Monday, 30 January 2023

હાજર જવાબી

 વર્ષો પહેલાની વાત છે.... 


ભઈ. મારી પાસે જે છે તે બધુ વર્ષો પહેલાનું જ છે... ! 


અને જે છે, એ છે, એનુજ છે ! એમાં મારુ કાય નથી...! 


હશે તે દિ' હું હામેથી કૈ દઇશ હોં, .. 


તો,  વર્ષો પહેલા વાતના અંતે એણે કહ્યું હતું કે....  


મને આંખોથી પીતા આવડે છે..!  આંખોની પિયાલી .. !  


કાયમ જે સવાલ પર સવાલ પૂછે એને સવાલી કહેવાય. 

હર સવાલના જવાબ આપે એને હાજર જવાબી કહેવાય.  


એતો ભૈ કોની બે હથેળી ટકરાય છે એના પર નિર્ભર છે. 

જો કિન્નરની ટકરાય તો તબોટા નહીં તો તાલી કહેવાય.  


નશીલિ આંખોથી પાઈને પીવાની મનેય ખૂબ ફાવટ છે.    

કોણે કહ્યું બોતલથી પાય કે પીવે,  એનેજ શરાબી કહેવાય.

 

ખભે ભાર ઊચકતો મજૂર પણ મનથી હળવો હોય છે સાંજે, 

આખો દિ’મન પર ભાર લઈને જીવે, એ પણ હમાલી કહેવાય. 


એ ખરો  ભરેલો જેવુ મન ભરેલું હો' નિજ આનંદથી. માત્ર– 

પૈસાથી છલોછલ હોય, એને પણ આમ તો ખાલી કહેવાય.     


અંતસ્ફુરણા થાય ને લખાય બોલાય તો વાત જુદી જ છે. 

બોલે છે ઘણાય પણ વાંચેલુ બોલે, એને કિતાબી કહેવાય.  


ખરી મજા એમાં છે. કે ખરાબ વાતો ભૂલી જઇયે તો સારું.     

પણ જો સારી વાતો ભૂલી જઇયે તો, એ ખરાબી કહેવાય.


જો આટલી વાત સમજાય તો ઠીક છે, “અનંત” બાકી જે-

સારી ખરાબ બંને વાત યાદ રાખે એને હિશાબી કહેવાય. 


“અનંત”


*બ્લાસ્ટ*1  

“અજ્ઞાની” અનુભવે તું પામ. 

ઉછીનું જ્ઞાન આવે નહીં કામ. 

"અજ્ઞાની"


*બ્લાસ્ટ*2 

પછી તારિયે વાહિયાત વાતોની વાહ વાહ થશે..!

“અનંત”......... પ્રથમ તું  હસ્તી મહાન થઈ જા..!      

"અનંત" 


જોકે એને એવું કાય હતું જ નૈ...! 


ભૈ એનું તો હતું એવું...  

કે નિજ મસ્તીમાં રહેવું ... 

કોઈને કાયજ ના કહેવું... 


લો, આ મે કહ્યું... રાજી...?  :)


https://m.facebook.com/story.php?story_fbid=636437991426436&substory_index=636437991426436&id=100002991311961&mibextid=Nif5oz

No comments:

Post a Comment