Monday, 31 July 2023

દર્શન

ઘોઘો આરામથી સામે પડેલી ટીપોય પર પગ લંબાવી ,

જૂના ઝર્ઝરિત સોફા પર બંને હાથ પર માથું ટેકવી 

સોફાના ટેકે માથું અઢેલી બેઠો છે....

ઘોઘી ઘાઘરા ચોળી પહેરીને ફૂલફટાક તૈયાર થઈને 

ઘોઘાના દરવાજે આવી ઊભી રહી. 

રોજ સાંજ પડ્યે ઘોઘાના ઘરમાં ઘોઘાને મળવા દોડી આવતી ઘોઘી...

આજે ઘરની અંદર ના આવી 

દરવાજે જ ઉભી રહી ગઈ અને બારોબારથી હાઉકલી ... 

એમ કરી ઘોઘાને બૂમ પાડી .. 

ઘોઘા.... એ ...ઘોઘા .. હું જાવ છું હો ને.....! 

ઘોઘાએ અંદરથીજ  પૂછ્યું .... 

પણ અંદર આવ્યા વિના જ ?

હાં..મારે મોડુ થાય છે..! 

ક્યાં જવું છે ...? 

દર્શન કરવા ...! 

કોના ? ઘોઘાએ પૂછ્યું . 

ઘોઘીએ ઉતાવળ હતી અને ઘોઘી એ પણ જાણતી હતી કે

જો અગર ઘોઘા પાસે જશે તો જ્યાં જવું છે ત્યાં નહિ જઈ શકે 

એકલે બરોબાર્થીજ જવાબ આપી દીધો.

તારા... 

ઘોઘો સાચું માની ગયો એકલે ઘોઘીને કહ્યું . 

તો માલિપા આવીને કરી લે ને કોણ ના પાડે છે..! 

ઘોઘાએ ઘોઘીની ફિલમ ઉતારી...! 

ઘોઘા એક તો મને ઉતાવળ છે ને તું .. 

ઘોઘીને ઘરની અંદર નહોતું આવવું તો પણ 

આવી ખબર નૈ કેમ ..! 

મારે મોડું થાય છે ઓલી બધી મારી રાહ જોઇને ઉભી છે 

આમ બબડતી ઘોઘી રૂમજૂમ કરતી અંદર આવી.  

આંગળીમાં ઓઢણી નો છેડો રમાડતી ઊભી રહીને, 

ઘોઘી ઘોઘા સામે છણકો કરતાં બોલી. 

તારા તો રોજ કરું છું ! 

ઘોઘાએ એમ ના પૂછ્યું કે તો આજે કોના દર્શને જાય છે ..? 

ઘોઘાએ એમ કહ્યું. 

તો આજે શું વાંધો છે...? ઘોઘાએ વાયડાય કરી... 

ઘોઘી છેડાઈ ચિડાઈને બોલી ... 

ઘોઘા તું મગજમારી ના કર..! મને મોડુ થાય છે, 

મારી સખીઓ મારી રાહ જોતી હશે મને જવાદે ... ! 

અંતે ઘોઘાએ પહેલા નહોતું પૂછ્યું તે હવે પૂછ્યું . 

પણ એતો કહે કે તું આજે કોના દર્શન કરવા જાય છે ? 

મંદિરમાં દેવના દર્શન કરવા જાઉં છું ..! 

એ...મ....! 

કેમ..? ઘોઘા કેમ ભારમાં સૂર લંબાવીને ભારમાં બોલે છે... ? 

લે બોલ હું તો સાવ હળવો ફૂલ છું ..! 

અને હળવાશથી તને ખાલી પૂછું છું કે તું... 

દર્શન કરવા જાય છે કે કરાવવા ...? 

ઘોઘાએ ઘોઘીને કડવું સત્ય કહ્યું 

મતલબ...? તું કહેવા શું માંગે છે હે...? ઘોઘી ગુસ્સે થઈ ગઈ. 

કહેવા, કહેવાનું શું હોય ...

હું તો ખાલી એમ પૂછું છું કે આમ સજી ધજીને તું.... 

દર્શન કરવા જાય છે કે પ્રદર્શન કરવા... ?

ઘોઘાએ અટકી અટકીને અંતે કૈ જ દીધું ..!

એટલે ..? એટલે તું કહેવા શું માંગે છે હે ! 

હું ગામને દેખાડવા જાઉં છું એમ .!?

હાસ્તો ...એમ નહીં તો કેમ ..!

 આ તો મારો ભાઈબંધ કહેતો કે .... 

"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે "

ઘોઘી ધબ્બ દઈને ઘોઘાની બાજુમાં સોફા પર બેસી ગઈ...! 

લે બેસી કાં ગઈ જા, જા , તારે પ્રદર્શન કરવા નથી જવું ...? 

ઘોઘી ભાર પૂર્વક બોલી. ના ..! નથી જવું .

પણ તારી સખીઓ ...

ઘોઘા ને આગળ બોલતો અટકાવી ઘોઘી બોલી ,

પહેલા, મને, તું, તારા ભાઈબંધે, બતાવેલા, 

દર્શન અને પ્રદર્શનનો ભેદ સમજાવ ... 

લે બોલ એ તો ક્યારનું મે સમજાવી દીધું..... 

તને હજુ નથી સમજાયુ..!!?  બૌ કેવાય... 

ના.! 

હું તારા જેવી અક્કલ વગરની નથી.! 

