अब की नहीं "अनंत" ये सब तब की बाते हे।
जब तडपती थी वो मेरे लीए और मे उसके लीए।
अब की नहीं "अनंत" ये सब तब की बाते हे।
मतलब की नहीं ये "अनंत" तलब की बाते हे।
"अनंत"
બે, મતલબ કી બાતે... ૨
ક્યારેક એમનેમ ચુપચાપ એકબીજા સામે
એક બીજા સાથે બેસવાની પણ
એક અલગજ મજા હોય છે !
ઘોઘીને ઘોઘાની વાતમાં દમ લાગ્યો
એકલે ઘોઘી ઘોઘાએ ખેંચેલી ઓઢણી સરખી કરી
ઘોઘો સોફા પર સુતો હતો પણ
સોફા પર આગળ થોડી જગા હતી
ત્યાં ચુપચાપ બેસી ગઈ ...
ક્રમશ :-
ઘોઘી સોફાપર આગળ બેઠી અકલે ઘોઘીની ઓઢણીના પાછળના પાલવથી ઘોઘાનુ મો ઢંકાઈ ગયુ...
અર્થાત્...
ઘોઘીની ઓઢણી ઘોઘાના મો પર પથરાઈ ગૈ અકલે ઘોઘાનુ મો ઘોઘીની ઓઢણીથી ઢંકાઈ ગયુ એમ..
આવી ગયુ ઘોઘી યાદ આવી ગયુ...
એમ કહી આગળ બેઠેલી ઘોઘીનો ખભો પકડી ઘોઘો સફાળો ઊભો થયો.
એમાં ઘોઘાના મો પર ઢંકાયેલી ઓઢણી ઘોઘીના ખભા પરથી ખેંચાઈ ગૈ...
અને ઘોઘાએ જાણે ઘુમટો તાણ્યો હોય
એમ ઘોઘાના માથા પર ઘોઘીની ઓઢણી ગોઢવાઈ ગૈ..
અરે પણ મારી ઓઢણી...
ખેંચાઈ ગયેલી ઓઢણી લેવા
ઘોઘીએ પાછુ ફરી જોયુ તો,
ઘુંઘટમા ઘોઘાને જોઈ ઘોઘીને હસવું આઈ ગ્યુ...
ઘોઘીને મજાક સુજી અકલે ઘોઘાના માથેથી...
સુહાગ રાતે જેમ લાડો લાડીની માથેથી ઘુંઘટ ઉઠાવે
એમ ઘોઘાની માથેથી ઓઢણી ધીરેધીરે
ઊતારતા ગાવા માંડી..
સુહાગ રાત હૈ ઘુંઘટ ઊઠા રહી હું મે...
પછી ખનખનખન હસવા માંડી...
ઘોઘાએ ગુસ્સે થૈ જાતેજ જડપથી માથેથી ઓઢણી ઊતારી ઘોઘીના હાથમાં થમાવતા કહ્યું.
લે પકડ તારી ઓઢણી..
એટલેજ હું તારી બાજુમાં નથી બેસતો...
ઓઠણી ગળામાં નાખી ઘોઘી ગુસ્સે થૈ બોલી...
ઘોઘાઆઆઆ...
બૌ ફીસીયારી માર મા...
ક્રમશ..

No comments:
Post a Comment