Tuesday, 4 April 2023

ઘોઘીની છાતી પરથી ઓઢણી સરકી ગઈ...

 બે, મતલબ કી બાતે.! ૧

અને, પછી શું થયું ..?

!

!

!

!

!

!

ઘોઘા ..?

પછી ની વાત પછી ..!

ઘોઘી અતારે મને કાય ખબર નથી..!

ગઈ કાલની અધુરી વાત ને આગળ ચલાવવા 

ઘોઘીએ આવતા વેંત પૂછ્યું .

પછી શું થયું ઘોઘા ..? 

કારણ વગર કંટાળેલા ઘોઘાએ કહ્યું .

પછી ની વાત પછી ..!

ઘોઘી અતારે મને કાય ખબર નથી..!

ઘોઘાની બાજુમાં સોફા પર બેસતા ઘોઘીએ ઘોઘાને વઢીને કહ્યું . 

તો એકજ વખતમાં વાત પૂરી કરી નાખતો હોય તો ..! 

હાં ભલે આવતી વખતે એમ કરીશ બસ ... 

આમ કહેતા ઘોઘાને અડીને બેઠેલી ઘોઘીને 

ઘોઘાએ કહ્યું...  

જરા આઘી ખસ અતારે મને ઊંઘ આવે છે ..

ખોળામાં સુઈ જા..

આવુ ઘોઘી મનોમન બોલી પણ પછી 

હુહ ..! કરતી ઘોઘી ઉભી થઇ એકલે ઘોઘો લાંબો થઈને સોફા પર સુઈ ગયો. 

ઉંઘણસી તેમાં..! તું સૂઈજા હું જાઉં છું..!

એમ કહી ઘોઘી ઉભી થઇ ચાલવા લાગી ... 

ઘોઘી ઉભી થઇ એકલે ,

સોફા પરથી સરકતો ઘોઘીની ઓઢણીનો છેડો પકડી 

ઘોઘાએ ઘોઘીને પાછી ખેંચતા કહ્યું .   

બેસ ઘોઘી બેસ .!

છણકા કરમાં..! મેં તને જવાનું નથી કહ્યું .

ઘોઘાના ખેંચવાથી છાતી પરથી સરકી ગયેલો 

ઓઢણીનો છેડો ઘોઘાના હાથમાંથી સેરવી સરખો 

કરતા ઘોઘીએ કહ્યું.

તો શું કરું બેસીને, તું તો ઊંઘમાં છે !

હાં પણ,  તો પણ, 

શું હાં પણ , તો પણ કરે છે ઘોઘા ... 

કંઈ વાત હોય નહી, 

હોય તો તને યાદ હોય નહી .  

પુછુ તો તું પછી પર વાત ઠેલે ..!

અને પછી પુછુ તો પાછો તું ભૂલી જાય ... 

ઘોઘી સોફાથી થોડીજ દુર ઉભી હતી ... 

સોફા પરથી સરકેલો અને પછી ઘોઘાના હાથમાંથી 

ઘોઘીએ પાછો સેરવેલો ઓઢણીનો છેડો 

હજુ પટમાં પથરાયેલો જ હતો. 

સોફા પર સુતેલા ઘોઘાએ આડો થઇ હાથ લંબાવી પટમાં પથરાયેલો ઘોઘીની ઓઢણીનો છેડો ખેંચ્યો ...

ઓઢણી સાથે ઘોઘી પણ ખેંચાય આવી ... 

એકલે ઘોઘાએ ઘોઘીને સોફા પર બેસાડતા કહ્યું .  

બધી વખતે વાત કરવી જરૂરી નથી હોતી ઘોઘી... 

ક્યારેક એમનેમ ચુપચાપ એકબીજા સામે

એક બીજા સાથે બેસવાની પણ.! 

એક અલગજ મજા હોય છે !

ઘોઘીને ઘોઘાની વાતમાં દમ લાગ્યો

એકલે ઘોઘી ઘોઘાએ ખેંચેલી ઓઢણી સરખી કરી

ઘોઘો સોફા પર સુતો હતો પણ

સોફા પર આગળ થોડી જગા હતી

ત્યાં ઘોઘી ચુપચાપ બેસી ગઈ ... 

છાતી પરથી ઓઢણી સરખી કરતી ઘોઘી ને જોઈ 

ઘોઘાને વર્ષો પહેલાં ભાઈબંધ ના ભાઈબંધ અનંતે 

લખેલી વાત યાદ આવી ગઈ... 

*બ્લાસ્ટ* 

છાતી પરથી સરકી ગયેલી સાડી સરખી કરતી સ્ત્રી 

કે પછી, 

છાતી પરથી સરકી ગયેલી ઓઢણી સરખી કરતી છોકરી. 

"અનંત" અલૌકિક લાગે છે. 

હું આવુ બધુ જોઈને જુમી ઉઠુ છું જીવી જાઉ છું 

"અનંત" 

ગમે છે મારી નકટી આંખોને પણ 

આવુ "અનંત" અલૌકિક દ્રશ્ય જોવુ. 

છોકરીની છાતી પરથી ઓઢણીનુ સરકવું, 

'ને પછી સરખકેલી ઓઢણીને સરખુ કરવુ. 

"અનંત" 

અંતે અનંતે પેલીને જે છેક મનમાં... 

ભીતર ઊંડે ઊંડે હતું તે બે શરમ થૈ કૈયજ દિધુ કે, 

છાતી પરથી ઓઢણી સરકી જવાથી તુ 

લજવાણી 

તું શરમાણી મારી સામે 

તારી એ લજ્જા તારી એ શરમેજ 

મને બેશરમ કર્યો છે. 

એટલે જે ત્યારે નહોતો કહી શક્યો, 

તને એ આજે કૌ છું કે, 

તારી છાતી પરથી ઓઢણીનુ સરકવું, 

'ને પછી, 

લજ્જતા ની મારી 

તારી એ સરખકેલી ઓઢણીને તારૂ સરખુ કરવુ. 

એ જોતાં તેદિ' હું તારી એ અદા પર "અનંત" 

મરી ને જીવી ગયેલો... 

"અનંત" 










No comments:

Post a Comment