તમે સાવ કરતાં સાવ સાચા છો સત્ય ભાઈ.!
જો કે હું પણ ગલત નથી કહેતો..!
તમે કહ્યું એ બીલકુલ સાચુ છે..! અર્થાત્ સત્ય છે.!
મગર સાવ એવુય નથી....
અહીં એફ બી પર વાણી વિલાસ અર્થાત્
વાણી વિચાર વ્યક્ત કરવાની પૂરે પૂરી સ્વતંત્રતા છેજ ..!
અરે યાર હદથી પણ વધારે સ્વતંત્રતા છે ...!
આ પણ એક સત્ય જ છે ..!
જો કે અહીં માત્ર ઓવર લાગણી અને પ્રેમ છલકાઈ છે.!
જે વાસ્તવમાં નથી.!
એજ રીતે આવેગના આવેશમાં ક્રાંતિકારી વિચારો પણ.!
વ્યક્ત થાય છે ...
મગર નક્કર કશું જ થતું નથી...!
અહીં આજે વ્યક્ત કરેલી લાગણી પ્રેમ અને ક્રાંતિકારી વિચાર....
આવતી કાલે બાષ્પીભવન થઈ જાય છે..!
આ મફતમાં સ્વતંત્રતા નો સૌ પોત પોતાની બુધ્ધિ
અને સમજ પૂર્વક ,અથવા સમજ્યા વિચાર્યા વગર ઠોકંઠોક ઉપયોગ કરે છે...:)
જો કે મફત છે એ માત્ર ભરમ છે.!
આ જુવો ! તમે અને મે પણ એજ કર્યું .. :)
* સ્વતંત્ર વીચાર *


No comments:
Post a Comment