Thursday, 5 October 2023

ચીઠ્ઠી

ચીઠી ની આપ લે કરતા અનંતે એની કોઈ ( કઈ એ પૂછવું નૈ ) ચહિતી ને વર્ષો પહેલા ....

કહેલું કે,  

હું તારા શબ્દોમાં મને શોધું છું. 

તું મારા શબ્દોમાં તને શોધે કે?

@@@@@@@@@@@@@@@@@


ક્યાં સુધી આમ શબ્દોમાં એક બીજાને શોધ્યા કરીશુ ?

ક્યાં સુધી શબ્દોથી આપણે એક બીજાને તોલ્યા કરીશું?


સ્થૂળ દેહે કદિ' મુલાકાત  થશે? કે પછી બસ આમજ, 

હું ને તું રોજ બરોજ શબ્દોમાં સંતા કૂકડી રમ્યા કરીશું.?


ચાલો સ્થૂળ દેહે મળીએ કે ના મળીયે પણ, એટલો, 

સંબંધ સાચવીશું, શબ્દ દેહથી સતત મળ્યા કરીશું.!


રૂબરૂ મળ્યા સમી મજા છે . શબ્દોમાં મળવાની પણ.! 

તો આમજ શબ્દોમાં ખીલશું ને શબ્દોમાં ફોર્યા કરીશું 


શબ્દ દેહે મળવાનો પણ એક અલૌકિક આનંદ હોય છે. 

રૂબરૂ જ્યાં સુધી ના મળી શકીએ શબ્દ દેહે મળ્યા કરીશું . 


તું ને હું, હું ને તું, આમ તો બન્ને સરખા જ જિદ્દી છીયે કે નૈ?

મચક નહીં આપીએ પણ..! ભીતરથી પ્રેમથી ટળવળ્યા કરીશું.!


કહું છું..! હવે મને ગુસ્સો આવે છે.! ચાલ તુંયે થોડી ગુસ્સે થા.! 

“અનંત” ગુસ્સામાં પ્રેમ કરીશું 'ને પછી પ્રેમથી જગડ્યા કરીશું.

@@@@@@@@@@@@@@@@@@@@@@

"અનંત"

જો કે આવું બધું તો અનંતે અનેક વખત અનેક ને કહ્યું હશે ..!

એને પણ ખબર નથી અને મને ખબર નૈ 

કોણ કેટલું સમજ્યું હશે ..!

જો કે અનંત એવી બધી ફિકર કરતો પણ નહીં ... 

તો પછી મારે શા માટે કરવી ...

https://m.facebook.com/photo.php?fbid=280497268726648&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:

Post a Comment