Sunday, 21 May 2023

હે મારી પ્રીય ઈશ્વર

વર્ષો પહેલાં ખંડેર ના અંધારે અંધારે 

અને અંતરના અજવાળે અજવાળે 

એકાંતમાં ભાઈબંધે તેની પ્રીય ઈશ્વર સાથે 

વાતચીત કરતાં લખ્યું હતું કે, 

જે લખ્યું હતું એ હું આજે 

વર્ષો બાદ ઉકેલી રહ્યો છું. 

ભાઈબંધે લખ્યું હતું કે, 

હું જાણું છું કે તું બધુજ જાણે છે. 

અને તું એ પણ જાણે છે કે, 

હું માત્ર એટલુ જાણું છું. 

કેટલું એ તું પણ જાણે છે. 

બસ આ ભવમાં એટલુ કાફી છે. 

આગળ ભાઈબંધે લખ્યું છે કે, 

મને કૈજ ફરક નથી પડતો..! 

એવુ કહેવાની મુર્ખામી હું નહીંજ કરૂ. 

મને ફરક પડેજ છે જરૂર પડે છે. 

મગર ફરક પડવા સાથે સહજ સમજ વધે છે. 

અને સમજાય છે કે, 

તું બધુજ જાણે સમજે છે. 

 હું જાણું છું કે તું બધુજ જાણે છે.

અને એ તું એ પણ જાણે છે કે, ધીરે ધીરે 

હું બધુ તો નહીં બલ્કે ઘણુ બધુ સમજી રહ્યો છું.

તું જાણે છે કે, 

હું સાવ ભોળો છું નીર્દોષ છું. 

આ વખતે..! 

તેથીજ તું જુએ છે કે હું યેનકેન પ્રકારે 

પીડા અનુભવી રહ્યો છું.

અને મારી સૌથી નજીક હોવાના નાતે, 

મારી તમામ પીડા, વેદના, વ્યથા ને લઈને 

તું પણ ખૂબજ વ્યથિત થાય છે. 

તું એ બધુજ અનુભવે છે જે હું ભોગવુ છું. 

પણ તેમ છતાં તું કશું કરી શકતી નથી. 

અને કરવુ પણ ના જોઈએ. 

કારણ કે તું ન્યાયાધીશ છે. 

અને તું જાણે છે કે, 

જાણે અજાણે ગયા વખતે મે ઘણી ભૂલો કરી છે. 

મારા થકી કોઈની લાગણી દુભાણી છે. 

અને એજ કારણે હું આ વખતે 

સાવ કરતાં સાવ નીર્દોષ હોવા છતાં 

યેનકેન પ્રકારે સજા ભોગવુ છું. 

એ વાત જો કે નોખી છે કે 

એ નથી સમજાતું કે, 

હિશાબ જુના ચુકતે થાય છે કે, નવા ચડત. 

ખૈર.... 

તું ન્યાયાધીશ છે અને ન્યાયાધીશની ફરજ છે કે,

ગુનેહગાર અગર તેનું સાવ નજીકનુ 

સગુ સબંધી હોય તો પણ ન્યાય ના હીતમાં

તેને સજા આપવીજ પડતી હોય છે.

જો કે બદલાયેલા વર્તનને પણ તું 

ચોક્કસ ધ્યાનમાં લે છે અને 

એ મુજબ તું રાહત પણ આપે છે. 

હું રાહત અનુભવી રહ્યો છું. 

આ તમામ સમજણ મને તેજ આપેલી  છે. 

જે મને ખૂબજ રાહત આપે છે. 

વર્ના ભ્રમ તો રોજે રોજ ભાંગે છે આજે પણ.! 

અન્યથા ભ્રમ ભાંગે ત્યારે.... 

માણસ ભીતરથી આખે આખો 

ભાંગી ને ભુક્કો થઇ જતો હોય છે. 

મગર હું જેમ જેમ મારા ભ્રમ ભાંગે છે. 

