Friday, 6 January 2023

અનંતની સંઘર્ષ યાત્રા

 "અનંતના જીવનની, સંઘર્ષની સત્ય ઘટના"

^^^^^^^^^^^^^^^^^^^^

મહેનત,મજદૂરી ને મજબૂરીના એ દિવસો... 

અને એના કારણે ત્યાગેલી સહજ ઈચ્છાઓ... 

અનંત સંઘર્ષ ના એ દિવસો... 

આજ પણ હુ ભૂલી નથી શકતો....

મારા પર એનુ અઢળક રૂણ છે..! 

એ ન હોત તો કદાચ હુ પણ ના હોત.. 

વર્ષો પહેલા.... 

ઘટેલી સત્ય ઘટના..... 

બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો

અનંત પોતાના કામમાં મશગુલ હતો... 

ત્યારે.... 

ધોધમાર વરસાદમાં પલળતા પલળતા.. 

આનંદ મસ્તી કરતા કરતા મિત્રોએ આવીને, 

અનંતને કહ્યુ, 

અલ્યા અનંત આખો દિવસ બે ભઠ્ઠી ની આગ વચ્ચે તપે છે, પરસેવે તો તું રોજ ન્હાય છે ચાલ ચાલ આજ અમારી સાથે આપણે વરસાદમાં ભીંજાઈએ.! 

કશું જ બોલ્યા વગર લાચાર નજરે.... 

મિત્રો સામે એક નજર કરી, ફરી અનંત ચુપ ચાપ પોતાનું કામ કરવા માંડે છે. 

વરસાદમાં ભીંજાયેલા મિત્રો, અંદર આવીને કહે છે. 

કેમ લ્યા અનંત સાંભળતો નથી કે ? 

અનંત અંદર હતો છતાં પણ પલળેલો હતો. 

એક મિત્રએ આશ્ચર્યથી પૂછ્યું, 

અલ્યા છત તૂટેલી છે કે?

બીજો બોલ્યો... 

કે પછી, નળીયા ચૂવે છે.?

અનંત નીચું જોઈ જાય છે. 

મિત્રોની મજા ના બગડે એટલા માટે.

બધા મિત્રો  મસ્તીમાં છે. 

અનંત મૌન..... 

મૌન અનંત આવેલા ભાઈબંધો સામે જુવે છે 

અનંતના હોઠ કરૂણ મલકે છે. 

મગર... 

અંદર અંદર અનંત રડે છે... 

ચહેરો અને આંખો લાલ તગ તગ... 

બે ભઠ્ઠી વચ્ચે "અનંત" પરસેવે લથ બથ... 

"અનંત" ની સંઘર્ષ યાત્રા માથી..

No comments:

Post a Comment