Saturday, 8 July 2023

બીજી વારય અખતરો કરેલો...

એક ગુજેશ એવા. એલા 

એ...... ખૂબ ભક્તિ ઘેલા. 

જે સવારે ઊઠે વેલા..... (વહેલા) 

એ પણ પત્ની પેલા.......(પહેલા)

ને પછી જ્યાં સુધી વાગે ના આઠ. 

ઘર મંદિરમાં કરતાં રહે પુજા પાઠ.

એને લાગે પુજા થકી જ છે બધો ઠાઠ. 

તોય શરૂ શરૂમાં થોડા સમય થોડી રાત ... 

ભગતે પરાણે પરાણે આપ્યો પત્નીને સાથ ... 

પરાણે પરાણે આપ્યો હોવા છતાં ... 

સમય જતાં... 

પારણું બંધાયું બોલો ! 

'ને આયો એક બાબો....!!!??? :)

પૂજા પાઠ .. પુજા પાઠ...  પૂજા પાઠ....  

આ તો રોજીંદી દિન ચર્યા. 

કરું થોડી શરૂવાતની ચર્ચા. 

બાકી બધુ નાનું બસ એક મોટી ફાંદ. 

પરથમ રાતેય પુજા કરી ને પછી માંડ માંડ. 

શરમાતા શરમાતા ઘૂંઘટ ઉઘાડી જોયો ચાંદ.

વિચારો પેલીનું શું થતું હશે "આમાં" એનો શું વાંક. ("આમાં" 2 અર્થમાં ) 

એકવાર ભગતને ઈશ્વર પ્રસન થયા.... 

પતિની પત્ની ભક્તિ કરતાં ઈશ્વર ભક્તિ વધુ હતી. 

"આ કારણે આમતો પત્ની પ્રસન ના રહે." 

પણ બિચારી પોતાનું દુખ કહે તો કોને કહે ..? 

કિન્તુ હમણાં હમણાં તોય એ પ્રસન રહેતી ...!!!????

પેલાને ભગતની ખૂબ ભક્તિ થકી એક દિ ઈશ્વર પ્રશન્ન થયા ... 

અને,  ઈશ્વરે વરદાન આપ્યું ...

જા બચ્ચા તારું હવે પછીનું  સંતાન જે બોલશે તેજ  થશે... :)))

પત્ની ખુશ ! ગુજેશ... ખુશ ખુશ.

ભક્ત ખરોને તે ભક્તિના નિયમ સઘળા પાળે.

કિન્તુ અમુક સમયે અમુક નિયમ આડે આવે.... 

તેથી પત્ની ને પ્રેમ કરે પણ...!

બિતા બિતા પરાણે પરાણે.... 

ક્યાક ચૂક થઈ જશે તો...???  જાણે અજાણે 

આખરે સ્ત્રીની પણ સ્ત્રી સહજ કઈ ઈચ્છા હોય કે નૈ.... ?

આમ આવું બધુ  પત્નીને ક્યાસુધી ચાલે ?

પુરુષ હોવા છતાં આ પીડા ! 

આવું અતડું અતડું જીવન રોજ તે થોડું આવું  પાલવે..... ?

બૌ ઓછા ઓછા મળ્યા છતાં ... 

સમય જતાં .... 

પત્નીને સારા દિ ગયા/ રહ્યા અર્થાત 

ગર્ભ રહે ત્યારે જે કહેવાય તે ,    

અને પછી એ સારા દિવસોના અંતે એક બેબી બેન આયા. 

સમય સરકતો જાય છે. 

હજુયે પુજા પાઠ થાય છે. 

ગુજેશ બુઢા થાય છે. 

'ને બાળકો મોટા થાય છે. 

હવે તો ઘરમાં ને બહાર....સમજાય તો...! 

ના સમજાય તો..! પુજા પુજામાય ફેર ભાઈ. 

થાય જો પ્રેમથી પ્રેમ એ પણ પુજા કહેવાય. 

બાળકો હસતાં રમતા થયા મોટા. 

તૂટક તૂટક બોલતા થયા . 

બેબી બેન મો ખોલતા થયા. 

હવે .......... ??? 

રમત રમતમાં એક દી બન્ને ભાઈ બેન બાખડ્યા. 

વચન સિધ્ધ બેબી ગુસ્સામાં ભાઈને બોલ્યા.... 

તાલો બાપ મલે ..."મરે" 

આ વાતની ઘરમાં ખબર પડી. 

બન્નેના મનમાં થઈ ધમાંચકડી. 

ભારે કરી ....બેબી બોલી છે. 

ઈશ્વરનું વરદાન છે. જે બોલે તે થાય.

ભગત મનમાં કહે માર્યા હવે... 

ભગત પણ ડરે ને તેની પત્ની પણ. 

જુદા જુદા બન્નેના ડરવાના કારણ.... 

ને અચાનક બાજુવાળા ઘેરથી નનામી નીકળી......

બાજુવાળા બેન વિધવા થઈ ગયા .....  

ના સમજાય તો ભજન કરો....  

મંજીરાં વગાડો  

એક સત્ય.... કહું ? 

આ જૂની જોક છે નવા સ્વરૂપે ... :)

નીચે મુકેલ તસવીરના ટોળાઓમાં પણ એ ક્યાક હોય શકે.. :

Katira Paresh

https://m.facebook.com/photo.php?fbid=253534264756282&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz





*બ્લાસ્ટ* 

પછી અખતરો ખતરો થયા નુ માલુમ પડયું 

કેમકે કૈ કેટલીયે માનુની નારાજ થઈ ગૈ 

અને વૈ ગૈ 

રૈ ગૈ હોય એ સમજદાર નારી 

ને વૈ ગૈ એ બધી મણીબેનો... 


No comments:

Post a Comment