તેમ તેમ ભીતરથી વધુ ને વધુ મજબૂત થઈ રહ્યો છું. 

આ ઘટના ને હું તારા તરફથી મળેલી 

સમજણ સમજુ છું અને, 

પરમ ચરમ અખંડ અનંત રાહતની 

અલૌકિક અનુભુતી કરી રહ્યો છું. 

અને એટલેજ મારી સાથે મારી સામે 

દુર્વ્યવહાર, ખોટો વાણી વીલાસ કરતા લોકો 

અને, મનના ઊંડાણે ખીલા ઠોકી ઠોકીને 

ભીતરથી લોહીલુહાણ કરતા લોકો પ્રત્યે 

મને દયા ઉપજે છે.

મારી ભીતર કરૂણા નો ભાવ જન્મે છે. 

 એ તમામ લોકો પર મને પણ...! 

ઈશુની જેમ ખૂબ દયા આવે છે. 

અને એવા બધા લોકો માટે 

મારાથી તારી સમક્ષ 

સહજ પ્રાર્થના થઈ જાય છે. 

અને ભીતર થી એક નાદ ઉઠે છે કે, 

હે મારી પ્રીય "અનંત" ઈશ્વર... 

તું એ બધા ને માફ કરી દેજે 

એ લોકો નાદાન છે, ના સમજ છે, 

એમને ભાન નથી એ શું બોલી રહ્યા છે, 

શું સમજી રહ્યા છે, અને શું કરી રહ્યા છે. 

"અનંત" 

********

હે જગતની સૌથી સુંદર મારી પ્રીય ઈશ્વર... 

 "અનંત" કાળથી તું રહે છે મારી ભીતર...

અને કરે છે યુગો યુગોથી તું સતત મારી ફિકર... 

"અનંત" સર્વત્ર તું હી તું. 

તારૂ સર્વસ્વ હું જ હું, 

મારૂ સર્વસ્વ તું હી તું. 

"અનંત" 

*બ્લાસ્ટ* 

તમે જે જે ધારણા ધારી છે. 

એ ધારણા માત્ર તમારી છે. 

જો કે ધારણા ખુદ તલવાર બે ધારી છે. 

સામેની વ્યક્તિ ખૂબજ સારી છે. 

એ ભ્રમ એ ધારણા માત્ર તમારી છે. 

જો કે એ વાત પણ ખરીજ કે તમે 

એ વ્યક્તિ ના વાણી વર્તન વ્યવહાર કે, 

વીચારને આધીન તેને 

ખરાબ કે સારી ધારી હોય છે. 

અને ધારણા તમારી તદ્દન ખોટી પડે છે. 

અને તમે દુ:ખી દુ:ખી થઈ એને ભાંડો છો 

દોષ આપો છો. 

બસ અહીં જ તમારી ભુલ થાય છે. 

કારણ કે ધારણા તમારી હતી 

ભ્રમ તમને થયો હતો. 

જે ભાંગ્યો અને ભ્રમ નું તો સર્જનજ 

ભાંગવા માટે થતુ હોય છે, થયુ હોય છે. 

માટે અન્યને દોષ દેવા કરતા ખુદના ભાગ્ય ને

ખુદના કર્મ ને મન હ્રદયથી 

સ્વીકારી લેશો તો પછી એટલી પીડા કે 

વેદના નહીંજ થાય 

જેટલી થઈ રહી છે.

ક્રમશઃ

*બ્લાસ્ટ*

છેવટે માણસ કશુંજ નથી કરી શકતો 

પ્રાર્થના સીવાય... 

ચાહે ખુદ માટે કરે યા તો બીજા માટે 

આખરે પોતાના માટે જ થતી હોય છે 

પ્રાર્થના... 

*અજ્ઞાની* 

*બ્લાસ્ટ* 

કારેલુ ક્યારેય કેરી જેવી મીઠાશ ન આપી શકે. 

