Saturday, 25 November 2023

ભાઈબંધ ની કડક સુચના..

સલાહ શીખામણો એજ આપે.! 

જે એ મુજબ જીવતા હોય યા જીવી શકતા હોય..!

સહેવાની સલાહ આપનાર..! 

ખુદ સહન કરી શકતા નથી..!

સમજદાર સદૈવ સમજી વીચારીનેજ લખે છે, બોલે છે, અને એ મુજબજ જીવન જીવે છે.! 

ના સમજ નાદાનો ને માત્ર

સ્વાર્થે સમજણ ફુટે છે..!

એનુ લખવુ, બોલવું, જીવવું બધુજ..!

અલગ અલગ હોય છે.!

આવુ વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે મને

રાતના અંધકારમાં... 

અંતરના અજવાળે  કહ્યું હતું.!

"અનંત"

No comments:

Post a Comment