વર્ષો પહેલા પ્રેમના નશામાં ચકચૂર થઇ ભરપૂર જીવતો, જાગતો અનંત
કહેતો કે, પ્રેમ નો નશો શરાબથી કમ નથી હોતો !
પ્રેમ એક કેફ ....
@@@@@@@@@@@@@@@@@
મહોબતની અસર, અનેરી અસર હોય છે.
ડૂબી જવાય, ગહેરી ગહેરી અસર હોય છે.
અનુભવે અનુભવે, અનુભવ અલગ અલગ,
થાય છે ,હરેક વખતે અદકેરી અસર હોય છે.
હાં! અદભૂત અલૌકિક સોનેરી અસર હોય છે.
નશો જ છે, કસુંબાના કેફ કેરી અસર હોય છે.
જેને મળે મિલન મધુર, તેને અમ્રુત લાગે છે.
ના મળે તે કહે ભઈ ખૂબ ઝેરી અસર હોય છે.
“અનંત” તરસ સતત વધે છે, કેમકે આ પ્રેમ છે.
અને પ્રેમમાં પણ મૃગ જળ કેરી અસર હોય છે.
“અનંત”
બ્લાસ્ટ:-
સબંધો એવા પણ હોય છે , જેમાં બંધન નથી હોતા.
અને ઘણા સંબંધો માત્ર ને માત્ર એક બંધન હોય છે.
જાતે બંધાવા નું મન થાય, અને બંધાયા પછી પણ મોક્ષની અનુભૂતિ થાય એ ખરો પ્રેમ સબંધ હોય છે.
All reactions:
2Kaushik Savariya and Bhavesh ChandaranaComments
Riya Vaidyawah......wah.......kya baat hai pareshji.......bahot khub......
No comments:
Post a Comment