Friday, 4 August 2023

પારકી ઉછીની સમજણ..!

 *વર્ષો પહેલાં ભાઈબંધ કહેતો હતો કે, 

હું ઈશ્વરે મને આપેલી આગવી સમજ અને બુધ્ધિ નો ઉપયોગ કર્યો વગર કોઈની પણ કહેલી કોઈજ વાત યા પારકી માન્યતા સ્વીકાર તો કે ઈન્કારતો નથી.!

આમેય ઉછીની સમજણનુ આયુષ્ય ખૂબજ અલ્પ હોય છે, જ્યારે કે અનુભવ ની એરણ પર ચડી ભીતરથી આવેલી સમજણનુ આયુષ્ય

 "અનંત" "હોય છે..! 

કોઈ કહે એટલે માની લેવું એ નરી મૂર્ખતા કહેવાય... 

ગૈ કાલે કોઈ કંઈક કહેતું હતુ, આજે કોઈ કૈક કહે છે, આવતી કાલે ફરી કોઈ કૈક બીજુજ કહેશે... 

આદી અનાદી અનંત કાળથી... 

આમ સતત સૌ પોતપોતાની સૌચ વીચાર વ્યક્ત કરતાં રહ્યા છે અને કરતાં જ રહેશે... 

ખૈર... 

મનન મંથન અને ચીર ચીંતાનો વીષય છે સત્ય સુધી એમજ તો નથી પહોંચી શકાતુ.. 🙏

શું ભાઈબંધ ખોટાળો છે.?

શું એ કહે છે એ સાચુ નથી..?

હોય કે ન હોય આપણે શું..* 😜

No comments:

Post a Comment