અકળાવવાથી, ગુસ્સો કરવાથી કે દુ:ખી થવાથી
કશુંજ હાંસલ નથી થવાનુ.
યા તો ખુદ બદલો અને પરીસ્થતી બદલવા માટે લડી લ્યો ..!
"અનંત" યા તો જે પરીસ્થતી છે તેને પ્રેમથી સ્વીકારી લ્યો .!
ત્રીજો કોઈજ માર્ગ નથી.!
ખુશ રહેવા, આનંદમાં રહેવા આ બેજ માર્ગ છે..!
"અનંત"
* બ્લાસ્ટ*
અગર તમને કોઈ શાતીથી સાંભળતુ હોય તો પણ
એવા ભ્રમમાં હરગિજ ન રહેવું કે સાંભળે છે "અનંત"
બની શકે કે તમારી વાતમાં એનુ
બીલકુલ ધ્યાનજ ન હોય
અને મનમાં ને મનમાં એ તમને ગાળો આપતુ હોય.
અને બને એવુ પણ કે કોઈ દૂર હોય તોય
તમે મૌન અવસ્થામાં મનમાં ને મનમાં
બોલતા હો તે પણ ખૂબ ધ્યાનથી સાંભળતુ હોય.
અગર બંને ભ્રમ હોય તો,
બીજા ભ્રમમાં રહેવું.
એ થોડુ સુખદ હશે.
સુખ આપશે..!
પેલો ભ્રમ નીશ્ચીત
દુ:ખદ હશે..!
"અનંત "
અનહદ દુ:ખ આપશે..!
"અનંત"
No comments:
Post a Comment