સહેવાનું આવ્યું છે. જેણે દુષ્કર્મો કર્યા નથી, એ દુ:ખ સહે છે જ્યારે દુષ્કર્મ કરનાર તો મોજ થી હરે-ફરે છે. આપનું ઉદાહરણ તો આપના જ મતથી વિપરીત છે!"
મારા નોંધવા મુજબ મોટા ભાગના દુષ્કર્મ કરનારાઓ સુખી-સ્વસ્થ જીવન જીવી જતા હોય છે તો સામે છેડે સીધા-સાદા લોકો રીબાઈ રીબાઈને જીવે છે અને મરે છે. જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી કર્મનો સિધ્ધાંત એક થીયરી તરીકે મને માનવો બહુ જ ગમે પરંતુ જીવનમાં આસપાસ બનતા બનાવો મને એમાં ન માનવા પ્રેરે છે.
મિત્રો, 'કર્મ'નો સિધ્ધાંત ભલે અતિ ગહન અને પેચીદો હશે, પરંતુ આપ સૌનો મત જાણવું ગમશે!



No comments:
Post a Comment