Saturday, 11 November 2023

યે ભી ! આગેસે હી ચલી આ રહી હે...

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0LZcoThZijKTMvySMavd7112Kvo6TvfH9eP7D6wiJXuJzMd3LfYrpkPK4LKbMhdFdl&id=100002991311961&mibextid=Nif5oz

યે ભી ! આગેસે હી ચલી આ રહી હે....:) 

ઘોઘો ઘોઘીના પ્રશ્નનો જવાબ આપવામાં ખૂબ વિલંબ કરતો હોય,ઘોઘીએ ઘોઘાને ચેતવ્યો પણ ખરો કે ...

અંતિમ સંવાદ >>>>  

ઘોઘી પોતાને થયેલા અને ઘોઘાને કરેલા પ્રશ્નનો જબાબ સાંભળવા ખૂબ ઉત્સુક હતી...

ઘોઘી :- હા તો બોલ ઘોઘા તને યાદ આવ્યું....

ઘોઘો:- હ,,હા,,હા,,,યાદ આવ્યું ...

ઘોઘી :- હા તો જલ્દી બોલ ! નૈ તો હમણાં મારી માં હાકલ મારશે તો મારે ઘેર જવું પડશે ...

ઘોઘો :-હા તો ભાઈબંધ કહે તો કે...

હજુ ઘોઘો જવાબ આપવા જાય છે ત્યાં જ  ઘોઘીની માં હાકલ મારે છે અને ઘોઘી ગુસ્સે થઈ 

હું જાવ છું કહી છમ છમ કરતી  ચાલતી પકડે છે....

આગળ.... 

હવે તો નક્કી અઠવાડીયા સુધી ઘોઘી નહીં જ દેખાય કોણ જાણે ક્યાથી આવા પ્રશ્નો એના નાનકડા ભેજામાં આવે છે  સમજાતું નથી.  

આમ બબડતો બબડતો ઘોઘો પાણી પીવા પાણીયારા તરફ જાય છે ..! 

પાણી પી ને ઘોઘો ઘરમાં આમ તેમ આંટા મારતા મારતા વિચારે છે , હવે ઘોઘી તો આવવાની છે નહીં  તો પછી મારે અહી ઘરમાં આંટા ફેરા કરવાનો કોઈજ અર્થ નથી,

એના કરતાં તો બહાર ખુલ્લી હવામાં ચક્કર મારતો આવું સાલું અમથે અમથું એના વગર  ગુંગણામણમાં રહેવું એના કરતાં તો બહારજઈ એકાદ બાગમાં લાકડાના બાંકડા પર બેસી,

એ...યને  ખુલ્લી હવામાં ઊંડા સ્વાસ લઉં તો સ્વસ્થ્ય સારું રહેશે...   

આમ વિચાર કરી ખીટી પરથી શર્ટ ઉતારી પહેરી આમ તેમ આંટા મારતા મારતા  બટન બિડતા બિડતા બબડવા લાગ્યો 

આજ નહીં તો અઠવાડીયા પછી ઘોઘી જવાબ માંગવા તો આવશે જ ...! 

ખૈર ત્યારની વાત ત્યારે ઘરની બહાર નીકળ અત્યારે....

મનો મન પોતાને જ કહ્યું . 

મનોમન આમ બબડતો ઘોઘો સ્લીપર પહેરી બહાર નીકળવા જાય છે,

ત્યાં જ ઘોઘી પ્રગટ થાય છે ... 

ઘોઘા આમ છટકીને જાય છે ક્યાં ...? 

ઘોઘીએ સીધોજ પ્રહાર કર્યો ને ઘોઘો ઠાર..... 

ઘોઘાની ધારણા ફરીવાર ખોટી ઠરી .... 

આશ્ચર્ય સહ ઘોઘો બોલ્યો લે તું આવી..! મને એમ કે... 

એક હાથ કમર પર ટેકવી બીજા હાથની આંગળી  ઘોઘાની ચિબુક પર અડાડી,

રુઆબભેર ઘોઘી બોલી .. 

તને  એમ કે હવે હું નૈ આવું હે..! એમ..હે ! 

