Tuesday, 4 April 2023

પ્રેમમાં ઓગળવાની મૌસમ...

 *બ્લાસ્ટ* 

સળગીને પલળીને ઓગળીને 

છે આ પ્રેમમાં એકમેકને ઠરવા ઠારવાની મૌસમ. 

ચાલ આપણે સળગી જૈએ. 

પલળી જૈએ ઓગળી જૈએ. 

એક બીજાની આગૌશમા 

તનમનને ઠારીને ઠરી જૈએ. 

પલળવાની મૌસમ છે ચાલ બંને સાથે પલળી જઈએ.

પાણીમાં સળગાવાની મૌસમ છે ચાલ સળગી જઈએ.

ઓગળ્યા પછી માટી નવો આકાર ધારણ કરી શકે છે.

આવ "અનંત" પ્રેમને આપવા આકાર ઓગળી જઈએ.

"અનંત"

આ વરસાદી મદમસ્ત મૌસમમા ડાયુ થવાનો

અર્થાત્ ડાયુ થૈ રહેવનો કોઈ મતલબ નથી...

ગાંડુ પણ થવાય નૈ...

કારણ કે,

ભાઇબંધે ચોખવટ કરીને, 

ચોખ્ખી મનાઈ ફરમાવેલ છે.!

તો.?

મે મનેજ પુછ્યું. 

તો શું.? મે મને ચોખ્ખુજ કૈ દિધુ 

પાગલ થૈ જવાય પાગલ.. 😜

************************

આ કાળુ ડીબાંગ આકાશ... 

કાળુ થયા પહેલાં જે હતુ. 

એજ ની લૂ આકાશ છે..! 

ઘર નળીયા મોભીયા છત અછત 

દરો દિવાર પથ્થર પહાડ બગીચા... 

બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને, 

ઝાડપાન સમેત ભીની ભીની જમી છે..!

"અનંત" તનમન સમેત બધુ અર્થાત્

અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી માથાના વાળ...

લથબથ નીતરે છે આખીય પૃથ્વી... 

બસ્સ એક તારી કમી છે..!

હાલ ને હવે બૌ હુશીયારી મારતી...

ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...

વરસાદ આવતાજ બહાર ફળીયામાં અનારાધાર વરસતા વરસાદમાં અનંત ન્હાવા નીકળી પડ્યો 

ફળીયાની વચ્ચો વચ્ચ ન્હાતા ન્હાતા 

આકાશ તરફ હાથ યાની બાહ ફેલાવી ફરતા અનંતનુ ફરતાં ફરતાં અચાનક 

ઉપલા મજલે રહેતી પેલી પર ધ્યાન ગયુ.

કાયમ પરસેવાથી લથબથ અનંત ને જોતી હતી 

એ આજે રવેશમા આવી ક્યારની ઉભી ઉભી અનરાધાર વરસાદમાં ભીંજાતા અનંતને ધ્યાનથી 

એકધારૂ જોઈ રહી હતી. 

આમ તો શીયાળો હોય કે ઉનાળો... 

લઘર વઘર અનંત... 

બે ભઢ્ઢીની આગ અને કોયલાની રાખ 

વચ્ચે સતત તપતો રહેતો....

ચોમાસે પણ એજ આગ વચ્ચે જીવતા અનંતનો પરસેવે નીતરતો લાલઘૂમ ચહેરો જોવા મળતો...

જો કે પેલીને એ પણ ગમતો અને આ પણ ગમ્યો.. 

અર્થાત્ ...

લઘર વઘર હાલમાં પરસેવે નીતરતો અનંત પણ પેલી નેજ નહીં બીજી ત્રીજી ચોથીને પણ ગમતો. 

પેલી તો મોકો મળ્યે અનંતના પરસેવે નીતરતા ચહેરાને પોતાની ઓઢણીથી લુછી પણ આપતી. 

આમ વરસતા વરસાદમાં ન્હાવાનો અવસર

એ અભાગીયાને ભાગ્યેજ પ્રાપ્ત થતો... 

અનંતને જેમ વરસાદમાં ન્હાવાનો અવસર મળ્યો 

તેમ પેલી રવેશમા ઉભેલીને પણ વરસાદમા ભીંજાતા અનંતને જોવાનો મોકો મળ્યો હતો. 

