Saturday, 15 April 2023

તરસ અગર અરસપરસ હોય

 વર્ષો પહેલા ભાઈબંધે આવુ કૈ કહ્યુ હતુ કે, 


******અરસ પરસ જો હોય તરસ. **********

*********************************** 

એવું કોણે કહ્યું કે કાયમ તરસ્યા હોય તે જ પાણી માંગે. 

તો શું.? પાણીને પણ કદી પ્યાસાની તરસ ના લાગે?


પાણી પોતાની તરસ કાયમ છુપાવી રાખે... 

મળે જો તરસ્યો તો પ્યાસ છુપાવી નાખે... 


હોય જો તરસ ખરી. અરસ પરસ તો, 


પાણી પણ ! તરસ્યાની પાસે આવે.


આ વરસતા વરસાદને જોઈ નથી લાગતું ?કે પ્રેમ ચોમેર 

નીતરે છે.? નીતરતા પ્રેમને કોઈ તરસ્યાના ઓરતા જાગે.       


વાત પ્રેમની છે, પ્રેમની ખરી તરસની છે.! 

જે હોય બધાને. 

તો પછી સ્વીકારવામાં શરમની કેવી ? 


શરમ જે રાખે એની પ્યાસ ભવો ભવ ના ભાંગે, 

પ્રેમમાં થાય બે શરમ એ પ્રેમથી પ્રેમ નો સ્વાદ ચાખે...! 


પીધા પછીએ જો રહીએ તરસ્યા.... 


એ તો સમસ્યા જ કહેવાય ને ? 


આ સ્થિતીમાં પ્યાસ, પ્યાસા યા તો, 

પાણીમાં કઈક ગરબડ  સમજવી.... 


'અનંત'પ્રેમમાં હોય શુધ્ધતા તો પીતા પીતા પ્રતિબીંબ સાફ,     દે

ખાય એક મેકના .તોજ પાનાર ને પીનાર બેઉની તરસ ભાંગે.  


“અનંત”અરસ પરસ  હોય તરસ સરખી. 


તો છીપાતા લાગે ના વાર. 


જો બન્ને પ્યાસા અને બન્ને પાણી થઈ, 


એક મેકની "અનંત" તરસ છીપાવે.    


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

"અનંત".


https://m.facebook.com/story.php?story_fbid=206822206094155&substory_index=5262164910559834&id=100002991311961&mibextid=Nif5oz

No comments:

Post a Comment