એમ  હું તને છટકવા દઉં એમ તું માને છે ? તો તારી ભૂલ છે અંત સુધી પીછો નૈ છોડું તારો સમજી લેજે ઘોઘા.! 

હજુ ઘણા અધૂરા હિસાબ સરભર કરવાના બાકી છે  સમજ્યો...    

છૂટકો જ નથી ને એ તો  સમજ્યા વિના,  

ઘોઘો મનોમન બોલ્યો.... 

મોમાંથી માત્ર હં , હં...હા એ તો છેજ ને 

એટલું જ બોલી શક્યો ...  

તું જતો ક્યાં હતો એ તો કે' ... 

બહાર ફરવા ખુલ્લી હવા શ્વાસમાં ભરવા....  

ઘોઘીએ નાઈટ ડ્રેસમાં સજ્જ છે. ગુલાબી ગાઉન પહેર્યું છે ઢીલો ઢીલો અંબોડો વાળ્યો છે,

મસ્ત લાગે છે હો ઘોઘી તું રાતના,  

ઘોઘાએ ઘોઘીના વખાણ કરવામાં બાફયુ ઘોઘીએ એ માપ્યું અને 

ઘોઘાને પૂછ્યું તો શું દિવસે હું ભૂંડી લાગુ છું ...? 

ના,,ના,,ના રે ..  મ, મ,,મે એવું  ક્યાં કહ્યું ઘોઘી 

તું,,તું તુંતો દિવસે પણ રાત જેવી જ લાગે છે... 

શું ક્યારનો બાફે છે , મારા વખાણ કરવાનું રેવાદે... 

તને સરખા વખાણ કરતા નૈ આવડે , તું તારા અફાલ જો...!    

કેમ મારામાં શું વાંધો છે ? 

શું વાંધો નથી તારામાં એ પૂછ ! માલામાં શી વાંધો છે વારી ..

ઘોઘીએ ઘોઘાના ચારા પાડ્યા ... 

અચ્છા..!  તો શું વાંધો નથી મારામાં એ કે',  

તો મનેય ખબર પડે ને હું રાજી થાઉં.. 

બાકી મને તો કાયમ મારમાં વાંધાજ છે એવું લાગ્યા કરે છે... 

અક્કલ વગરના મને લાગતું નથી..! પણ દેખાય પણ છે .... 

શું દેખાય છે ..? 

વાંધા...! બીજું શું .!  

એજ તો હું કહું છું ... 

એજ તો કહું છું શું આમ જો ! કહેતા, 

ઘોઘીએ ઘોઘાને કાંડેથી પકડી ઘરમાં ખેંચ્યો ને કહ્યું. 

આ જો તારા શર્ટના બટન જો ...! 

ઘોઘો સાચે પોતાના શર્ટના બટન જોવા લાગ્યો. 

પછી ઘોઘી સામે જોઈને કહે  મને ખબર છે એમાં તે 

નવું શું કહ્યું ! 

બટન અલગ અલગ કલરના છે એજ ને ! બીજું શું ! ,  

છે તો છે ! એમાં હું શું કરું..! 

મારી પાસે જે કલરના હોય એજ ટાંકું ને... !

ઘોઘાના લમણે ચાર આંગળી વડે ધક્કી મારતા ઘોઘી બોલી , 

ઘોઘા...ઘોઘા...! સાવ ઘોઘોજ છે તું...! 

તને બીજું કશું નથી દેખાતું .!?

આ જો..જો આ તારા શર્ટના બટન જો ! 

તે કેમ બિડ્યા છે  ઊંચા નીચા .... 

એના કારણે તારો શર્ટ પણ આડો અવળો લાગે છે અને તું સાવ લઘરો લાગે છે લઘરો .... 

બટન બિડતાય આવડતા નથી ને, સાહેબ શ્વાસમાં હવા ભરવા બહાર ફરવા ચાલ્યા  બોલો... !  

ઘોઘાનો શર્ટ ખેંચીને બતાડતા ઘોઘીએ ઘોઘાને ઊંચા નીચા બિડેલા બટન બતાવ્યા....    