અકલે એ તો બસ અનંતને ન્હાતો જોવામાંજ 

લીન થઈ ગયેલી... 

ગોરા ગોરા અનંતના બદનને 

પલળીને ચીપકેલા ભીના ભીના 

ગંજીની આરપાર અનંતની છાતી 

સ્પષ્ટ ડોકાતી  હતી...

આજે પહેલી વાર વરસતા વરસાદમાં 

અનંતને પાગલ થઈ ન્હાતો જોવાનો લ્હાવો મળ્યો હતો...

અનંને જોવામાં પેલી લીન થઈ ગયેલી...

જોકે અનંત પણ વરસાદમા ન્હાતા ન્હાતા 

આકાશને જોવામાં ને ન્હાવામા તલ્લીન હતો. 

આ તો ફળીયા વચ્ચે ફરતા ફરતા 

અચાનક અનંતનુ પેલી પર ધ્યાન પડી ગયુ... 

જેવું અનંતે જોયું કે પેલી તેને જુવે છે 

તેવુજ બે, શરમ અનંતે 

પલળીને આંખ પર ઢળેલા વાળ બે હાથે ઉપર લઈ 

હથેળી વડે આંખ મોઢા પરથી પાણી નીતારી... 

પેલી સામે જોઈને કહ્યું.... 

ઊપર રવેશમા ઉભી ઉભી 

જો જો શું કરે છે અક્કલ વગરની...

આમ કહી અનંતે પેલીને કહ્યું. 

જો આ કાળુ ડીબાંગ આકાશ... 

કાળુ થયા પહેલાં જે હતુ. 

એજ ની લૂ આકાશ છે..! 

ઘર નળીયા મોભીયા છત અછત 

દરો દિવાર પથ્થર પહાડ બગીચા... 

બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને, 

ઝાડપાન સમેત ભીની ભીની જમી છે..!

ચો તરફ સુગંધ સુગંધ ને નમી નમી છે.! 

"અનંત" તનમન સમેત બધુ 

અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી 

હાથ પગ કાન આંખ માથાના વાળ...

લથબથ નીતરે છે આખીય પૃથ્વી... 

બસ્સ એક તારી કમી છે..!

હાલ ને હવે બૌ હુશીયારી મારતી...

આ બધાની ભેગા ભેગ 

આપણે પણ પલળી જ્ઈએ...

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02naLdmYSeJFk87YymgazvXvXehbBSSkoEZAWkahN87P2qs22u6xBRoJ7h2kTNettgl&id=100002991311961&mibextid=Nif5oz



