આ વરસાદી મદમસ્ત મૌસમમા ડાયુ થવાનો
અર્થાત્ ડાયુ થૈ રહેવનો કોઈ મતલબ નથી...
ગાંડુ પણ થવાય નૈ...
કારણ કે,
ભાઇબંધે ચોખવટ કરીને,
ચોખ્ખી મનાઈ ફરમાવેલ છે.!
તો.?
મે મનેજ પુછ્યું.
તો શું.? મે મને ચોખ્ખુજ કૈ દિધુ
પાગલ થૈ જવાય પાગલ.. 😜
************************
આ કાળુ ડીબાંગ આકાશ...
કાળુ થયા પહેલાં જે હતુ.
એજ ની લૂ આકાશ છે..!
ઘર નળીયા મોભીયા છત અછત
દરો દિવાર પથ્થર પહાડ બગીચા...
બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને,
ઝાડપાન સમેત ભીની ભીની જમી છે..!
"અનંત" તનમન સમેત બધુ અર્થાત્
અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી માથાના વાળ...
લથબથ નીતરે છે આખીય પૃથ્વી...
બસ્સ એક તારી કમી છે..!
હાલ ને હવે બૌ હુશીયારી મારતી...
ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...
વરસાદ આવતાજ બહાર ફળીયામાં અનારાધાર વરસતા વરસાદમાં અનંત ન્હાવા નીકળી પડ્યો
ફળીયાની વચ્ચો વચ્ચ ન્હાતા ન્હાતા
આકાશ તરફ હાથ યાની બાહ ફેલાવી ફરતા અનંતનુ ફરતાં ફરતાં અચાનક
ઉપલા મજલે રહેતી પેલી પર ધ્યાન ગયુ.
કાયમ પરસેવાથી લથબથ અનંત ને જોતી હતી
એ આજે રવેશમા આવી ક્યારની ઉભી ઉભી અનરાધાર વરસાદમાં ભીંજાતા અનંતને ધ્યાનથી
એકધારૂ જોઈ રહી હતી.
આમ તો શીયાળો હોય કે ઉનાળો...
લઘર વઘર અનંત...
બે ભઢ્ઢીની આગ અને કોયલાની રાખ
વચ્ચે સતત તપતો રહેતો....
ચોમાસે પણ એજ આગ વચ્ચે જીવતા અનંતનો પરસેવે નીતરતો લાલઘૂમ ચહેરો જોવા મળતો...
જો કે પેલીને એ પણ ગમતો અને આ પણ ગમ્યો..
અર્થાત્ ...
લઘર વઘર હાલમાં પરસેવે નીતરતો અનંત પણ પેલી નેજ નહીં બીજી ત્રીજી ચોથીને પણ ગમતો.
પેલી તો મોકો મળ્યે અનંતના પરસેવે નીતરતા ચહેરાને પોતાની ઓઢણીથી લુછી પણ આપતી.
આમ વરસતા વરસાદમાં ન્હાવાનો અવસર
એ અભાગીયાને ભાગ્યેજ પ્રાપ્ત થતો...
અનંતને જેમ વરસાદમાં ન્હાવાનો અવસર મળ્યો
તેમ પેલી રવેશમા ઉભેલીને પણ વરસાદમા ભીંજાતા અનંતને જોવાનો મોકો મળ્યો હતો.
અકલે એ તો બસ અનંતને ન્હાતો જોવામાંજ
લીન થઈ ગયેલી...
ગોરા ગોરા અનંતના બદનને પલળીને ચીપકેલા ભીના ભીના ગંજીની આરપાર અનંતની છાતી
સ્પષ્ટ ડોકાતી દેખાતી હતી...
આજે પહેલી વાર વરસતા વરસાદમાં અનંતને પાગલ થઈ ન્હાતો જોવાનો લ્હાવો મળ્યો હતો...
અનંને જોવામાં પેલી લીન થઈ ગયેલી...
જોકે અનંત પણ વરસાદમા ન્હાતા ન્હાતા
આકાશને જોવામાં ને ન્હાવામા તલ્લીન હતો.
આ તો ફળીયા વચ્ચે ફરતા ફરતા
અચાનક અનંતનુ પેલી પર ધ્યાન પડી ગયુ...
જેવું અનંતે જોયું કે પેલી તેને જુવે છે
તેવુજ બે, શરમ અનંતે
પલળીને આંખ કપાળ પર ઢળેલા વાળ બે હાથે ઉપર લઈ
હથેળી વડે આંખ મોઢા પરથી પાણી નીતારી...
પેલી સામે જોઈને કહ્યું....
ઊપર રવેશમા ઉભી ઉભી
જો જો શું કરે છે અક્કલ વગરની...
આમ કહી અનંતે પેલીને કહ્યું.
જો આ કાળુ ડીબાંગ આકાશ...
કાળુ થયા પહેલાં જે હતુ.
એજ ની લૂ આકાશ છે..!
ઘર નળીયા મોભીયા છત અછત
દરો દિવાર પથ્થર પહાડ બગીચા...
બગીચાનુ ઘાસ વૃક્ષ છોડ ફુલ ક્યારા અને,
ઝાડપાન સમેત ભીની ભીની જમી છે..!
"અનંત" તનમન સમેત બધુ
અંદર બહાર પેન્ટ ચડ્ડી ગંજી
હાથ પગ કાન આંખ માથાના વાળ...
લથબથ નીતરે છે આખીય પૃથ્વી...
બસ્સ એક તારી કમી છે..!
હાલ ને હવે બૌ હુશીયારી મારતી...
ભેગા ભેગ આપણે પણ પલળી જ્ઈએ...
*બ્લાસ્ટ*
સળગીને પલળીને ઓગળીને
છે આ પ્રેમમાં એકમેકને ઠરવા ઠારવાની મૌસમ.
ચાલ આપણે સળગી જૈએ.
પલળી જૈએ ઓગળી જૈએ.
એક બીજાની આગૌશમા
તનમનને ઠારીને ઠરી જૈએ.
પલળવાની મૌસમ છે ચાલ બંને સાથે પલળી જઈએ.
પાણીમાં સળગાવાની મૌસમ છે ચાલ સળગી જઈએ.
ઓગળ્યા પછી માટી નવો આકાર ધારણ કરી શકે છે.
આવ "અનંત" પ્રેમને આપવા આકાર ઓગળી જઈએ.
"અનંત"
No comments:
Post a Comment