ઘોઘો ખેંચાતો ખેંચાતો ઘોઘી પર ઢળતા ઢળતા રહી ગ્યો...ઘોઘએ  જાતને સંભાળી લીધી... 

એ,,એ..એ તો ક્યારેક એવું થાય ઘોઘી એમાં શું આટલી રાડો પાડે છે... 

બોલતા તો ઘણું આવડે છે બટન બિડતા નથી આવડતું ...! ? 

ના.... તું શીખવ ને..! 

ઘોઘાએ મીઠી મજાક કરી લહેરતા સ્વરે કહ્યું ... 

ઘોઘાને શર્ટ વડેજ પકડીને નજીક ખેંચી ને, લાવ શીખવાડું,  

એમ કહી ઘોઘો ઘોઘાના શર્ટના બટન ખોલવા લાગી ... 

ઘોઘીના હાથમાથી પોતાનો શર્ટ છોડાવવા, 

આઘો ખસતા ઘોઘો કહે , 

અરે ..અરે...પણ ,,પણ આ શુ કરે છે ઘોઘી તું...?

ઘોઘાને ફરી કોલર પાસેથી પકડી નજીક ખેંચતા, 

ઘોઘાને વઢ્તા ઘોઘી કહે,

બટન બિડતા શીખવું છું બીજું કાય નથી કરતી સમજ્યો... 

શાંતિથી સીધો ઊભો  રે.... 

પણ ,,પણ.. તું તો બટન ખોલી રહી છે ઘોઘી. 

બટન બિડતા શીખવે છે કે ખોલતા ...? 

અક્કલ વગરના ખોલ્યા વિના બંધ કેવી રીતે થાય,,,! 


આ, તે બટન ઊંચા નીચા બિડ્યા છે, તો, 

ખોલવા તો પડશે કે નૈ...! 

હા હવે ભૈ ,,! ખોલ બંધ તારે જે કરવું હોય એ કર... 

પણ જલ્દી કર મારે બહાર જવું છે ....

શર્ટના બટન ખોલી ને ફરી સરખા બિડતા બિડતા ઘોઘી એ કહ્યું હવે બહાર જવાનું કેન્સલ હોં... 

કેમ કેન્સલ ...?

કાલે જજે ..! 

પણ કાલે કેમ ? આજે, અત્યારે કેમ નહીં...? 

કેમ ભૂલી ગયો ? મે તને એક સવાલ પૂછ્યો હતો .! તારે એનો જવાબ આપવાનો હજુ બાકી છે ...! 

ક્યો સવાલ ? 

બસ.... ભૂલી ગ્યો ચોવીસ કલાકમાં ..! 

ઓહ...!  ચોવીસ કલાક થઈ ગ્યાં ..!! લે બોલ !  તો તો પછી ભૂલાય જ જાય ને ઘોઘી ... 

આમ કહી ઘોઘો હસતાં હસતાં કહે ચોવીસ મિનિટ પણ મને કશું યાદ નથી રહેતું... 

જાણું છું હું બરાબર જાણું છું પણ તુ ચિંતા ના કર... 

હું નથી ભૂલી હોં ! 

હું તને  ફરી એજ સવાલ પૂછીશ.... 

એટલે તને યાદ આવી જશે હોં...! 

બૌ ચિંતા ના કર અને ચૂપચાપ સોફા પર  બેસી જા..! 

બટન સીધા બિડાઈ ગ્યાં છે હોં...! 

આમ લહેકા થી કહી ઘોઘી ઘોઘાને બે ખંભા પકડી અવળા પગેજ સોફા સુધી લઈ ગઈ...

ને હળવેકથી ધક્કો મારી સોફા પર બેસાડી દીધો,

બ્લાસ્ટ:- 

"અનંત" સાચું કહું છું તું અર્થ શોધવા જશે તો આ ક્ષણનો આનંદ પણ ઓછો થશે.

બહેતર એજ  છે, કે, જે સામે છે તેને  જો !  બની શકે પછી એ પણ જોવા ના મળે. 

"અનંત"  

ક્રમશ...:)

No comments:

Post a Comment