Saturday, 8 July 2023

એક દિ' મે અખતરો કર્યો હતો...

કાયમ હું ભાઈબંધ ના વર્ષો જૂના સાહિત્યને અહી પીરસતો રહું છું સાવ મફતમાં.... 

છતાં મને કઈક મળતું જ હોય છે ...! 

સાવ મફતમાં આપ્યા પછી પણ એવું તે શું મળતું હોય છે મને ? 

એ હું કોઈને નૈ કૌ ક્યારેય.... 

પણ પછી ક્યારેક મનેય કાં'ક લખવાનું મન થાય.... 

અકલે પછી હુય જેવુ આવડે એવું ઠબકારું... 

કાયમ પારકા શબ્દે ઉજાણી કરનાર ...  

paresh katiraa નું કે એના શબ્દોનું આ નવું રૂપ જોઈ કોઈ ચોંકશો નહીં ....! 

કેમકે હું પૂર્ણ પણે પ્રકૃતિ સાથે જોડાયેલો છું ... 

અકલે હવે હું જે કહીશ ,કે  કૌ છું એ પ્રકૃતિ સાથે જોડાયેલું જ હશે /અને છે..!

માટે ચોંકવાને કોઈ કારણ નથી ...!  

પ્રાણી માત્ર પ્રકૃતિને આધીન હોય છે. 

નોંધ :- કોઈ પ્રકૃતિ નામ ધારી નારીએ માથે ઓઢી ના લેવું... 

જોકે ઓઢે તોય મને વાંધો નથી,  

અગર ઓઢશે તોય મને ગમશે , કેમકે.... 

સ્ત્રીનું  માથે ઓઢણી ઓઢેલું સ્વરૂપ જોવું મને ખૂબ ગમે છે. 

મને પ્રકૃતિગત પ્રકૃતિ સાથે કદિ વાંધો પડ્યો નથી ! ...:)

આજે ગુજેશ ગુજેશ જય વસાવડા ભાઈ તો હળી કરીને હાલ્યાં ગયા...  

આપણે બધાયે એમની ગુજેસ વાળી પોસ્ટ પર .... 

ભાઈયુંએ અને “બાઈયુંએ “પણ” 

ભેગા મળીને ગુજેશ કુમારોનો વારો કાઢી નાખ્યો....  

અકલે અહી અકાળે સ્ત્રી શક્તિ જાગૃત થઈ હોય એવું લાગ્યું. 

કિન્તુ બધા પુરુષો કઈ ગુજેશ ગુણ ધરાવતા ના  હોય.

ઘણી સ્ત્રીઓ પણ ગુજલીશ હોય શકે છે..! 

હોય જ છે...!

હું વાત બાયું ની હોય કે ભાયુની ન્યાયમાં માનું છું. 

જ્યારે વાત નિકળીજ છે તો “ગુજેશથી” મતલબ પુરૂષથી શરૂ થયેલી વાત,

“ગુજલિશ” મતલબ “મણિબેન” મતલબ સ્ત્રીઓ સુધી પણ જવી જોઇયે..... 

અગર વર્ણન મુજબ અમુક પ્રકારના પુરૂષોને "ગુજેશ" કહીને નવાજવામાં આવે તો,,, 

અમુક પ્રકારની સ્ત્રીને "મણિબેન" ના નામે નવાજવામાં કોઈ સંકોચ ના થવો જોઇયે ... 

અને મણિબેનોએ ચૂપચાપ કોઈ પણ જાતની દલીલ કે ફિલોસોફી કર્યા વગર ... 

પોતે મણિબેનમાં આવતા હોય તો સ્વીકારી લેવું .... 

અગર જો કોઈ સ્ત્રી પણ એ કક્ષામાં આવતી હોય યાની ...

"ગુજલિશની" યાની "મણિબેન" કક્ષામાં 

યાર હવે તો સમજો .... 

તો, તેને આપણે મણિબેન તરીકે ઓળખવતા શરમાવું ના જોઇયે.... 

કેમકે જો ગુજેશો વેપારમાં આગળ હોય પ્રેમમાં પાછળ હોય ,

અને ખાઈ ખાઈને ફાંદ વધારી હોય એ વાત સત્ય હોય , જોકે છેજ તો સ્વીકાર ... 

અને તો, પછી, મારે ન્યાય કરવો જ પડે કે ગુજલિશ મણિબાઓ પણ એજ કરે છે...! 

એય આખો દિવસ ખાખા કરી ચારેકોરથી ફુલાઈને ફરે છે.     

પુરૂષોને કેવો ફિગર ગમે એનો એ પણ કદિ ક્યાં વિચાર કરે છે. ? 

