https://youtu.be/c87oQt5HCd8?si=3Jx1IHFmEF4-u3-A
હંઅ
અં
ચાલ ત્યારે
!
!
!
!
હું જાઉં
Kya
ત્યાં
એકાંતમાં...
છેક ગામને છેવાડે જંગલમાં
આવેલ ખંડેરમા...
એ નીર્જન જગ્યા ક્યાં આવેલી છે
કોઈને ખબર નથી
જ્યાં
કોઈ કરતા કોઈ
બીજુ આવતુ જતુ નથી.!
એક મારા સીવાય...
રાત્રે મોટા ભાગે હું ત્યાંજ હોવ છું
અને ક્યારેક દિવસે પણ
હું એ ખંડેરમા લટાર મારી આવું છું
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આખો કબાટ ભરીને લખેલા કાગળો...
દિવસે કે રાતે ફુરસતે ઉકેલી ઉકેલીને
હું એજ ખંડેરની દિવાલ પર
ચીપકાવી આવુ છું
શું તને ખબર છે.?
ત્યાં કણે ખંડેરમા
અનંતના શબ્દો ના પડઘા પડે છે
ત્યાં
થોડા તારાયે શબ્દો ગુંજે છે..!
ચાલ ત્યારે...
!
!
!
હું જાઉં
મનેય વંચાવશો થોડા કાગળ?
લૂઉઅ,
અગર તારી તીવ્ર ઇચ્છા હોય
તો,
To?
તો,
તારે,
ત્યાં,
આવવુ
પડશે
અર્થાત્
જવુ પડશે
Me joyu nathi
શોધે છે તેને
અચુક રસ્તા હજાર મળે છે.
આવુ વર્ષો પહેલાં અનંત કહેતો
હતો.
😮
લૂ
ગોલ મટોલ
ફાટી આંખે જોમા
બંને હોઠ રીસાયેલ
પ્રેમી જેમ નોખા નોખા
મને આવા ઈમોજી ના હાવ ભાવ
ક્યારેય સમજાયા નથી.!
તારા આ હાવભાવ જોઈને
ક્યારેક તું મને બીવાડતી હોય એવુ લાગે છે
અકલે પછી મને બીક લાગે છે.!
Hu gotu chhu kagal melavvana rasta
શોધે છે ને.!
તો,
અચુક
મળશેજ.!
અગર મળે તો,
મેળવવા માટે નથી શોધવું, પણ શોધીશ કેમકે શોધવા છે
હાં,
ખબર છે એ તો
ખૈર...
જા ખોજ...
સંત કબીરે
એક ભજનમાં કહ્યું હતુ
યાદ છે.?
જો કે મે તો ખંડેરના રસ્તાનુ કહ્યું
બધું જ શોધીશ
હાં એતો હવે મે જાણી લીધુ છે
કે તે ખંડેર કાગળ
બધુ શોધવાનુ થાની લીધુ છે
પણ, ધ્યાન રાખજે લૂઉઅ
ખોવાઈ ના જતી
ક્યાંક એવુ ન થાય કે
તને શોધવા નીકળવુ પડે 🙃
મને તો હુંય નથી શોધતી, કોણ શોધશે
વર્ષો પહેલાં...
આવીજ કૈક વાત ભાઈબંધની કોઈ ચહીએ કરી હતી...
ત્યારે...
ભાઈબંધે એની ચહીતીને કહ્યું હતું કે,
તું કે તો કૌ
મારે ભાઈબંધ પણ નથી
ખ્ખોટ્ટાળી
😀
🙃
વર્ષો પહેલાં...
આવીજ કૈક વાત ભાઈબંધની કોઈ ચહીએ કરી હતી.
ત્યારે...
ભાઈબંધે એની ચહીતીને કહ્યું હતું કે,તું કે તો કૌ
તે પુછ્યું નથી જોકે, છતાં
કૈ ગુઠ ચેતવણી ભાઈબંધે
વર્ષો પહેલાં...
એની ચહીતીને આપી હતી.
જો કે
પછી મને એ ખબર નથી કે,
એ છોકરી અનંતની વાત
સમજી હતી કે નૈ
ખબર તો મને એ પણ નથીજ કે,
તું પણ અનંતની વર્ષો પહેલાં કહેલી
વાત આજ સમજશે કે નૈ
ખૈર...
