Friday, 27 October 2023

અનંત નો ઉર્જા ભરેલો શબ્દ દેહ

"અનંત"ના  પ્રેમ પત્રોમાથી .... 

શબ્દો માં પણ શક્તિ શાળી શુક્ષ્મ ઊર્જા હોય છે.! 

શ્બ્દ થી પ્રેમાળ સ્પર્શ ...  

શબ્દથી  પ્રેમની અભિવ્યક્તી , 

શબ્દથી પ્રેમની અલૌકિક અનુભૂતિ....

શબ્દોથી પ્રેમનો અલૌકિક અહેસાસ.... 

થઈ શકે છે ...! 

કેમકે શબ્દને પણ શૂક્ષ્મ દેહ હોય છે.

જ્યાં સુધી કે હું તને, કે તું મને, 

સ્થૂળ દેહે સ્પર્શી ના શકીએ ....!

ત્યાં સુધી., 

શબ્દ દેહે એક બીજાને સ્પર્શતા રહેશું .....

આપણાં શબ્દોમાં રહેલી પ્રેમની ઉર્જા.... 

દૂર દૂર રહીને પણ...! 

આપણને બેઉને પ્રેમનો 

અલૌકિક અહેસાસ કરાવશે .... 

ભીતરથી ઝણઝણાશે... 

આપણા શબ્દો.... 

ધીરે ધીરે એક મેકમાં એમ ભળી જશે, 

જેમ સ્ત્રી પુરુષને અને પુરૂષ સ્ત્રી ને 

એકબીજાના આલિંગનમાં સમાવી લ્યે છે.,

અને, જેમ પુરુષ સ્ત્રીને આગોશમા લઈને 

ચુંબનની નરમી અને શ્વાસની, 

ગરમીમા ઓગાળી દ્યે છે ...  

અને પછી એકમેકમાં ઓગળી જાય છે 

આખે આખા બે શરીર.... 

બસ એજ રીતે , એમજ 

જ્યાં સુધી આપણે સદેહે, 

એક બીજાને મળી ના શકીએ..!

ત્યા સુધી ઐ પ્રીયે... 

શબ્દ દેહે આપણે, 

એક બીજાના મન અને આત્માને સ્પર્શતા રહેશું ...

ઝણઝણતા રહેશુ બસ ઝણઝણતા રહેશુ... 

એક બીજામાં ઓગળતા રહેશું..... 

લાગણી ભીના પ્રેમાળ શબ્દો થકી .... 

રૂબરૂ ના મળીને પણ...! 

હું તને શબ્દોમાં સતત મળતો રહીશ... 

હું ઓગાળતો રહીશ તને.!

અને, 

તારામાં હું ઓગળતો રહીશ...

જ્યાં સુધી કે, 

ખુલ્લી આંખે, 

ના મળી શકીએ આપણે ત્યાં સુધી...

તું પણ મળજે મારીજ માફક મને

અને, હું પણ બંધ આંખે મળતો રહીશ તને.... 

"અનંત" શબ્દોના હાથે શબ્દોના શ્વાસે... 

હું ક્ષણ ક્ષણ તારી રૂહને સ્પર્શતો રહીશ.. 

અને તારા હૂંફાળા શબ્દોના સ્પર્શે.... 

હું પણ સતત ઝણઝણતો રહીશ...    

એ સિવાય પણ રસ્તા ઘણા છે...! 

ના મળીને મળવાના ... 

રૂબરૂ ના સહી રૂહ રૂહ મળવાના રસ્તા અનેક છે ... 

એક બીજાને અનુભવવાના.... 

એક બીજામાં સતત ઓગળવાના .. 

તું ગીત જે સાંભળે તહી, 

એજ ગીત હું ગણ ગણતો રહીશ અહી.. 

હુ ગીત જે અહી ગણગણુ તે તુ ત્યા સાંભળજે ... 

જ્યારે પણ તુ સાંભળશે ,

 ત્યારે તને, 

મારી સાવ નજીક હોવાનો અહેસાસ થશે... 

પ્રેમનો કોઈ અંત નથી !  

પ્રેમ સત્ય,  પ્રેમ ઈશ્વર, પ્રેમજ પુજા,...!

યાદ છે વર્ષો પહેલાં મે તને કહ્યું હતું કે, 

પ્રેમ જ સત્ય પ્રેમ જ જો હોય તો

મારા હ્રદયનાં તીરથ ધામે તું હો 

પ્રેમ  "અનંત"... છે... !

"અનંત" પ્રેમ છે..! 

અંત સુધી હું "અનંત"... 

તારી યાદમાં લખતો રહીશ.... 

બસ લખતોજ રહીશ... 

હું શબ્દો દ્વારા તારી રૂહને સ્પર્શતો રહીશ ...

તુંય પ્રેમાળ શબ્દોથી, મને ઝણ ઝણાવજે ...

હુ પણ તારા હુંફાળા શબ્દોને સહારે... 

ઝણઝણતો રહીશ અનંત યુગો સુધી... 

પછી તને રૂબરૂ મળવાની ઈચ્છા થશે..!  

"અનંત" ઈચ્છા થાય, ત્યારે જણાવજે..!     

હું આવી જઈશ શરીર સમેત તારી પાસે.. 

યા તું શરીર સમેત મારી પાસે આવજે ...  

"અનંત" 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બ્લાસ્ટ :-

ગાવાનું મન થશે તને નાચવાનુ મન થશે... 

મારા શબ્દોના તાનમા ઝુમવાનુ મન થશે... 

"અનંત" મારી કલમમાથી વરસતા શ્બ્દોમા.., 

તને ભીંજાવાનુ મન થશે ન્હાવાનુ મન થશે.. 

"અનંત"

*બ્લાસ્ટ*

આજ લખતો રહીશ અને કાલ લખતો રહીશ.! 

"અનંત"તારી યાદમાં હર હાલ લખતો રહીશ.! 

"અનંત"

https://m.facebook.com/photo.php?fbid=287571968019178&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz



No comments:

Post a Comment