Saturday, 29 April 2023

એક હતું પીંજરુ

 *બ્લાસ્ટ* 

"અનંત" બંધન માં મુક્તિ ની અનુભુતી એટલે પ્રેમ..... 

નિનિર્દોષ ગુનેહગાર shared a memory.

 
Shared with Only me
Only me
હાં પણ.!
!
!
!
!
!
તો પણ ટાઈઢ વાય
ને જીસમ ઠુંઠવાય તો,
કાં'ક તો ઉપાય કરવો પડે કે નૈ
હું એમ કૌ છું.! 😉

ર્દોષ ગુનેહગાર

4 January 2015  
Shared with Public
Public
http://pkatira.blogspot.in/2014/09/blog-post_64.html#links

"રૂપાળું પીંજરુ "
************

એક હતું પીંજરુ હાં, સુંદર મજાનું રૂડું રૂપાળું પીંજરુ....

એ પીંજરામાં પહેલા નાનકડો અમથો દરવાજોયે હતો પણ !

( જોકે આમ તો ખુલ્લો જેવો જ હતો ....)

દરવાજાનું ખૂલવું કે બંધ થવું એ પણ ક્યાં પીંજરાના હાથમાં હતું....

કોઈ ઊઘાડે કોઈ બંધ કરે જેને જેમ ફાવે એમ કરે ....

પીંજરુ એનું એજ રહે બસ પંખી બદલાય....

એક આવે એક જાય....

એ પીંજરામાં કેટલાક એવા પંખીઓ પણ આવ્યા....

જે જાતે આવી પુરાય....

જ્યાં સુધી મજા આવી મોજથી રહ્યા....

જ્યારે જ્યારે એની ચાંચમાં ચળ આવી ....

ત્યારે ત્યારે એ પંખી પિંજરના સળિયે ચાંચ ઘસતા રહ્યા....

ક્યારેક પીંજરાને પણ પંખીની ચાંચો નો સ્પર્શ ગમતો...

પણ !, "જે ગમતું તેજ પીડા પણ આપતું વધુ ... "

આમ સમય જતાં પિંજરના નાજુક સળિયા ધીરે ધીરે ઘસાતા ગયા ...

એક પણ પંખીએ કદિ એવું ના વિચાર્યું કે પિંજરાને પણ વેદના થતી હોય છે .....

આમ ધીરે ધીરે , દિવસે દિવસે...

મજબૂત પીંજરાનો દરવાજો નબળો પડતો ગયો !

'ને પછી જાતે જ આવી પુરાયેલુ પંખી અકળાવા લાગે છે ...

પીંજરામાથી છૂટવા માટે મથવા લાગે છે...

ગુસ્સે થઈ પિંજરના નાજુક દરવાજાને પોતાની તીક્ષ્ણ !

ચાંચ વડે તોડવાની કોશિશ કરવા લાગે છે....

એમ કરતાં કરતાં એક દિવસ ....

પીંજરાનો દરવાજો તૂટી ગયો ને પંખી ઊડી ગયું..... !

કેટલા આવ્યા કેટલા ગયા...

જેટલા આવ્યા એટલા ગયા ....

પીંજરાને સાવ એકલું છોડીને.....

એક પણ પંખીએ એવું ના વિચર્યું કે,,,,

પંખી વિના પીંજરુ પણ સૂનું સૂનું થઈ જતું હોય છે.......

પીંજરાને ઘણી વેદના થઈ ...

પીંજરુ મુંજાયું , મુરજાયું, અકડાયું, રડ્યું ,પીડાયું,

અને સાવ..કરતાં સાવ... એકલું પડી ગયું ! પીંજરુ...!

પીંજારાને ઘણું બધુ સમજાયું....

બસ ત્યાર પછી ક્યારેય પીંજારામાં દરવાજોજ ના નાખ્યો .....

સાવ...! હાં...! સાવ કરતાં સાવ ખુલ્લુ જ થઈ ગયું પીંજરુ ....

જે આજે પણ સાવ ખુલ્લુ જ છે....

પછીથી એ સમજાય પણ ગયું પિંજરાને કે...

પીંજરુ મારુ પણ એના પર મારો અધિકાર કેટલો...?

આ નાનકડું પીંજરુ મારૂ પણ માલિક નથી હું એકલો !

કેટ કેટલાના અધિકાર આ નાનકડા રૂપાળા પીંજરા પર.....

બંધન કરતાં મુક્તિનું મહત્વ કેટલું !

સમજાઈ ગયું.....