અને કેરી ક્યારેય કારેલા જેવી કડવાશ ન આપી શકે. 

તુરો, ખાટો અને અંતે મીઠો મધુર... 

કેરી ક્રમશઃ અલગ અલગ સ્વાદ આપશે.. 

મગર કડવી ક્યારેય હીં થાય.... 

સડી જશે પણ કડવાશ ક્યારેક નહીં આપે..! 

જ્યારે કારેલુ કડવુ હોય છે અને 

અંત સુધી કડવાશ સીવાય... 

કોઈજ સ્વાદ નહીં આપે..! 

એ વાત નોખી છે કે કારેલાની કડવાશ... 

પણ.! ગુણકારી હોય છે..! 

પ્રાકૃતિક રીતે 

કેરી અને કારેલુ બંને પોતપોતાની જગ્યાએ 

બરોબર જ હોય છે. 

કેરી કારેલા જેવી કડવી થાય એવુ કોઈ નહીં ઈચ્છે. 

મગર કારેલુ કેરી જેવી મીઠાશ આપે એવી ઝંખના 

ક્યારેક કોઈ કોઈ નાદાન લોકો સેવતા હોય છે. 

જે કોઈ કાળે સંભવ નથી..! 

અને એવી અપેક્ષા રાખનારને 

માત્ર ને માત્ર નીરાશા અને દુ:ખ જ સાંપડે છે. 

"અનંત" 

*બ્લાસ્ટ* 

સારૂ યા ખરાબ 

લખવુ 

બોલવુ 

વાંચવુ 

અને, 

વીચારવુ કે, 

ધારવુ 

સારૂ યા ખરાબ 

"અનંત" અગર જો બંને 

સાવ ની શુલ્ક હોય, તદ્દન મફતજ હોય, 

તો પછી ખરાબ શાને.? સારૂ કેમ નહીં.! 

"અનંત" 

"अनंत" परम तत्व से नाता जोड लिया जाए। 

आखरी और सही मंझिल् को खोज लिया जाए 

"अनंत" अब सबको अपने अपने 

हाल पे छोड़ दिया जाए। 

बुराई जहां जहां पर नजर आए। 

मुंह वहीं से मोड लिया जाए।

"अनंत" 

आंख वाले अंधों की अज़ीब दास्तान 

सच था हाथी , हाथी सच था ,पर  
किसीने सुंढ  किसी ने पूछ.पकड़ी. 

और फिर हाथी तो रहा ही नहीं. 

रहे गया एक खंभा या एक रस्सी.

"अज्ञानी" 

* બ્લાસ્ટ* 

 જેવા તમે હોય એવાજ તમારા હોય, 

એ પણ આમ તો જોકે મહા ભ્રમ છે. 

આ જોયેલી જાણેલી કડવી હકીકત છે. 

અગર જો એવુજ હોતે તો 

સાધુ સમા વ્યક્તિ ના ઘરમાં 

સૈતાન જેવા સંતાનો ન જન્મતે 

અને સૈતાન જેવી વ્યક્તિના ઘરમાં 

સંસ્કારી સાધુ સમા સંતાનો પૈદા ન થતે. 

"અજ્ઞાની" 

તપતુ લોઢું ટીપાય 

તોજ મન ગમતો આકાર આપી શકાય. 

ઢરી ગયેલા લોઢા પર હથોડા પછાડો તો, 

હથોડા સામા અથડાય. 

"અજ્ઞાની" 

*અનંત પ્રાર્થના*

હે મારી પ્રીય ઈશ્વર... 

મારા પરીચય માં આવેલ સૌને 

આત્માની ઊંડી સમજણ આપજે... 

મન ને અનંત મસ્તી આપજે... 

તન ને અખંડ તંદુરસ્તી આપજે... 

આત્મા ને પરમ ઉન્નતિ આપજે..

સાત્વિક આર્થિક સંપત્તિ એવં સમૃદ્ધિ આપજે... 

"અનંત" 





No comments:

Post a Comment