Saturday, 9 December 2023

એકજ સવાલ પર અટકેલી ઘોઘીને

બે, મતલબ કી બાતે... 

એકજ સવાલ પર અટકેલી ઘોઘીને, 

આજે ઘોઘાએ જવાબ દૈયજ દિધો... 

અક્કલ વગરની..

મને એવી ખબર પડતી હોય તો સારુજ ને... 

તો તો ક્યારનુ મે કૈ ના દીધુ હોત... 

તારે જે કહેવુ હોય તે કે 

હુ "પ્રેમ" થી કાન બંધ કરીને સાંભળીશ...

આમ કૈ ઘોઘો સોફા પર લાંબો થૈ ગ્યો... 

અકલે ઘોઘીએ દાવ લીધો... 

હુહ.! એમ છણકો કરી ઘોઘી લહેકાથી બોલી. 

હાં, હાં, તારામાં કેટલી અક્કલ છે, 

એતો તે કાન બંધ કરી સાંભળવાનું કહ્યુ, 

એટલે મપાઈ ગઈ... 

અને પછી તો 

"સામ સામી જીકાણી ને મારી આંખ મીંચાણી "

શુ વાત છે..! તારે કાન છે કે માપ પટ્ટી... 

માથુ તારૂ, 

લે બોલ, એમા ગુસ્સે શુ થાય છે.! 

તુ જો કાન થી માપ લઇ શકતી હોય, તો 

તો હુ ખુલ્લી આંખે સાંભળી ના શકુ..! 

પણ અક્કલ વગરના પહેલા તે મને એમ કહ્યું હતું કે, 

તારે જે કહેવુ હોય તે કે'

હુ "પ્રેમ" થી કાન બંધ કરીને સાંભળીશ...

અને હવે ખુલ્લી આંખે સાંભળવાનુ કહે છે..! 

હા તો, બરાબર જ તો કૌ છુ...! 

શુ, ડાચુ તારૂ બરાબર કહે છે..! 

ક્યારે શુ બોલે છે એનુ ભાન તો હોતુ નથી... 

જે બોલે તે થોડીવાર તો યાદ રાખતો જા..!

ભલે., તારૂ મગજ ભાડે આપ..! 

કેમ..? 

કેમ શું મારે જગ્યા નથી... 

ચૂપ રે... 

જે કહેવુ હોય તે સીધી રીતે કે'

ના.! 

કેમ..? 

'હા' પણ હુ કેવી રીતે કૌ... હુ કૈ 

કેમ..? હુ કૈ શુ..? 

સ્ત્રી નથી...! 

હુ છુ..! 

સાચ્ચે..! તો પછી તુજ કે જે કહેવુ હોય તે 

હુ "પ્રેમ" થી કાન બંધ કરીને સાંભળીશ...

ઔહૌ ઘોઘા....! 

ફરી એજ બે મતલબ ની વાત લૈને બેસી ગ્યો... 

તો પણ તુ એક પર અટકેલી છે...! 

એટલે...? 

એટલે બીજો સમજતી નથી એમ..... 

શુ બોલે છે કૈ ખબર નથી પડતી હુહ...!

એમા હુહ હુહ શુ કરવાનુ હોય.... 

ચૂપ રે.... 

નૈ રૌ.... 

તો બોલ... 

નૈ બોલુ...

અંતે ઘોઘીની કમાન છટકી.... 

ઘોઘા હવે તારે સીધી રીતે વાત કરવી છે.. કે હુ જાઉ..!?

હુ તો સીધુજ કૌ છુ અક્કલ વગરની...

તુ લખીને બોલે તો મારે વાંચીનેજ સાંભળવુ પડે કે નૈ... 

કાનને આંખ બંધ કરી  ગીત ના સાંભળવા હોય કે..... 

ગુસ્સે થૈ હુહ હુહ હુહ કરતી પગ પછાડતી, 

ઘોઘી વૈ ગૈ જતા જતા છમ છમ છમ કરતી

રણઝણતી ઝણઝણાવતી ઝાંઝરીની ગુંજ દૈ ગૈ.... 

કાન મધુર ગાન સાંભળવામાં મશગુલ છે...

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02iECoe5K9BXMTqbj9oeuQv3k44gbSJCBp8QckKVNkRaU6JzHBkC7PTs3Y3TAE891vl&id=100002991311961&mibextid=UyTHkb



No comments:

Post a Comment