Saturday, 9 December 2023

શયન કક્ષ

 ક,તિરા નું મીઠું કારેલું....  

સ્વર્ગ કે નર્ક આમ તો ધરતી પર જ હોય છે .... 

કિન્તુ એનો અહેસાસ સૌને અલગ અલગ સમયે, 

અલગ અલગ રીતે થતો હોય છે...!

સુંદર બગીચો સ્વર્ગ સમાન લાગે ,

તો ગંદો ઉકરડો નર્ક સમાન.... 

આ થઈ ,સ્થૂળ સ્થળને જોઈને થતી ,

સ્થૂળ અનુભૂતિની વાત. 

પણ એથીય અધિક આનંદ દાયક, 

યાતો, પીડા દાયક હોય છે,

સ્વર્ગ કે નર્ક નો શૂક્ષ્મ અહેસાસ.... 

ભાઈબંધ "અજ્ઞાની" ના કહ્યા મુજબ... 

સ્વર્ગ નર્ક ની બસ આટલીજ વ્યાખ્યા ... 

જે ક્ષણ આનંદ તે ક્ષણ સ્વર્ગ ... 

જે ક્ષણ આક્રંદ તે ક્ષણ નર્ક .... 

ધણાને થઈ ચૂકી ,ઘણાને થઈ રહી છે , ઘણા ને થશે ....!

ભઇ સાબ ! આજકાલ મૌસમ ચાલી રહી છે તી .!

તમને ખબર નથી...! 

અલગ અલગ અલૌકિક અવયવ,  

એ સારાયે અંગોના અલગ અલગ આકાર.... 

પણ ! લાગણી એક સરખીજ !  એક હદ સુધી !  

આમ બે અલગ અલગ શરીરની, 

એક થવાની રૂતુ  ચાલી રહી છે, તો ..., 

કઈ કેટલાયે "બેડ" રૂમમાં અંધારે સ્વર્ગ ઉતરશે... 

પછી અજવળેય ઉતરશે.... 

ઉતારતા આવશે તો ગમે ત્યારે સ્વર્ગ ઉતરશે..... 

યાની શયન કક્ષમાં બે શરીરને, એ ક્ષણે, 

એક જેવીજ સ્વર્ગની અનુભૂતિ થશે ....!

અગર જો અરસ પરસ સમજણ હશે ! 

તો, આ સ્વર્ગીય અહેસાસ ....

થોડી કક્ષણો,મિનિટો,કલાકો,દિવસો,

અઠવાડિયાઓ,મહિનાઓ કે, પછી,,, 

થોડા વર્ષો  પૂરતો સીમિત ના રહેતા ... 

ક્ષણ ક્ષણ સતત વર્ષોના વર્ષો કે પછી, 

ભવો ભવ સ્વર્ગીય અહેશાસ..અનુભવાશે...... 

બન્ને ના તન મનને, 

પ્રેમનો અદભૂત અનોખો અલૌકિક અહેસાસ ... 

વર્ના.... 

વિના સ્પેલિંગ મને સમજાયું છે એ મુજબ, 

આમ તો અંગ્રેજી પણ આમ ગુજરાતીમાં 

એક અભણની સમજ મુજબ "બેડ" ના બે અર્થ થાય.... 

એક અર્થમાં " બેડ" માની ખરાબ... 

અને બીજા અર્થમાં "બેડ" માની પથારી....

જે સહજ સમજના અભાવે ફરી શકે છે...! 

અકલે કે, અગર જો બન્નેમાં અથવા કોઈ એક પાત્રમાં, 

સમજણનો જરીકેય્ય અભાવ હશે ! તો,,, 

બેડ ફરી જશે ... 

અર્થાત લગ્ન જીવનની પથારી ફરી જશે...! એમ...! 

જે બેડ યાની પથારી સ્વર્ગનો અહેસાસ કરાવે છે, 

તેજ બેડ યાની પથારી  નર્કનો અનુભવ પણ કરાવશે.... 

અને માત્ર તમારી અરસ પરસ સમજના અભાવે.... 

તમને ખૂબ આનંદ અને ઉત્સાહથી, 

( એને મળ્યું હોય કે ના મળ્યું હોય ) 

પણ તમને સ્વર્ગ નું સુખ પ્રાપ્ત થાય..., 

એ શુભ આશયે  તમને લગ્નના બંધનમાં બાંધનાર, 

આખાયે પરિવાર ને પણ તમારી સમાજના અભાવે.... 

નર્કગાર નો અનુભવ થઈ શકે છે...! 

અને પછી, 

ભાઈબંધ  "અનંત" ની પેલી પંક્તિ ગણ ગણવી પડે.. કે...

પહેલા તો ટેરવાના સ્પર્શ માત્રથી, 

"અનંત" ઝણ ઝણતું આખુય શરીર.... 

'ને હવે આલિંગનમાં આખુય શરીર, 

તોય ઝણ ઝણે ના ટેરવુંય લગીર... 

તો અગર જો શરીરથી પર ... 

યાની શરીરની ભીતર.... 

યાની માત્ર સ્પર્શથી શરીર જ નહીં બલ્કે, 

સ્પર્શ વિના આત્મા પણ જો સતત ઝણ ઝણે....

તોજ લગ્ન  જીવનનો મર્મ સાર્થક થઈ શકે.... 

કેમકે લગ્ન જીવન માત્ર ને માત્ર રાત્રિના અંધકારમાં.., 

શરીરના સાથ પૂરતું સીમિત ના રહેતા, 

દિવસના ઉજાસ દરમ્યાન સતત સખ્ખત, 

આત્માના સંગાથને ઝંખતું રહે.., 

એ પણ એટલું જ જરૂરી છે...       

'બેડ' એક જ અર્થમાં તોજ સાર્થક થાય ,,, 

જો બન્નેમાં એક સરખી સમજણ હોય....

અન્યથા બન્ને યા બે માથી, 

કોઇ એક જણની સમજણના અભાવે.. 

એ મખમલી પથારી.... 

તમારા પ્રેમ અને સપનાની પથારીના ફેરવે નહી, 

બલ્કે બેડરૂમ યાની શયન કક્ષ સતત  સતત સતત... 

સ્વર્ગનો અહેસાસ કરાવે એવી ઝંખના જો...

અરસ પરસ બન્નેમાં હોય તોજ...! 

એ સ્વર્ગનું સ્વપ્ન સાર્થક થાય.....  

યાર આટલે તો માંડ માંડ પહોચ્યો .... 

અંતે થાક્યો ને અધૂરું છોડી હું પોઢી ગ્યો.....

*બ્લાસ્ટ* 

ધરતી પર નું પહેલું સ્વર્ગ, ધર.! 

અને એજ ધરમાં આવેલુ બીજુ 

"અનંત" અલૌકિક સ્વર્ગ 

એટલે શયન કક્ષ.! 

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0Hz1uYytJmUroT2caTBS9cCxDZRHAkMCd3Su2adfhzNHkbVimu75dyLfcAtWHyT7dl&id=100002991311961&mibextid=UyTHkb












No comments:

Post a Comment