છતાં હું કૈ ને મારૂ કર્તવ્ય પુરૂ કરીશ
આગળ તારૂ ભાગ્ય તારૂજ નશીબ
હાં તો,
અનંતે પેલીને કહે લૂ કે,
પેલ્લા ખુદની શોધ કરવાની હોય
પછી ખુદાની
અર્થાત્
પેલ્લા પોતાની શોધ કરવાની હોય
પછી પોતાનાની...
કોઈ તો હશે
જે તને શોધતુ હશે
પણ થશે એવુ કે,
તને શોધશે એને તું મળશે નહીં.!
અને મળશે એ તારી શોધ નૈ હોય,
અને,
એ પણ કદાચ નૈ મળે તને
જેને તું શોધતી હોઈશ...
આવુ બધુ આક લૂ બધુ અનંતે
એની કૈ ચહીતીને કહ્યું હતું
એ મન્ને નથી ખબર...
ખૈર લૂઉઅ જવાદે એ વાત.
પણ હું જ્યારે ભાઈબંધના અક્ષરો
ઉકેલતો હોંઉ ત્યારે
કોઈ એવા શબ્દો મારા
ધ્યાનમાં આવે
જે હ્રદયના દ્વાર ખખડાવે
એવા હોય, તો,
અનંતના એવા શબ્દોનો હું
વાતના અંતે બ્લાસ્ટ કરૂ છું
*બ્લાસ્ટ *
સંપુર્ણ ઈચ્છા મુજબ
ઈચ્છા મુજબ સંપુર્ણ
કોઈ હોતુજ નથી
અને એવી ઈચ્છા
ક્યારેય કોઈની ફળતી નથી.!
અર્થાત્
છોકરી ને છોકરો
કે,
છોકરા ને છોકરી
જીવનમાં ઝંખના મુજબની
વ્યક્તિ કોઈને મળતી નથી
*અપવાદ બાદ કરતા*
રેશીયો ૭૦/૩૦નો હોય તો વાંધો ના આવે.
જોતા વેંત, જોયા પછી, જાણ્યા પછી,
અને અંતમા અંગતમા મળ્યા પછી,
જો અંતરાત્મા એમ કહે કે
૭૦% ઝંખના મુજબનુ પાત્ર છે.!
તો પણ.!
તેને પરણવાનુ નહીં.!
બલ્કે,
એની સાથે પ્રેમ પુર્વક લગ્ન કરી લેવા.
સવાલ તો થાયજ
સવાલ તો ત્યારે મને પણ થયેલોજ
જ્યારે પહેલી વાર મે
દિવાલ પર લટકતા પેડના પકડમાં
દબાવેલા હવામાં ફરફરતા કાગળીયામા
અનંતના આ શબ્દો વાંચ્યા ત્યારે....
સવાલ મને પણ થયો હતો
એટલે મે જ્યારે હું ત્યાં ખંડેર પર
ચાય લૈ ને ગયો ત્યારે....
અનંતને સવાલ પણ કરેલો કે,
લ્યા અનંત્યા બાકી બધુ તો સમજાયુ
પણ ૭૦ % ઝંખના મુજબનુ
પાત્ર મળે તો પણ.! પરણવાનુ નહીં.!
પણ લગ્ન કરવાના
તો,
અક્કલ વગરના ઝંખના મુજબ પાત્ર
મળ્યા પછી એ પરણે કે લગન કરે એમ્મા
તન્ને શું વાંધો છે.!?
સુર્રરરર... કરતા ચાયનો એક જોરદાર ઘુંટ ભરી
અનંતે આરામથી કહ્યું.
મને શું વાંધો હોય પરીયા...
મને કોઈજ વાંધો નથી.!
કારણ કે મારી સાથે તો એને
પરણવુ કે લગન કરવા નથી.
તો પછી મને શું વાંધો હોય પરીયા...
કારણ કે મને ખબરજ છે કે,
મને કોઈ પણ છોકરી બૌ બૌ તો પ્રેમમાં પાડે
વળી અવકાશ મળે તો થોડોક અમથો પ્રેમ કરે
અને મને જે મળે એ એજ કરી શકે
એથી વધુ એ છોકરી કરે તો શું કરે.!
