Wednesday, 22 November 2023

વીચાર

 અચાનક જાણે આકશમાંથી પ્રગટ થાય છે ...

આ પંખીઓ તારા વીચારોની માફક...

અને બસ પછી મારી આંખો તને જોયા કરે છે...!

અકલે કે પંખીઓને એમ.! 

તારાય વીચાર આમ તો જો કે પંખી જેવાજ..!

તારા વીચારય પંખી જેવાજ આમ તો જો કે ...! 

પંખીઓ ફરી આકાશમાં ઓગળી જાય...

વીચાર મગર તારા ઓગળે નહીં...

એ તો ભીતર થીજી જાય...

અકલે, 

ગરમ ગરમ ઠંડકનો અલૌકિક અહેસાસ થાય...

કદાચ એનેજ હુંફ કહેવાતી હોય તો ખબર નૈ...

આમ તો જોકે આકાશમાં તરતા પંખીજ.!

આમ મગર એ મનમાં તરતા તારાજ વીચાર...

વીચારોમા ને વીચારોમાં... 

જેમ તું પણ કદાચ, મને.!

એમ હું પણ તનેજ..! 

છેક લગી જોયા કરૂ માણ્યા કરૂ... 

અને પછી, 

ઝણણ ઝણણ ઝણણ ઝણઝણઝણ

ઝણણ ઝણણ ઝણણ ઝણઝણઝણ 

ઝણઝણઝણ ઝણઝણ્યા કરૂ... 

લો ફરી એક સંધ્યા....

પસાર થૈ ગૈ પંખીઓ સાથે પ્રક્રુતીના સાનીધ્યમાં....

*બ્લાસ્ટ *

કોરા કાગળના "અનંત" આકાશમાં

આમ તેમ ઊડતાં..!

આ શબ્દો પણ પંખી ની જાત..! 

આ શબ્દો તો પંખીની જાત..!

જટ દૈને કાગળના પીંજરામાં

પુરીયે નહીં તો ઊડી જાય..

ફુર્રરરર ફફડાવતાં પાંખ...

પછી આવે ના હાથ..!

પંખી આવે ના હાથ..! 

"અનંત"

*બ્લાસ્ટ*

જ્યારે તું વાંચીશ મારા શબ્દો 

તને મારા અંતરનો અવાજ સંભળાશે...

અને હું દુરથી તારો સ્વર સાંભળીને

તારા "અનંત" સ્વરૂપના દર્શન કરી લઈશ...

"અનંત" 

No comments:

Post a Comment