અજ્ઞાની સરળ હતો અનંત મગર 
જરા અટપટો હતો. 
જો કે અનંત એકદમ સ્પષ્ટ હતો... 
એક મધરાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા 
મે અનંતને પૂછ્યું. 
અનંત તું આખો દિવસ લઘરવઘર હાલમાં 
આગ વચ્ચે કામ કરે છે. 
છતાં તને અનેક ચાહે છે. 
હાં ચાહે છે.! 
પણ શું કામ મારા જેવા 
હાલ બેહાલ લઘરવઘરને ચાહે છે, 
એ ખબર નથી.અનંતે કહ્યું. 
મે કહ્યું. 
તો પણ અનંત એક તું છે કે 
એ તમામ સાથે બેફામ વર્તે છે. 
તેથી પછી તને કોઈ છોડી જાય છે. 
અનંતે વચ્ચેજ કહ્યું. 
હાં પણ છોડતી નથી, છોડી શકતી નથી.! 
અનંતે જો કે સાચુ કહ્યું. 
મે કહ્યું. 
અનંત પછી એના વિયોગમાં 
પ્યારમા એની યાદમાં 
તું કાગળિયા ભરી ભરીને લખે છે. 
અને પછી અસ્તવ્યસ્ત કરી મુકી દે છે.
આવુ આટલુ બધુ લખી લખીને 
જેમતેમ વ્યર્થ મુકી દેવાનો શું મતલબ .? 
મતલબ નહીં પરીયા તલબ. 
અનંતે કહ્યું એ 
જો કે મને કૈ સમજાયુ નહીં 
તો પણ મે કહ્યું એ તો હશે પણ, 
હું એમ પુછુ છું કે આ બધુ 
તું જેના માટે લખે છે,
જ્યાં ત્યાં લખીને મુકે છે,
શું તે કોઈ વાંચે છે.? 
કે પછી તું એને વાંચાવે છે.?
કે વાંચવા આપે છે ખરો.!? 
સુર્રરરરર કરતાક ચાયનો ઘુંટ ભરી 
મારા સવાલના સવાલના જવાબમાં 
અનંતે ભાર મુકીને કહ્યું. 
ન્ના.!
અનંતની જેમજ મે ભાર દૈને કહ્યું 
ક્કાં..? 
અનંતે કહ્યું. 
તો સાંભળ પરીય્યા... 
દુનીયા થી દૂર છેક દૂર દૂર ખુણે આવેલા 
આ ખંડેરમાં, ખંડેરના એકાંતમાં 
હું જૈ કૈ કરૂ છું. 
બોલુ છું લખુ છું. 
એ માત્ર મારો નીજ આનંદ છે. 
કોઈ માટે નહીં મારાજ માટે 
અને મને ગમે છે એટલે કરૂ છું. 
હાં કોઈને ગમી જાય એ વાત નોખી છે. 
અને કોઈ ગમાડે તો ગમે એ વાત અનોખી છે. 
બાકી, 
એમ કહી અનંત થોડી વાર મૌન થઈ ગયો. 
પછી ઉભો થઈ 
દિવાલ પર પેન સાથે લટકતુ લાકડાનું પેડ લઈ 
ફરી ખુરશી પર બેસી ગયો. 
અને એકધારૂ લખવા માંડ્યો. 
લખાઈ ગયા પછી એ પેડ 
મારા હાથમાં પકડાવતા કહ્યું 
લે પકડ જવાબ. 
હું વાંચવા લાગ્યો. 
જેમાં અનંતે લખ્યું હતું કે, 

