Saturday, 28 October 2023

અનંત" હ્રદયની સૌથી નજીક

 મૌન........ 

~~~~~~~~~~

હવે મારા  શબ્દોમાં તારું મૌન પડઘાશે. 

અને તારા શબ્દોમાં મારુ મૌન પડઘાશે. 


જ્યારે હું સાવ ચૂપ થઈ જઈશ ત્યારે , મારા,   

શબ્દોમાં "અનંત"  મારૂ એકધારુ મૌન પડઘાશે.


"અનંત"

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જેમ વહેલી પરોઢનું અજવાળું મૌન. તેમ મોડી રાતનું અંધારું મૌન. 

કોઈની કડવી કોઇની મીઠી બોલી.‘ને કોઈનું શાંત નિર્મળ પ્યારું મૌન.     


અગર હું ચૂપ થઈ જઈશ. તો પણ માંરા શબ્દોમાં પડઘાશે મારૂ મૌન. 

અને જો તું ચૂપ થઈશ તો તારા પણ.! શબ્દોમાંયે પડઘાશે મારૂ મૌન.


મારે હવે કહેવા બોલવા સમું ક્યાં રહ્યું કશું. તારે પણ કશું બોલવાની, 

જરૂર ક્યાં..! તારામાં મારુ ને મારા શ્બ્દોમાં પડઘાઈ રહ્યું છે  તારું મૌન.


અતી પ્રિય બોલકું કોઈ પોતીકું. જ્યારે અચાનક મૌન થઇ જાય છે ત્યારે 

જીવ ગભરાય છે , અકળામણ થાય છે,  આ તે કેવું અકળાવનારું મૌન..!? 


કોઈ સ્વજનના દેહ વિલયથી કંપી ઊઠે છે. આખોય ઘર પરિવાર અને,  

મહીનાઓ કે વર્ષો સુધી ભૂલી ના શકાય,  સર્જાય છે એવું ગોજારુ મૌન.


બને એવું પણ ક્યારેક કે, ક્યાં શું, કેટલું બોલવું સમજ ના પડે કાઇજ.      

ત્યારે કશું જ ના બોલવું ઊચીત આવા સમયે રાખવું સૌથી સારું મૌન.    


મૌનમાં મસ્તી,મૌનમાં આનંદ,મારા મૌનમાં પણ પીડા હોય છે અનંત...   

બોલીને જે કહી શકતો નથી. તે બધુ જ કહી જાય છે ક્યારેક મારુ મૌન.        


“અનત” મૌન પણ બોલે છે .મૌનનીયે અલગ ને અલૌકિક ભાષા હોય છે.

‘ને મૌનને પણ મળવું જરૂરી હોય છે. કોઈ ખરા અર્થમાં સમાજનારું મૌન.      


હું બોલું એ તો કદાચ જગત આખુય સાંભળે, આખરી ઈચ્છા મગર મારી,

છે એટલીજ કે હું અગર કદી  ચુપ થઇ જાવ તોયે સંભળાય તને મારું મૌન ...            

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

"અનંત"હ્રદયની સૌથી નજીક જે હોય છ, શું કહું.!    

હોય છે એનું જ  સૌથી વધુ અકળાવનારું મૌન ..!    

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"અનંત"  21/2/1999

https://m.facebook.com/photo.php?fbid=287761541333554&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz










No comments:

Post a Comment