રેડીયો ચાલુ છે એક પછી એક
મધુર ગીત આવે છે અર્થાત્ વાગે છે...
ઘોઘો સોફાના ટેકે માથુ અઢેલી આંખ બંધ કરી આરાઆઆઆમથી...
ગીત ના મધુર સંગીતને હ્રદય મા જીલે છે.!
સંગીત સાથે ઘોઘો આખે આખો
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણઝણે છે.!
અને ગીતનો એક એક શબ્દ ઘોઘો જીવે છે.!
ઘોઘી ચાય લૈને આવે છે..!
ટીપોય પર ચાય મુકી હું જાઉ છું
એટલુ બોલી ચાલતી થાય છે..!
ત્યાંજ આવડુ આ ગીત
"આઆઆઆજા રે મેરે પ્યાર કે રાહી..."
વાગે છે..!
અને ઘોઘો ઘોઘીને બરકે છે.!
અર્થાત્ જતી ઘોઘીને બોલાવે છે એમ.!
ઘોઘી... ઓ ઘોઘી....
જતા પહેલાં જરા આ ગીત જીવતી જા..!
આ ગીત પણ ઓલા ગીત જેવુજ રંગીન અને
આંખ બંધ કરીને જીવવા જેવુ છે..!
ઘોઘાને ચાય આપી હું જાઉ છું એમ કહી ઊભી થૈ
દરવાજા સુધી પહોંચી ગયેલી ઘોઘીને
ઘોઘાએ રેડીયો પર ગીત આવ્યુ એ જીવી જવા કહ્યું.
દરવાજે પહોંચેલી ઘોઘીએ પાછું ફરીને ઘોઘા સામે જોઈ કહ્યું.
ઘોઘા તું બોલવામાં કાયમ લૌચા મારે છે.!
ગીત જોવાની બદલે જીવવાની વાત કરે છે.!
ઘોઘો ગુસ્સે ભરાયો...
અને ઘોઘી પર ચીલ્લાયો....
અક્કલ વગરની....
આ રેડીયો છે અને રેડીયો પર
ગીત દેખાય નહીં..!
હાં તો ગીત સાંભળવા જેવું હોય તો સાંભળ
એમ કહેવાય ને ઘોઘાઆઆઆ....
સુંદર ગીતો ને આંખ બંધ કરીને સાંભળના હોય....
અને તું છે કે એમાય લૌચા મારે છે..?
ઘોઘાએ કહ્યું.
ભલે ઘોઘી...
કાયમ મારાથી લૌચા મરાય જાય છે..!
પણ આજે મે લૌચા નથી માર્યા..!
તને સમજાયું નહીં અને કાયમ લાગે છે,
એવુ લાગ્યુ એ વાત નોખી છે..!
આ તો મને એમ થયુ કે આપણે બંને
સાથે સાથે પાસે પાસે બેસીને સુંદર
ગીત સંગીત જીવીએ..!
પણ ખૈર......
તું એકલી એકલી એમ ગીત સાંભળ....
હું એકલો એકલો આમજ ગીત જીવીશ....
એમ્મા શું....!
ઘોઘી કદાચ સમજી ગૈ...
અકલે દરવાજેથી પાછી વળી
ચુપચાપ ઘોઘાની લગોલગ બેસી ગૈ...
અને આ ગીતના શબ્દો અને સંગીતને
હ્રદયમાં ઝીલવા જીવવા લાગી... 😉
*બ્લાસ્ટ*
"અનંત" લખેલા શબ્દો સંભળાય નહીં.!
વંચાય...
અને વાંચો તો સંભળાય...
સંભળાય એમ
જાણે કોઈ સાવ નજીક આવી
તમનેજ કાનમાં કૈ કહેતુ હોય...
"અનંત"
"અનંત" જ્યારે પણ તું વાંચશે ત્યારે
તને પણ એવો અનુભવ થશે.!
કે હું સાવ કરતાં તારી નજીક છું.!
અને આ બધુ હું તનેજ કહું છું.!
No comments:
Post a Comment