ચાહે તો પણ એ કૈજ કરી ના શકે
કારણ કે હું માત્ર ૩૦%ટકામાં આવુ
અને એક ઠેકાણા વગરના
ઠામુકાય ઠામ ઠેકાણા વગરના છોકરા સાથે,
કોઈ જીવનભર તો પોતાની જાતને નજ બાંધે..!
અગર એ બાંધવા બંધાવા ચાહે તો પણ
એને લગન હોય તો પણ એક
ગરીબ મુફલિસ જેનુ કોઈ
ઠામ ઠેકાણુંય ન હોય એની સાથે
લગન કરવાની કોઈ પરીવાર
થોડી ના મંજુરી આપે.!?
અનંત ની વેદનામય વાત સાંભળી
અજ્ઞાની એ કહ્યું.
અનંત તારામાં રહેલા
એ ૩૦ % ગુણજ અતી મહત્વના છે.
એજ ૩૦%ગુણ પર
બાકીના ૭૦% નીર્ભર હોય છે.!
અગર જો એ ૩૦%ગુણ નથી તો
એક છોકરી યા સ્ત્રી આગળ
બાકીના ૭૦%ટકાનુ
કોઈજ મુલ્ય કોઈજ મહત્વ નથી રહેતુ.
એટલે અનંત તરામા
એ જે ૩૦%છે તેજ મહત્વના છે.!
જેની સામાન્ય લોકો
અવગુણમા ગણના કરે છે.!
મે અજ્ઞાનીને પુછ્યું.
એવા તે ક્યા ૩૦%ગુણ હોય છે .
જે બાકીના ૭૦%કરતા પણ વધુ મહત્વના છે.?
પરીયા એકવાર કહ્યું ને કે સામાન્ય લોકો
એ ગુણને અવગુણ ગણીને અવગણે છે.!
બાકી તો એ ગુણને માત્ર
ગુણીયલ
છોકરી યા સ્ત્રીજ ઓળખી પારખી શકે છે.!
કારણ કે એ ૩૦% ગુણજ
એક છોકરી છોકરામા
અને
એક સ્ત્રી પુરુષમાં શોધે છે ઝંખે છે..!
મે કહ્યું
અજ્ઞાની મને આ રહસ્યમય
વાત સમજવી છે.?
પરીયા એ હું નહીં સમજાવી શકુ.
કેમ..? તો શું અનંત સમજાવી શકશે.?
ના પરીયા ના અનંત પણ નહીં સમજાવી શકે.
અર્રે..!પણ કેમ.?
ના તું સમજાવી શકે ના અનંત કેમ..?
એ એમ પરીયા કારણ કે
ના તો હું સ્ત્રી છું ના અનંત છોકરી...
મે કહ્યું
ઠીક છે ત્યારે હું કોઈ કાળે
આ રહસ્ય કોઈ છોકરી
યા સ્ત્રીનેજ પુછી લઇશ...
હાં એ ઠીક રહેશે.!
અગર એ સ્ત્રી કહેશે...
અજ્ઞાનીએ એક વાત અધુરી કરી.
અકલે પછી મે
જે સવાલ મને થયો તને પણ થયો અને
એ તો સૌને થાયજ અનંતે વાતજ એવી કરી હતી કે,
સવાલ તો થાયજ અને થયો પણ ખરોજ ને..!
અકલે મે તારા વતી મારા વતી સૌ કોઈ વતી
પુછ્યું.
એ બધુ તો ઠીક પણ અનંતે કહ્યું કે
રેશીયો ૭૦/૩૦નો હોય તો વાંધો ના આવે.
જોતા વેંત, જોયા પછી, જાણ્યા પછી,
અને અંતમા અંગતમા મળ્યા પછી,
જો અંતરાત્મા એમ કહે કે
૭૦% ઝંખના મુજબનુ પાત્ર છે.!
તો પણ.!
તેને પરણવાનુ નહીં.!
બલ્કે,
એની સાથે પ્રેમ પુર્વક લગ્ન કરી લેવા.
આનો મતલબ શું..?
પરણવુ કે લગનવુ બંને શબ્દ નો અર્થ તો
એકજ થાય છે.!
તો શા માટે અનંતે ભાર પૂર્વક એમ કહ્યું..?
