અનંતના વર્ષો પહેલાં.....
ગરબડીયા અક્ષરે લખેલા અને,
આજે ઝર્ર ઝર્રીત થૈ ને ...
સાવ ફાટુ ફાટુ થતાં,
બંધ કબાટમાં કૈદ થૈ પીડાતા
અને પીડા ભોગવી ભોગવીને
પીળા પડી ગયેલ કાગળોમાથી..
(4)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
સ્વચ્છ , શાંત , નિર્મળ જળ પર...
પછી ભરોશો કર.
પ્રથમ, કેટલું સ્વચ્છ છે, ખરેખર
એ જાણવા....
આ રીતે જરા ખાત્રી કર...
જળ ભરેલા પાત્ર ને,
જરા ડહોળી જો .
"અનંત" પછી જો..!
કચરો આવે છે કે નહીં સપાટી પર...
"માણસ માત્ર ઊપર ઊપર સ્વચ્છ જળ,
ને ભીતર છેક તળીયે કચરો ભરેલુ પાત્ર..."
"અનંત"
કઈ કેટલાય ફૂલ વસ્યા હતા મારા મહી. ,
વૃક્ષ પરથી ખરતા, ખરી ને તરતા હતા મારા થકી ...
'ને પછી, મારામાં તરબતર થઈ જતાં ફૂલ.
મને પણ સુવાસિત કરી...
ક્રમશ એ બધા કરમાઈ કરમાઈ ને છેક તળિયે બેસી ગયા....
"અનંત" એ પહેલા, અને, એ પછી પણ, હું એકદમ શાંત હતો.
સ્વચ્છ હતો....
જાણે નિર્મળ જળ...
પણ ,
ફરી આ કોણ આવી ડહોળી ગયું મને,
કે એ મુરજાયેલા ફૂલો બધા ...
ફરી આવી ગયા સ્મૃતિની જળ સપાટી પર..
"અનંત"
બ્લાસ્ટ :- વર્ષો પહેલાં....
અનંતે એની કોઈ પાગલ ચહીતીને આ વાત કહીતી...
કૈ..? એ મન ખબર નથ.! અકલે પુછવુ નૈ..
ભૈ અનેક માથી એકનુ નામ લેવુ દેવુ,
બડુ કઠીન હોય છે..! ખબર છે..!?
પાછો એમા મને તો કૈ હવાદ નૈ...
એક વાર વાત વાતમાં એણે મને કહેલુ....
પરીયા.....
"અનંત" હુ મારૂ જીવી ગયો તુ તારૂ જીવ..
હુ પીડા જીરવી ગયો. જીવન તુ પ્યારૂ જીવ...
અકલે પછી એની અસર તળે મારે કહેવું પડે કે.,
એ મસ્ત થૈ એનુ જીવી ગ્યો હુ મારૂ જીવું છુ...
"અનંત" પીડા પચાવી ગયો હુ સારૂ જીવું છુ....
ખૈર...
ચહીતીને કહીતી એ વાત...
શિયાળે જે તડકો તારી માફક લાગે હું ફાણો
એજ 'અનંત'તને ઊનાળે લાગે છે લૂ વાળો.?
જે સમજાય એનાથી કૈક જુદુ એ કહેતો કાયમ
જે હજુ મન નથ સમજાતુ
"અનંત" ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માંથી.
*બ્લાસ્ટ*
જે જોયુ
મે જોયુ
તે જોયુ.?
કે' જોયુ
શું જોયુ.?
"અનંત"
મે જોયુ
આરપાર
ધારદાર
https://m.facebook.com/photo.php?fbid=695533350556369&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:
Post a Comment