Saturday, 25 November 2023

હોઠ ચુપ્પ

 હું નથી બોલતી..

હંમેશા ઘોઘાની લગોલગ અડોઅડ બેસવા મથતી ઘોઘી આજે સોફા પર ઘોઘાની બાજુમા તો બેઠી મગર ઘોઘાથી છેટી. 

અને એક નજર ઘોઘા પર ફેંકી 

પછી મો ફેરવી મો ફુલાવી બોલી.

હું નથી બોલતી.

ઘોઘાએ જીણકુક હસીને કહ્યું.

ખબર છે.!

હુંહ.! શું ખબર છે..! 

હું કહુ છુ કે હું નથી બોલતી. 

તો અક્કલ વગરનો કહે છે ખબર છે..! 

કાયમ વાતે વાતે ખબર નૈ ખબર નૈ કરતો ઘોઘો 

આજે ખબર છે એમ કહે છે..!? 

ઘોઘી મનોમન બબડી પછી. 

ફરી ઘોઘી બોલી. 

હું નથી બોલતી. 

ઘોઘાએ હોઠમા હસી કહ્યું. 

એ પણ જાણુ છું..! 

અક્કલ વગરનો સાવ તેમા.. 

હું રીસાઈને કહું છું કે હું નથી બોલતી..!

તો ન બોલવાનું કારણ પુછવા બદલે મને મનાવવા ને બદલે કહે છે એ પણ જાણુ છું..! 

મનોમન ધુંધવાયેલી ઘોઘી મનમાજ બબડી 

ફરી શબ્દો પર ભાર દૈને ઘોઘી બોલી. 

હું.! નથી.! બોલતી.! 

ઘોઘાએ પણ ઘોઘી માફકજ

શબ્દે શબ્દ પર ભાર દૈને કહ્યું

તો..! પણ..! હું સાભળુ છું..! 

ઔહૌ કહું છું કે હું બોલતી નથી.. 

તો પણ આ મગજ વગરનો કહે છે, 

તો..! પણ..! હું સાભળુ છું..! 

ઘોઘી :-હું નથી બોલતી. 

ઘોઘો :- સમજે છે એટલુ કાફી છે.! 

ઘોઘી :-હું નથી બોલતી. 

ઘોઘો :- જરૂરી પણ નથી.. 

ઘોઘી :-હું નથી બોલતી. 

ઘોઘો :- તે હુય ક્યા બોલુ છું 

ઘોઘી :-હું નથી બોલતી. 

ઘોઘો :- સાંભળે તો છે ને..?. 

ઘોઘી :-હું નથી બોલતી. 

સાંભળે પણ ક્યાં છે.! 

ઘોઘી :-હું નથી બોલતી. 

ત્યારે આંખો બોલે છે. 

ઘોઘી :-હું નથી બોલતી. 

ત્યારે રૂહ બોલે છે.! 

ઘોઘી :-હું નથી બોલતી. 

મને સંભળાય છે.! 

મે ક્યાં કહ્યું તું બહેરો છે.! 

મનેય ખબર છે તું મુંગી નથી.! 

મને ખબર છે તું મુંગી નથી રહી શકતી.! 

બોલવા માટે હરેક વખતે હોઠ ખોલવા જરૂરી નથી.! 

આંખો થી આંખો ને પણ વાત સંભળી શકાય છે.! 

હું બોલતી નથી. 

તારી આંખો બોલકી છે. 

હું બોલતી નથી. 

આંખ ને મુંગી રાખ.! 

હાં પણ આંખોય મુંગી નથી..! 

મે પણ ક્યાં કહ્યું તું મુંગી છે.! 

આમ ઘોઘાએ ઘોઘીની એકની એક વાતના 

ગુઢાર્થ મા અલગ અલગ જવાબ આપ્યા 

ઘોઘી તો સમજી કે નૈ એ મને ખબર નથી 

પણ હું ખુદ કૈ સમજ્યો ન હતો 

અકલે મે ઘોઘી ના ગયા પછી પુછ્યું. 

અકલે ઘોઘાએ મને 

એના શબ્દો ના ગુઢાર્થ નુ રહસ્ય કહ્યું... 

ભાઈબંધ ના શબ્દો માં

ક્રમશ :-

*બ્લાસ્ટ *

એના હોઠ 💋 ચુપ્પ હોય છે.!

મગર હોય છે બોલકી 👁 આંખો 👀

એ બોલે નહીં ત્યારે હોય છે,

તેની બોલતી 👁 આંખો 👀

અને હું એની આંખો ને સાંભળુ છું..

"અનંત" સતત....








No comments:

Post a Comment