Tuesday, 2 May 2023

ઉછીની સમજણ

એ ગમે તેટલા ગ્રથો વાંચે,

ચાહે કેટલા પણ સંતોના પ્રવચનો સાંભળે...

તો પણ,

એ ત્યાં સુધી સુધરશે સમજશે નહીં.!

જ્યાં સુધી તે ખુદ ઈચ્છા નહી કરે.

આવુ વર્ષો પહેલાં અજ્ઞાનીએ

અનંત સામે જોઈને મારી તરફ ઈશારો

કરેલો અને કહેલૂ 

કારણ.? 

મારાથી કંટાળીને અકલે કે મને,

સત્ય સમજાવી સમજાવીને અંતે....

મારાથી હારી થાકીને કંટાળીને

આ વાક્ય સૌથી પહેલું

અજ્ઞાનીએ મને કહેલૂ ..

અને પછી,

એજ વાક્ય મે,

જીવનમાં કશુજ ના ઉતારતા કે ઉકાળતાં....

બસ માત્ર ગ્રંથો ઊથલાવતા....

અને એવાજ અકલે કે,

એના જેવાજ...!

અકલે કે અક્કલ મઠ્ઠા...!

એમ..!

સંતોના સત્સંગમાં જતા 

અને ટોળે વળતા જગતના

ડફોળો માટે વહેતૂ મૂકેલૂ

*સાર્વજનિક*

વર્ષો પહેલાં....

પછે કો'ક દિ' ટેમ મળશે તો..!

રાતે માંડીને વાત કરીશ...

અતારે આકલૂ અ,જ્ઞાન....

ઓછૂ તો નાજ કહેવાય.. 😊

બ્લાસ્ટ :-

"અનંત" પ્રથમ મનથી શુધ્ધ થા..!

અને પછી, તૂ જાતેજ બુધ્ધ થા..!

બીજો કોઈજ મારગ છેજ નહી..!

ચાહે તૂ યુવાન રે' ચાહે વ્રુધ્ધ થા..!

"અનંત"

*બ્લાસ્ટ* 

ઉછીની સમજણનુ આયુષ્ય સાવ અલ્પ હોય છે. 

ભીતરી નીજી સમજણનુ આયુષ્ય હોય છે "અનંત" 

"અનંત" 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02dHqhh89nQqvdxKwHrEntmi2iGvNTcYYpVpZ12HSaPJBeqTdmu6cQajxoCrYGteU3l&id=100002991311961&mibextid=Nif5oz




No comments:

Post a Comment