હું જે કરૂ છું જે પણ કરૂ છું માત્ર મારા માટે કરૂ છું. 
નાચુ છું ગાઉ છું બોલુ છું ને મનમાં આવે તે લખુ છું. 
કોઈ દાઝી જાય મારા પ્રેમમાં તો એમ્માં માર્રો શું વાંક્ક. 
દાઝુ છું દાઝ્યો છું અનેક વખત.! 
દાઝે તો કદાચ એ પણ છે.! 
મગર 
હું જાણી જોઈને કોઈને દઝાડતો નથી. 
કોઈ રમી જાય રમત મારી સાથે પ્રેમના નામે એવુ બને 
બનેજ છે અકસર એવુ મારી સાથે મગર... 
"અનંત" પ્રેમમાં હું કોઈને રમાડતો નથી.
"અનંત" 
અનંતે મારા સવાલના જવાબમાં 
શીઘ્ર લખેલી રચના વાંચી અનંતને પુછ્યુ.
અનંત  અગર તને કોઈ ચાહવા લાગે તો.? 
અગર તને કોઈ પામવા ચાહે તો..? 
અને આજીવન તને પોતાનો બનાવવા માંગે તો.? 
એ તારી સાથે સુખી થાય કે દુ:ખી.? 
દુ:ખ્ખી..! 
અનંત ભાર પૂર્વક શીધ્ર અને સ્પષ્ટ જવાબ આપી દીધો. 
મે પુછ્યું. કારણ.? 
કારણ કે, 
દુનીયા ની દ્રષ્ટીએ હું સુખી નથી. અનંતે કહ્યું. 
હાં એવુ તો મને પણ લાગે છે ઘણીવાર... 
હાં હાં લાગે..! તને પણ લાગે અને લાગેજ..! 
કારણ તું પણ આ દુનિયામાં છે પરીય્યા... 
તું પણ આ દુનિયાનો છે..! 
મે બંને ભાઈબંધો વીષે પુછી લીધુ. 
તો શું તમારી દુનિયા નોખી છે.? અલગ છે.? 
હાં બીલકુલ નોખી અનોખી અલૌકિક છે.! 
અમારી આ દુનિયા.... 
અમારી અને તમારી દુનિયામાં શું ફર્ક છે..? મે પુછ્યું. 
હાં બડો ફર્ક છે, બડો તફાવત છે.! 
મગર શું.? 
એજ કે અમે દુ:ખમા પણ સુખનો 
અહેસાસ કરીએ છીએ..! 
જો કે દુ:ખ નો તો પ્રશ્નજ નથી .! 
કેમકે અમારે મન એજ સુખ છે..! 
તેથી ક્ષણે ક્ષણ અમે 
પરમ ચરમ અખંડ અનંત.... 
આનંદ ની અલૌકિક અનુભુતી કરતા કરતા 
જીવન પસાર નથી કરતા. 
બલ્કે, 
ક્ષણે ક્ષણ અમે 
પરમ ચરમ અખંડ અનંત.... 
આનંદ ની અલૌકિક અનુભુતી કરતા કરતા 
જીવનમાં થી પસાર થઈ રહ્યા છીએ. 
અનંતે જીવન પસાર થાય છે એવુ ન કહ્યું 
મગર એમ કહ્યુ કે 
ક્ષણે ક્ષણ અમે 
પરમ ચરમ અખંડ અનંત.... 
આનંદ ની અલૌકિક અનુભુતી કરતા કરતા 
જીવનમાંથી પસાર થઈ રહ્યા છીએ... 
એવુ કહ્યું. 
જે સમજવુ મને ખૂબ અઘરૂ પડ્યુ એમ નહીં 
બલ્કે સમજાયુજ નહીં.! 
અનંતે ભેદભરમ સભર વાક્ય પ્રયોગ કર્યો. 
જીવન પસાર થવું 
અને 
જીવનમાંથી પસાર થવુ. 
આ બંને વચ્ચે નો ભેદ મને છેક લગી સમજાયો નહીં. 
ખૈર.... 
ફરી મે પુછ્યું 
તો પણ પ્રેમ અને ચાહતના અંતે તને પામનાર... 
દુ:ખીજ થશે તને ચાહનાર... 
એ હકીકત જાણવા છતાં 
કોઈ તને પામવા ચાહે તો.? 
અનંતે કહ્યું પરીયા... 
પહેલા તો તું એ સમજી લે કે, 
પ્રેમ નો કે ચાહત નો ક્યારેય અંતજ નથી આવતો..! 
અને ચાહતના અંતે અગર મને કોઈ ઝંખે 
તો ચોક્કસ મને એ ડંખે 
હું ચાહત વીના જીવી કે જીવાડી ન શકું. 
કેમકે "અનંત" ચાહતનો જ્યારે અંત આવે છે. 
ત્યારે પ્રેમ અને ભીતરની રાહતનો પણ 
અંત આવી જાય છે. 
તેથી 
હું ઉગરી જાઉ અને એને પણ ઉગારી લૌ. 
કૈ સમજાયુ નહીં અનંત મને. 
પરીયા સમજાશે પણ નહીં તને. 
ખૈર... 
હવે કોઈ સવાલ નહીં. 
ગુસ્સે થઈ અનંત વધુ સવાલ પુછવાની 
ચોખ્ખી ને ચટ્ટ મનાઈ ફરમાવી. 
છતાં અસંતોષ ને આધીન મે કહ્યું 
અનંત ગુસ્સે ન થા યાર્ર 
પછી એક પણ સવાલ નહીં પુછુ. 
બસ છેલ્લા સવાલ નો જવાબ આપવા 
મહેરબાની કર યાર્ર
 નૈ તો મારે રાતભર સવાર સુધી ઉજાગરા થશે. 
ઠીક છે જલ્દી પુછી નાખ 
આખરી સવાલ 
આખરી વાર 
મને ખૂબ ઊંઘ આવે છે.! 
અચ્છા..! 
તો અનંત હુ તને 
ફરી એક વાર એજ સવાલ પુછુ છું કે, 
મે પુછ્યું હતું કે, 
અનંત  અગર તને કોઈ ચાહવા લાગે તો.? 
અગર તને કોઈ પામવા ચાહે તો..? 
અને આજીવન તને પોતાનો બનાવવા માંગે તો.? 
એ તારી સાથે સુખી થાય કે દુ:ખી.? 
તે કહ્યું હતું. 
દુ:ખ્ખી..! 
પણ હવે હું તને એમ પુછું છું કે, 
તું ખુદ બેહાલ છે, દુનિયાનાની દ્રષ્ટિએ દુઃખી છે,
એ જાણવા છતાં .
મે પહેલા કરેલી ભુલ સુધારી ને પુછ્યું. 
કોઈ તને તારા દુઃખ સમેત ચાહવાની 
અને ચાહત સમેત પ્રેમથી પામવા ચાહે તો.? 
એ તારી સાથે દુ:ખી થાય કે સુખી..? 
સુખી 
અને એ પણ 
રૂખી સુખી સુખી નહીં બલ્કે લથબથ સુખી.! 
અર્થાત્..? 
અનંત નો અટપટો જવાબ મને  સમજાવ્યો નહીં, 
તેથી ફરી સવાલ કરવાનુ મન થયું 
પણ 
અર્થાત્ એવો સવાલ હૈયે આવ્યો 
મગર હોઠ સુધી આવવાની હીંમત ન થૈ... 
કારણ કે, 
અનંતે ચોખ્ખી મનાઈ ફરમાવેલી... 
મારા અને અનંત વચ્ચે થતો સંવાદ 
ક્યારનો ચુપચાપ સાંભળતો અજ્ઞાની 
સંવાદ ના અંતે દાઢી પર આંગળીઓ ફરવતા ફેરવતા 
મારી સામે જોઈને ગુઢ અને મર્માળું હસ્યો... 
હે ઈશ્વર 
આજ સુધી હું મથુ છું એ બધુ સમજવા 
જે વર્ષો પહેલાં... 
ભાઈબંધો એ કહ્યું લખ્યું છે..! 
પણ સમજાતુ નથી.... 
ખૈર..... 
*બ્લાસ્ટ* 
ખુદ હસ ખુદ રડ અને ખુદ આંસુ લુછ. 
જડી જવુ એ કૈ મોટી વાત નથી. 
 "અનંત ખોવાઈ જવુ એટલે શું એ મને પુછ. 
" અનંત "
આમ હું તો કાંયજ નથી પણ આમ ઘણુ છું. 
 મતલબ થી નહીં, હું "અનંત"તલબથી મળુ છું.
******
અલૌકિક પ્રેમની તલાશમાં ભટકું છું રખડુ છું. 
ઓછુ બોલુ તેથી તને લાગે છે કે હું અકડુ છું. 

