Thursday, 6 July 2023

પણ શું થાય

સાચુ સાચુ સાવ કરતાં સાવ સાચુ છે ભાઈબંધ.! 

પણ શું થાય સમજાવુ પણ જોઈએ ને કોઈક ને, 

હું બપોરે ખંડેર પર ગયો ત્યારે... 

આ ગીત વાગતુ હતુ અને, 

પરસેવો નીતરતો ચહેરો લુછતા લુછતા અનંત 

એકલો એકલો બબડાટ કરતો હતો.! 

ભીતર જૈ મે કહ્યું લ્યા એકલો એકલો 

શું બબડાટ કરે છે.? 

દુરથી તો એવુ લાગે છે જાણે 

કોઈક સાથે વાત કરે છે.! 

હાં તો વાતજ કરૂ છું પરીયા... 

બબડાટ નથી કરતો.. 

મે કહ્યું પણ અહી તો કોઈ દેખાતું નથી 

મને તારા સીવાય અને મારા આવ્યા પછી 

તને મારા સીવાય 

અત્યારે મારા આવ્યા પછી 

આપણા સીવાય બીજુ તો કોઈ અહીં છે નહીં. 

અને મારા આવ્યા પહેલા તારા સિવાય 

આ ગીત હજુ વાગી રહ્યું હતું. 

અહીં કોઈ હતું નહીં તો તું એકલો એકલો 

કોની સાથે વાત કરતો હતો..?

રેડિયો તરફ આંગળી ચીંધી અનંતે કહ્યું. 

આ રેડિયો મા આવતા ગીત ના લેખક અને 

ગાયક સાથે... 


No comments:

Post a Comment