Tuesday, 19 September 2023

એક સવાલ.

 

વર્ષો પહેલાં ભાઈબંધો કહેતા હતા કે, 

જો કે ત્યારે સાવ ટુંકમાં કહેલું એવુ નથી.! 

મગર ત્યારે મને જે કાગળ મળ્યો એમાં 

આટલુજ લખ્યું હતું કે, 

હર એક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે.!

પછી વર્ષો બાદ આગળ ના કાગળો

 ઊથલપાથલ કરતાં આગળ ની વાત જાણવા મળી., 

એ કાગળ માં લખ્યું હતું કે, 

હર એક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે.!

અને, 

એકજ સવાલ ના "અનંત" હજારો જવાબ હોય છે.!

ફરી હર એક જવાબ માંથી સેંકડો સવાલ પેદા થાય છે.! 

ફરી એના જવાબ જન્મે છે.! 

સવાલોનો અંત નથી હોતો, 

જવાબ પણ "અનંત" હોય છે.! 

માનવ માત્રના મનમાં એવં જીવનમાં 

સતત અવીરત ચાલતી આ પ્રક્રિયા... 

સવાલ જવાબ ની આ યાત્રા... 

અસ્સલ આપણાં આવા ગમન જેવીજ હોય છે.! 

જે "અનંત" કાળથી અવીરત ચાલ્યા કરે છે.! 

અને, ચાલતી જ રહેશે અનંત યુગો સુધી.! 

યાત્રા સવાલ જવાબ ની... 

"અનંત"

*બ્લાસ્ટ*

જવાબ ન આપવો જવાબ આપવા બરોબર. 

અર્થાત્ :-

"અનંત * કોઈ વખતે કોઈએ પુછેલા સવાલ નો

જવાબ ન આપવો, 

એ જ એના સવાલ નો જવાબ હોય છે.!

" અનંત "

No comments:

Post a Comment