યુગો પહેલા શાસ્ત્રાર્થ થતો...
જેમાં કોઈ સમાજ, રાજનીતિ,
ધર્મ, ઈશ્વર, કર્મ જેવી
તમામ બાબતો પર ચર્ચા થતી...
જેને શાસ્ત્રાર્થ કહેવાતો...
એ દરમિયાન શરૂઆતમાં શાંતી થી થતી
વાત ચીત કોઈ તબક્કે ઉગ્રતા સાથે
વાદ વિવાદ સુધી પણ પહોંચી જતી.!
અગર જો ચર્ચા માં કોઈ જીદ્દી વ્યક્તિ સામેલ હોય..
પણ આખરે જે સત્ય હોય તે
શાસ્ત્રાર્થ કરનાર સૌ
ખુલ્લા મન અને હૃદય થી તેનો સ્વીકાર કરતા
આખરે સત્ય સુધી પહોંચવા ની મથામણ...
અનંત અનાદી કાળથી થતી આવે છે.!
અને એ જરૂરી પણ છે.
માટે સમાજ, ધર્મ, ઈશ્વર, કર્મ કે રાજનીતિ
વીષય કોઈ પણ હોય.!
તંદુરસ્ત ચર્ચા થવી જ જોઈએ.!
અને આખરે જે સત્ય હોય તે સ્વીકારવા
પણ તૈયાર રહેવું જોઈએ..
ક્રમશઃ
No comments:
Post a Comment