આવા સવાલ થાય,
એવી વાત કરીને
સવાલ ઉભો કરનાર અનંત તો
ચાય પીયને ખુરશી પરજ ઢળી ગયેલો
અર્થાત્ઉં ઘીજ ગયો હતો એમ
ઉંઘીજ જાયને સવારે પાંચ વાગ્યાથી
લઇને રાત્રે બાર એક વાગ્યા સુધી
બે ભઠ્ઠી ની વચ્ચે
આગ આગ રાખ રાખ અને ધુઆ ધુઆ
વચ્ચે સતત સખત મહેનત કરીને
ગોરો ચહેરો લાલઘુમ થઈ જતો
આટ આટલી મહેનત કરતો બાળક
પછી ક્યારેક તો થાકેજ ને.
માંડ માંડ રાત્રે કામ પુરૂ કરી
સ્નાન કરી નીરાંતનો દમ લેવા
શરીરથી થાખેલા મનને હળવું કરવા
પાછા અમે ચાય પીતા પીતા મોડે સુધી
વાતો કરતા હોય...
તો ક્યારેક તો વાત કરતા કરતા ઉંઘીજ જાયને...
અનંત ઉંઘી ગયો હતો
અકલે મે અજ્ઞાની સામે જોયુ.
મુછમા હસી અજ્ઞાનીએ
તારા મારા આપણા સૌના મનમાં ઊઠેલા
સવાલનો જવાબ આપતા કહ્યું કે,
પરીયા...
અનંત કહેતો કે
જણ કે જીણી ને
એટલે કે છોકરા કે છોકરીને
એક બીજાને જોયા પછી,
થોડુ ઘણુ મળ્યા પછી પણ,
ભીતર ઝણ ઝણાટી ન થઈ હોય
એટલે કે છોકરા કે છોકરી ઝંખના મુજબ નુ
પાત્ર પુર્ણ રીતે ગમ્યું ન હોવા છતાં
વધતી ઉંમર, યા તો પ્રાકૃતિક
સાયણીક પ્રક્રિયા ના કારણે
શારીરિક સહવાસની ઈચ્છા
યા તો પરીવાર કે સમાજનો વીચાર કરીને
હાં પાડી દેવી પડે અને એની સાથે
ફેરા ફરી લે એને પરણી ગયા કહેવાય...
પરણવુ એ શબ્દમાજ
કોઈ સાથે પરાણે જવુ
એવો છુપો અર્થ છુપાયો છે..!
અનંતે એટલા માટે જ.!
જોયા જાણ્યા મળ્યા પછી
અગર તનમન અને હ્રદયમાં
તનમન હ્રદય અને આત્મા સમેત
એક બીજાને પામવાની લગન લાગે છે.
ત્યારે...
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ
થવા લાગે છે બંનેના તનમન અને હ્રદય
બંને અલગ અલગ આકાર ધરાવતા
શરીર ને એક થવાની અતી લગની
લાગે તો લગન કરી લેવા...
ડોલતા ડોલતા
ઝણણ ઝણણ ઝણ
બોલતા બોલતા
અજ્ઞાની રીતસર નો ધુણવા લાગેલો
મે કહ્યું લ્યા ઝણણ ઝણણ ઝણ
બોલતા બોલતા તું ધુણવા કાં લાગ્યો.?
પરીયા...
અનંતને જ્યારે કોઈ પ્રેમમાં પાડે છે
ત્યારે અનંત આમજ ઝણઝણે છે.
અનંત આ ઝણણ ઝણણ
બૌ મોટેથી ગણગણે છે.!
અને જ્યારે અનંત
ઝણણ ઝણણ ઝણ ઝણે છે.
ત્યારે...
એ આમજ આખે આખા શરીરને
ઢીલું ઢફ મુકી આમજ કાયમ
ડોલતા ડોલતા બોલે છે
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ
એટલે અનંતે કરેલી વાત
અને અનંતને તે કરેલા સવાલનો
જવાબ અનંત વતી આપવાનો હોય
મારે એની જેમજ એનીજ અદામાં આપવો પડે..!
મે વચ્ચે કરેલા સવાલ નો જવાબ આપી
અજ્ઞાની એ અનંતની વાત આગળ વધારતા કહ્યું.
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ
થવા લાગે છે બંનેના તનમન અને હ્રદય
બંને અલગ અલગ આકાર ધરાવતા
શરીર ને એક થવાની અતી લગની
લાગે તો લગન કરી લેવા...
એવુ અનંત ઊંડાણથી સમજીનેજ
અનંતે કહ્યું હતું.