આમ જુવો તો સ્ત્રી પૂરે પૂરી 

આમ જુવો તો સાવ અધૂરી 

શરૂવાતે શુરી. 

બધી વાતે પૂરી.   

પણ બે બાળકો જ્યાં જણે,

ત્યાતો "મણિ" બા બની જાય છે.....   

અને પછી ...!!!! 

બહાર બની ઠનીને નીકળતી આવી મણિબાઓ તો ક્યારેક,

કામવાળી બાઈને પણ સારી કહેવડાવે 

એ રીતે ઘરમાં રહેતી હોય છે....  

એનો પણ કાંક ઈલાજ કરવો ખપે કે નહીં ??? 

પણ આ બધું કોઈના કહેવાથી સમજાવથી ના સમજાય.

એતો ખુદને ભીતર સદા બહાર રહેવાનો ઉમંગ હોય તો

કાં'ક થાય ... 

એક્જ ઘરેડમાં જીવવું આખરે કોઈને નથીજ ગમતું .... 

જેમ એકધારું ભોજન અરુચિ પેદા કરે છે , બસ અસસ્લ એવુજ ... 

લગ્ન પછીના જીવનનું હોય છે ...! 

તો શું કરવું ..? 

આવો સવાલ જો મનમાં થાય તો ... 

પુરુષે સમજવાનું કે તે ગુજેશ નથી ..! 

અને સ્ત્રીઓએ સમજવાનું કે તે મણિબેન તો નથીજ ! 

તોજ સવાલ થાય .... 

બાકી ગુજેશો અને મણિબેનો જેમ ચાલે છે એમ ચલાવી લેવામાં માને છે ..! 

અકલે એવાઓને/એવિઓને સવાલો થાયજ નહીં ..! 

બાકી તો બેઉ તરફથી રોજ નવીનતા પેદા કરવાની ઈચ્છા.... 

અને આંતરીક ઝંખના હોય , તો, અશક્ય કશુજ નથી.... 

નૈ તો પછી નવું નવું રાંધ'નાર'ને રાંધતા  કે ખાનાર ને ખાતા ના આવડે તો,,,  

એકનું એક ભોજનથી રાંધી રાંધનાર અને ખાઈ ખાનાર  ઉબકી જાય.... 

તો પછી ....

બહારનો ચટાકેદાર નાસ્તો શોધવાનો બેઉને અબાધિત અધિકાર છે ...! 

અને ઘણા / ઘણી એ અધિકાર ભોગવેજ છે ..! 

એક બીજાની જાણ બહાર ....   

અગર જો અરસ પરસ એક બીજાને પૂછી લેવામાં આવે તો કદાચ .... 

જોઈતો સ્વાદ ઘરમાજ મળી જાય .... 

પણ એના માટે નિત નવી સવાર.... 

નિત નવા વિચાર બન્ને પક્ષે હોવા જોઇયે .... 

નિત નવી સવાર નિત નવી રાત જીવાવાની નિતનવી ઝંખના બંનેમાં હોવી જોઇયે.....       

કે ખોટી વાત છે મારી ???

અલ્યા સાવ એવુયે ના હોય.....  

બની શકે અપવાદ રૂપ  કોઈ ‘મણિબેન’ નામ ધારી એકદમ બોલ્ડ નીકળે....! 

ઘણી વાર આવી ગુજલિશ મણિબેનોના કારણે પણ...!

પુરુષ મને કમને ફાંફે ચડી જતો હોય છે..! 

"અને આ વાત જ્યાં ત્યાં ફાંફાં મારવાની નથી.

ઘરમાં જ ઘરવારી સાથે જલ્સા કરવાની છે.” 

કિન્તુ ઘણી નહીં પણ મોટા ભાગની ગુજલિશ મણિબેનો. 

ફાટ ફાટ થતી ભર જુવાનીમાં બાબાઓના, સત્સંગોના રવાડે ચડી જાય છે. 

કારણ ???

બે હોય શકે. 

“યાતો પતિ ગુજેશ હોય.”

યા એ સ્ત્રી પોતે જ ખરા અર્થમાં. “ગુજલિશ” કે “મણિબેન” હોય.   

વર્ના ઈશ્વરે સમગ્ર માનવ જાતને જીવનમાં.....

ખુશ રહેવાની ,સુખી રહેવાની આનંદથી જીવવાની ....

સૌથી ઉતમમા ઉતમ સગવડતા આપી છે. 

સ્ત્રી અને પુરુષની બંનેની અલગ અલગ જવાબદારી હોય છે. 

અને દિવસ દરમ્યાન, એ જવાબદારી પૂરી થયા પછી....  

રાત્રે બંનેની જવાબદારી એકજ હોય છે.

કઈ... ???