જોકે પીંજરુ ક્યાં કદિ પંખીને બાંધતું ...!

કર પંખી તું ગૌર, તને બાંધનાર 'હું 'કે કોઈ ઔર...?

અને સાંભળ જરા આ ભીતર ઊઠતો વેદનામય પીંજરાનો શૌર ..

પછી, એક દિવસ બધો શૌર શાંત થઈ ગયો....

પણ હે પંખી શું તું એ જાણે છે ...?

કે, શાંતિમાં પણ શૌર હોય છે ...?

પંખી નું શું એતો ઊડી ગયું ...

પીંજારને ખૂબ વેદના થઈ ...

પીંજરુ વેદનામય....

છતાં !

જે પોતે કરી ન હતી એવિ બધી ભૂલ પણ !

બે ગુનાહ પીંજારએ સ્વીકારી ..

પીંજરાને ભીતરી જ્ઞાન થયું...

બંધન કરતાં મુક્તિનું મહત્વ કેવું, અને કેટલું..!

એ પીંજરાને સમજાયું....

બંધ રહેવા કરતાં ખુલ્લુ રહેવામાં કેટલી મજા હોય છે...

એ પીંજારાને સમજાઇ ગયું.....

અને ત્યાર પછી કદી કોઈને બાંધવાની કોશિશ નથી કરી....

આજે પણ પીંજરુ આવનારને પ્રેમથી આવકારે છે....

અને જનારને રોકતું નથી....

જાણે પિંજરાને પોતાની કોઈજ નીજી ઝંખના ના રહી હોય.....

ખુલ્લા પણામાં જ હોય છે.....

પરમ આનંદ ની અલૌકિક અનુભૂતિનો અહેસાસ....

બસ હવે પોતાનાજ પિંજરમાં એ ખુદ એક સાવ નાનકડું પંખી

બનીને છેક છેવાડે એક ખૂણામાં બેસી જોયા કરે છે....

પિંજરમા આવતા ને જતાં "અનંત" પંખીની આવન જાવન........

હજુયે ઘણા એવા પ્યરા પંખી આવે છે.....

જેને ખરેખર બધાવવું છે , પુરાઈ જવું છે આ પિંજરમાં......

પણ નહીં એવિ ભૂલ હવે કદી નહીં ...!

તેથીજ હવે કોઈ પંખીએ આ પીંજરાથી ડરવાની જરૂર નથી...
આ પીંજરુ સાવ ખુલ્લુજ છે, હવે એને દરવાજાની જરૂર નથી....

કે નથી રહી પીંજરાને કોઈને બાંધવા કે બંધાવવાની ઈચ્છા.....

આવવું હોય એને આવવા દ્યે જવું હોય તેને પ્રેમથી જવા દ્યે...

ખુદ ખૂલીને રહે , પંખીને પણ મુક્ત ગગનમાં ઉડવા દે.....

પિંજરના દરવાજા કાયમ માટે ખુલ્લા છે.....

બધા બધા ને બધાજ માટે........

જેને જ્યારે આવવું હોય આવો....

હે, પંખીઓ જ્યાં સુધી મન પડે ત્યા સુધી રહો...

'ને પછી ....

એ... ય..ને..... સૌ ઊડો મુક્ત ગગનમાં ....

આ પીંજરુ હવે કોઈને પુરશે નહીં પોતાનામાં ...

આ પીંજરુ હંમેશાને માટે હવે સાવ ખુલ્લુ જ છે....

અંતમાં પીંજારાને એ પણ સમજાયું કે ....

આ ભીતર રહેલું પંખી, 'ને આ, ખુલ્લુ રૂપાળું પીંજરુ....
“અનંત “કઈ જ ના મારુ બધુ તારું તારું ને બસ તારું...

*બ્લાસ્ટ*

"અનંત" માત્ર પીંજરુ બદલે છે ,માત્ર પીંજરુ જ બળી જાતું ...
પણ આ પંખી ! એતો એનું એજ રહે છે, પંખી નથી બદલાતું...

"અનંત"

"અનંત" માત્ર પીંજરુ બદલે છે..!
અને માત્ર પીંજરુ જ બળી જાતું ...

પણ આ પંખી ! એનુ એજ રહે છે.!
"અનંત "આ પંખી નથી બદલાતું...

"અનંત" 
See less
Edit
All reactions:
Kaushik Savariya, Ajay Mahendra and 44 others
25
9
Like
Comment
Share

Comments

No comments:

Post a Comment