કારણ કે ઝણણ ઝણણ ઝણ ઝણ
તો અને ત્યારે થાય છે જ્યારે બંને શરીરને
માત્ર એક બીજાના શરીરમાં સમાય જવાની નહીં
બલ્કે બંને આત્મા ને આત્મા મા ઓતપ્રોત
થઈ જવાથી અનંત લગની લાગે છે.
અને આ વાત પણ,
અનંતે એટલેજ કહી છે પરીયા કે,
લગ્ન શબ્દ માં પણ લગન શબ્દ સ્પષ્ટ છે.!
અનંતે કહેલી આ વાત
(રેશીયો ૭૦/૩૦નો હોય તો વાંધો ના આવે.
જોતા વેંત, જોયા પછી, જાણ્યા પછી,
અને અંતમા અંગતમા મળ્યા પછી,
જો અંતરાત્મા એમ કહે કે
૭૦% ઝંખના મુજબનુ પાત્ર છે.!
તો પણ.!
તેને પરણવાનુ નહીં.!
બલ્કે,
એની સાથે પ્રેમ પુર્વક લગ્ન કરી લેવા.)
નો ગહેરો મર્મ મને સમજાવી
અજ્ઞાની પણ ઉંધી ગયો...
અને હું અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી
ઉબડ ખાબડ સાંકડી ગલીના રસ્તેથી
ઘરભેગો થઈ ગયો....
* લાસ્ટ બ્લાસ્ટ *
"અનંત" સાચી લગની લાગે
ત્યારેજ લગન કરવા.
પરાણે પરાણે ક્યારેય કોઈએ
કોઈને પરણવુ નહીં..!
"અનંત"
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં...
આવીજ કૈક વાત ભાઈબંધની કોઈ ચહીએ કરી હતી.
ત્યારે...
ભાઈબંધે એની ચહીતીને કહ્યું હતું કે,તું કે તો કૌ
તે પુછ્યું નથી જોકે, છતાં
કૈ ગુઠ ચેતવણી ભાઈબંધે
વર્ષો પહેલાં...
એની ચહીતીને આપી હતી.
જો કે
પછી મને એ ખબર નથી કે,
એ છોકરી અનંતની વાત
સમજી હતી કે નૈ
ખબર તો મને એ પણ નથીજ કે,
તું પણ અનંતની વર્ષો પહેલાં કહેલી
વાત આજ સમજશે કે નૈ
ખૈર...
છતાં હું કૈ ને મારૂ કર્તવ્ય પુરૂ કરીશ
આગળ તારૂ ભાગ્ય તારૂજ નશીબ
હાં તો,
અનંતે પેલીને કહે લૂ કે,
પેલ્લા ખુદની શોધ કરવાની હોય
પછી ખુદાની
અર્થાત્
પેલ્લા પોતાની શોધ કરવાની હોય
પછી પોતાનાની...
કોઈ તો હશે
જે તને શોધતુ હશે
પણ થશે એવુ કે
શોધશે એને તું મળશે નહીં
મળશે એ તારી શોધ નૈ હોય
******
ત્યાં
એકાંતમાં...
છેક ગામને છેવાડે જંગલમાં
આવેલ ખંડેરમા...
એ નીર્જન જગ્યા ક્યાં આવેલી છે
કોઈને ખબર નથી
જ્યાં
કોઈ કરતા કોઈ
બીજુ આવતુ જતુ નથી.!
એક મારા સીવાય...
રાત્રે મોટા ભાગે હું ત્યાંજ હોવ છું
અને ક્યારેક દિવસે પણ
હું એ ખંડેરમા લટાર મારી આવું છું
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આખો કબાટ ભરીને લખેલા કાગળો...
દિવસે કે રાતે ફુરસતે ઉકેલી ઉકેલીને
હું એજ ખંડેરની દિવાલ પર
ચીપકાવી આવુ છું
શું તને ખબર છે.?
ત્યાં કણે ખંડેરમા
અનંતના શબ્દો ના પડઘા પડે છે
ત્યાં
થોડા તારાયે શબ્દો ગુંજે છે..!
ચાલ ત્યારે...
!
!
!
હું જાઉં
*બ્લાસ્ટ*
મારી જેમજ મારા પ્રત્યે તારી સંવેદના,
તારી લાગણી ને પણ વાચા ફૂટે તો સારૂ.