કેમ કોઈ જવાબ નથી આલતી..??? 

એજ કે આખો દિવસ જવાબદારી પૂરી કરવામાં થાકેલા શરીરનો,

પ્રેમથી અને હુંફથી થાક ઉતરવો. "અરસ પરસ" 

પણ જો સામે પક્ષે મણિબેન હોય તો.....??? 

ટીવી કે પિક્ચરમા બોલ્ડ સીન જોવામાં થાક ના લાગે.

કે  નાતો એને જરીએ  કંટાળો આવે પણ,  

બેડરૂમમાં એજ સીન વાસ્તવમાં ભજવવામાં. 

એને થાકેય લાગે ને કંટાળોએ આવે કેમ ??? 

(આટલું લખાણ ફક્ત વિવાહિતો જ વાંચે.એ હાલ પૂરતું એમના હિતમાં છે.) :)

લે, પણ, તોય વાંચ્યે જાય છે ! :) 

ખૈર ભલે વાંચે , આજનું જ્ઞાન આગળ જતાં "કામ" આવશેજ ..! 

જોકે હવે તો વિજ્ઞાન પણ શ્વિકારે છે કે..... 

દિવસ ભરનો થાક ઉતારવા “સેક્સ” જેવુ શક્ષ્મ સાધન, 

કે, ટોનિક બીજું એકેય નથી. 

વાત કેવળ થાક ઉતારવા પૂરતી જ સીમિત નથી. 

કિન્તુ દિવસભર પોતપોતાની ફરજ બજાવતા એક બીજાથી દૂર રહેતા-

સ્ત્રી પુરુષ, યાની  પતિ પત્ની ....

એ બહાને રાત્રે સાવ એક બીજાની નજીક આવી શકે છે. 

એકજ બંધ બેડરૂમમાં એકમેકનો પ્રેમ અને હુંફ પામી શકે છે ...  

સાલું આ અંગ્રેજીમાં "બેડરૂમ" બોલવું મને જરાય ગમતું નથી..... 

અને જામતુંય નથી કેમકે,

બેડનો ગુજરાતી અર્થ ખરાબ એવો પણ થાય છે શું ક્યો છો ? 

જ્યાં રોજ રાત્રે સ્વર્ગ ઉતરતું હોય " ઉતરતા આવડે તો" ,

નહીં તો નર્ક તૈયારજ હોય છે...  

જ્યાં સ્ત્રી પુરુષના મિલન થકી સ્વર્ગ ઉતરતું હોય 

ભલા એને બેડ રૂમ કઈ રીતે કહી શકાય ..?

હું એ એકાંત જગ્યાને શયન કક્ષ કહેવું વધુ પસંદ કરું છું ... 

જ્યાં સાથે શયન થાય યાને સહ શયન તેને ખરા અર્થમાં શયન કક્ષજ કહેવાય .... 

હાં તો, 

દિવસભર પોત પોતાની ફરજ બજાવતા...

એક બીજાથી દૂર રહેતા સ્ત્રી પુરુષ, યાની  પતિ પત્ની ....

જ્યાં એકાંત મળતું હોય ત્યાં, યાને શયન કક્ષમાં  છેક રાત્રે મળે છે .  

અને એ બહાને રાત્રે સાવ એક બીજાની નજીક આવી શકે છે. 

એકજ  કમરામાં એકજ પથારી પર...

એકમેકનો પ્રેમ અને હુંફ પામી શકે છે ...  

એક બીજાના ગમા અણગમા અને બીજા વિચારો જાણી શકે છે .

પણ જો બે માથી કોઈ એક આ બાબતે નીરસ યાની ગુજેશ કે મણિબેન હોય તો ... 

પથારીની તો પથ્થારી ફરી જાય દિલો દિમાગ સમેત  .... 

હાં તો, શયન કક્ષમાં ... 

મન મૂકી એક બીજાને વધુ જાણી માણી શકાય છે. હા કે ના ?

પણ જો સ્ત્રી મણિ બેન હોય તો ??? 

તો પુરુષ પણ ગુજેશ હોવાના..... 

જ્યારે આપણે પ્રકૃતિને સમજી નથી શકતા. 

અને જો સમજાય તો સ્વીકારી નથી શકતા.

ત્યારે આવા બધા લોચા ઊભા થાય છે.....   

કાયમ અરસ પરસ રહેતી આ સમસ્યા સાથે મળી ઉકેલી શકાય.! 

જેને જેની સાથે ફાવે.એની સાથે જો રહી શકાય.... 

આમાં મને ના સમજાયું તમને ???

Paresh Katira

https://m.facebook.com/photo.php?fbid=253555531420822&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz



No comments:

Post a Comment