મોં ખોલવાની જરૂર નથી. તારે એક શબ્દ પણ 
બોલવાની જરૂર નથી. તું મનમાં જેટલુ બોલે છે. 
એથી વધુ હું મૌન હ્રદયથી સાંભળુ છું. 

એક ના એક દિવસ હું તને મારી 
કલ્પના મુજબની મુર્તી બનાવી દઈશ. 

તું પાષણ હ્રદય છે તો હું કુણી હથોડી 
પ્રેમનું નરમ ટાંકણું છું. 

દૂર રહીને પણ હુ તારા હ્રદયના તાર તાર  
ઝણઝણાવી દઈશ. 
કેમકે ક્ષણે ક્ષણ હું તારા પ્રેમમાં ઝતઝણુ છું. 

તુટ્યા છે, તુટે છે અને તુટશેજ એ જાણવા છતાં 
હું રોજ રોજ નવા સપનાના મીનારા ચણુ છું. 

હજુ પણ શીખુ છું, મને કશુંજ આવડતું નથી. 
આ દુનિયા વીશાળ છે નીશાળ જેમાં હું ભણુ છુ. 

મનમાં હોવા છતાં છોને તું મને તારો ન ગણે. 
જીવનમાં ન હોવા છતાં હું તને મારી ગણું છું. 

આમ હું તો કાંયજ નથી પણ આમ ઘણુ છું. 
 મતલબ થી નહીં, હું "અનંત"તલબથી મળુ છું. 
" અનંત "


આમ હું તો કાંયજ નથી પણ આમ ઘણુ છું. 
 મતલબ થી નહીં, હું "અનંત"તલબથી મળુ છું. 
" અનંત "







No comments:

Post a Comment