કે આટલું સરળ મને જલ્દી સમજાય જાય... 

ઘોઘો મુંજાય ગ્યો... 

ઘોઘી શું બોલી એ એને સમજાયું જ નહીં ..

એટલે માથુ ખંજવાળવા લાગ્યો ..... 

બોલ ,બોલ જલ્દી બોલ ! 

ઘોઘી ના કોયડા જેવા જવાબને ઉકેલતો ઘોઘો ઝબકી ને ... 

હ , હ ,હાં હાં.. કૌ છું જરા શાંતિ તો રાખ . 

રાખી,! હવે બોલ ! 

ઘોઘાએ કહ્યું કૈ નૈ હવે તું જતી હતી 

એમાં બેઉ આવી જતું હતું ... ! 

હવે મુંજાવાનો વારો ઘીઘીનો હતો... 

ઘોઘી મુંજાઈને ઘોઘા સામે જોતાં બોલી ,

શું..શું ..ફરીવાર કહે તો...! 

મારી પાસે તારા જેટલી બુધ્ધિ નથી કે ફરીવાર બોલું ...

ઘોઘીએ ઘોઘા સાથળ પર ચીંટિયો ભર્યો.... 

પીડાનો માર્યો કણસતા કણસતા ઘોઘો બોલ્યો. 

ઑ..ઑ...કૌ..કૌ...કૌછું હવે..., 

પણ પે'લા તારી આંગળીની ચીપટી તો છોડ ... 

ઘોઘીએ ચીપટી છોડી, બોલ હવે જલ્દી બોલ નૈ તો... 

ઘોઘીના ચિંટીયાના કારણે.... 

ચચરતી સાથળ પર હાથ ફેરવતા ફેરવતા ઘોઘો બોલ્યો. 

સાંભળ ઘોઘી ધ્યાનથી સાંભળજે બીજી વાર નૈ કૌ કૈ દૌ છું ..! 

ઘોઘીને જાણવાની ખૂબ ઉત્સુકતા હતી છતાં બોલી . 

હાં હવે બીજી વાર સાંભળવું છેય કોને.... 

એક વારમાં તો બૌ થૈ જશે... ! 

અચ્છા તો સાંભળ એ કહેતો કે દર્શન કરવા જવું પડે ,

અને પ્રદર્શન કરવા જવું પડે . 

ઘોઘી ગુસ્સે થઈ શું ગોટાળા વાળે છે ! 

દર્શન કરવા જવું પડે ,

અને પ્રદર્શન કરવા જવું પડે . 

એ તો બધુ એનું એ થયું... 

એમાં અલગ અલગ કે તફાવત જેવુ ક્યાં કશું તે કહ્યું ... 

ઘોઘો પોતાની ને પોતાની આંગળી હોઠ પર ફેરવવા લાગ્યો.. 

ઘોઘી ઘોઘા સામે જુવે છે. 

તો, ઘોઘો છતને તાકે છે.! 

અલ્યા બોલને હવે તું કહેવા શું માંગે છે...! 

ઘોઘો થોથવાયો ... 

ઘોઘી..ઘોઘી... સાચું કૌ ઘોઘી તો, 

મને જે કહેવું છે એ તને કહેતા નથી આવડતું . 

અરે...પાગલ થઈ ગયો છે કે ! 

તને જે કહેવું હોય એ મને કહેતા ક્યાથી આવડે..! 

પણ..પણ.. હું એમ નથી કહેતો , 

શું એમ નથી કહેતો ? એમ નથી કહેતો તો કેમ કહે છે ? 

તો હું ચૂપ રહું હે ઘોઘી હું ચૂપ રહું ? 

કેમ મે ક્યાં ચૂપ રહેવાનુ કહ્યું....? 

હાં તે કહ્યું ને ... એમ નથી કહેતો તો કેમ કહે છે ? 

ઘોઘી ગુસ્સે થઇ ગઈ ... 

ઘોઘા...હવે બૌ લાંબી ના કર.. 

જે કે'વું હોય એ જલ્દી કે' 

હ,,હાં,,, તો હું એમ કહેવા માંગુ છું કે, 

એને જે કહ્યું એ હું તને સમજાવી નથી શકતો... 

મને એટલું જ યાદ છે કે એ કહેતો કે ...! 

"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે... બસ્સ..! 

અંતે ઘોઘી કંટાળીને ઊભી થઈ ઘર ભેગી થઈ ગઈ... 

(ક્રમશ : ) .................

:-બ્લાસ્ટ:- *અજ્ઞાની*

જે વાત કરવામાં ઘોઘો લૌચા મારતો હતો તે 

અંતે મારે કરવી પડી ... 

હાં તો ભાઈબંધ કહેતો કે, 

"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે."

કોઈ જોવા આવે એને દર્શન કહેવાય . 

અને સામે ચાલી બતાવવા જઇયે એને પ્રદર્શન કહેવાય..." 

"અજ્ઞાની"

આ સાથે મે કતિરાએ કરેલ પ્રદર્શનનો એક નમૂનો રજૂ કર્યો છે.  

દર્શન કરી લેજો...:)

કાળનુ કૈ નક્કી નૈ... 

કાલનુ કૈ નક્કી નૈ... 

કાલ હોય કે ના હોય આ જીવ કોને ખબર ..:)

https://m.facebook.com/photo.php?fbid=613771382065900&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz





No comments:

Post a Comment