મારી જેમ મારા પ્રત્યેનો તારો "અનંત"
પ્રેમ પણ વરસીને માજા મુકે તો સારૂ.
"અનંત"
વર્ષો પહેલાં...
ભાઇબંધ અનંતે એની કોઈ ચહીતી ને કહેલી
પછી લખેલી આ રચનામાં...
પુરૂષ સ્ત્રી થી ક્યારે અને શા માટે ડરે છે..?
રચના ના અંતે તેનો ખુલાસો કર્યો છે.
ઝંખના નુ તો એવુજ હોય છે કે
તે સતત વધતી જતી હોય છે.
પહેલા કોઈ સુંદર સ્ત્રીને
જોયા કરવાનું.
પછી એની સાથે વાતો કરવાનું
અને અંતમાં મોકો મળે તો,
સ્ત્રીને સ્પર્શવાનુ
પુરૂષ માત્રને મન થાય છે..!
પણ એમ કરવા જતાં ક્યાંક,,,
અમસ્તી અમસ્તી પણ.!
મને તારી મજાક કરતા પણ બીક લાગે છે.!
શું કોઈ તારાથી બીવે એ તને ઠીક લાગે છે.?
દૂર દૂરથી હરકતો કરવામાં લગીરે ડરતો નથી.
બીક ત્યારેજ લાગે છે જ્યારે તું નજીક આવે છે.
પુરૂષો સાથે સ્ત્રી સામે આવતા આવું શાને,
થતુ હશે.? શું એવો વિચાર તને કદિ'ક આવે છે?
*બ્લાસ્ટ *
પુરૂષને સ્ત્રી સામે આવતા
ડર એ વાતનો હોય છે કે,
ટેરવાના સ્પર્શની
ઝંખનામા ક્યાંક "અનંત" વાતોનો
વહેવાર પણ છુટી જશે તો.!?
"અનંત"
"અનંત" હું છું તુચ્છ તૃણ. એક રજકણ.
તું ચાહે મને તારો ગણ તું ચાહે અવગણ.
"અનંત"
બાકી બધુ આવન જાવન છે.
એક માત્ર પ્રેમ "અનંત" સારસ્વત છે.
પરમ ચરમ અખંડ અનંત અમર પ્રેમ...
"અનંત"
જે સુખનુ કારણ એજ દુઃખનુ કારણ.
જે દુઃખનુ કારણ એજ સુખનુ કારણ.
"અનંત" ઘટનાઓમાં નીમીત બન્યુ છે.!
પ્રેમ સ્પર્શ હુંફ પ્રેમનીજ ભુખનુ કારણ.
"અનંત"
चांद भी रूठा तारे भी रूठे।
हम से तो सब हमारे ही रुठे।
फुलो की खुशबु मीली ना हमे
तो बहारे भी रुठी नजारे भी रुठे।
कलतक तो सब साथ चलते थे।
आज यारो के इशारे भी रुठे।
"अनंत" उस पार अब मै जाउ कैसे,
इस पार के माझी किनारे भी रुठे।
"अनंत"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે લખેલી આ વાતમા
કૈક તો ગુઢ છુપાયુ છે.!
જે ઉકેલવા ખાતર મે ઝર્રઝર્રીત કાગળમાં સાવ આછા પડી ગયેલાં અક્ષરો ઉકેલવાનો મધરાત સુધી અથાગ પરિશ્રમ કર્યો..!
શબ્દો તો માંડ માંડ ઊકલી ગયા...
પણ અફસોસસસસ....
ગુઢાર્થ ઉકેલી શક્યો નહીં.!
* મર્યા પછીનુ જીવન *
સુખ દુઃખ આનંદ પીડા...
વેદના વ્યથા કે પછી પ્રેમ..!
જીવ્યા કરતા અધીક મળે છે.!
છતાં..! મર્યા પછી જીવવાની
"અનંત" મજા આવે છે.!
મરો આનંદ મારો પ્રેમ..!
મારી પીડા મારી વ્યથા...
મારૂ સુખ મારૂ દુ:ખ..!
મારી સજા.!
હું ખુદ નક્કી કરૂ છું.!
ના અન્ય કોઈ મને મજા આપી શકે છે..!
ના તો કોઈ મને સજા આપે છે..!
મર્યા પછી જીવવાની "અનંત" મજા આવે છે.!
"અનંત"
એક એવી સ્ત્રી છે જે થાક લાગે કે તરત આંખમાં આવીને પાંપણ ના કમાડ બંધ કરીને સવાર સુધી મારી સાથે સુવે છે.!
તું જીવનમાં અગર આવે તો એ રીતે આવજે..!
"અનંત" જેમ થાકી પાકીને પથારીમાં પડ્યા ભેરી નીંદર આવે છે.!
પકડો તો આફત
છોડો તો આનંદ
છોડો તો પીડા
પકડો તો આનંદ
એક દેહ નસ્વર
ઔર દુજે "અનંત" ઈશ્વર...
"અનંત"
"अनंत" और कुछ भी मुजे तुजसे नहीं चाहीए।
एक तेरा मेरे पास होना ही मेरे लीये काफी है।
"अनंत"
"અનંત"
દોડી દોડીને અંતે ચરણ થાકે "અનંત"
દોડા દોડ કરે દે સતત તોયે ના થાકે મન.!
"અનંત"
"અનંત" તારી ખામીઓ અનેક લોકો શોધી આપશે.
મગર તું તારા ભીતરની એકાદ ખુબી શોધી રાખજે.
"અનંત"
એક નીર્દોષ ભોળુ કબુતર કાંકરા માથી વીણે ચણ.
"અનંત" ચણમાથી શોધે કાંકરા એક સ્વાર્થી જણ.
"અનંત"
@@@@@@@@@@*બ્લાસ્ટ*
બધુ અંદરથી બહાર આવે એવુ નથી હોતું.
ઘણુ બહારથી પણ અંદર આવતુ હોય છે.
અંદરની વાત ક્યારેય બહારથી નથી સમજાતી.
"અનંત" બહારની વાત અંતર સમજતું હોય છે.
"અનંત"
*બ્લાસ્ટ*
તું મારી અંદર છે.
હું તને અંદર મહેસુસ કરૂ છું.
હું તારી બહાર છું.
તું મને માત્ર બહારથી જુવે છે.
જ્યારે હું તારી અંદર આવીશ.
તું હું થૈ જશે
પછી તું પણ મને મહેસુસ કરીશ તારી ભીતર..
ત્યાર પછી તને "અનંત" બહાર જોવા જવાની ઈચ્છા નહીં થાય મારી માફક.!
"અનંત"
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહીતી
જેનાથી અનંત રીસાયો હતો,
તેને અનંતે કહ્યું હતું કે,
ખરાબ મળશે એવું હું હરગિઝ નહીં કહું.
બે શક્ક મારાથી સારાજ મળશે.
તને ચાહનાર "અનંત" મગર હું નહીં મળુ,
ભીતરની ઝંખના યા અંદરની અનંત તડપ વીના.
"અનંત"
બસ આજે આક,લૂઉઅ ઉકેલી શક્યો હું જુના ઝરઝર્રીત કાગળીયા માંથી...
*બ્લાસ્ટ*
એક છોકરી અને એક છોકરાની.
એક પુરુષ અને એક સ્ત્રીની.
બંનેની ઝંખના આખરે એટલીજ હોય છે કે,
એવો એક દોસ્ત યા સંગાથી મળે જીવનમાં,
પ્રેમ વીશે બંનેની સમજણ લગોલગ હોય.
અને હ્રદય "અનંત" પ્રેમથી છલોછલ હોય.
એવા એક ઋજુ પ્રેમાળ હ્રદયની "અનંત" ઝંખના હોય છે આખરે બંને તરફ.!
સમજે મનની વાત ઉચ્ચાર્યા વગર એક હરફ,
જે મનને સ્પર્શ કરે તનને અડ્યા વગર..!
અને અગર જો તનને અડકે પણ, તો,
અસર એની છવાય જાય સમગ્ર અસ્તિત્વ પર.
અને છવાયેલી એ અસર રહે ઉમરભર...
" અનંત "








































































































































































No comments:
Post a Comment