Sunday, 3 December 2023

અનંત અંદરની અંતરવાણી

"અનંત"ની અંતર વાણી...

"અજ્ઞાની" ના બ્લાસ્ટ....  

જાણી,જોઈને, જોઈ જાણીને, પણ ! 

કોઇની ક્રિયા પર પ્રતિક્રિયા ના આપવી , 

એ પણ આમ તો એક અલગજ અંદાજમાં-

આપેલી પ્રતિક્રિયા  જ ગણાય...

"અનંત" 

આવું વર્ષો પહેલા ભાઈબંધ "અનંતે " ખૂબ ઊંડાણ પૂર્વક વિચારીને.... 

પોતાની નોંધ પોથીમાં લખેલું છે..!     

અંતમાં અનંતે એવું પણ લખેલું છે કે,,,, 

આ રીતની મૌન પ્રતિક્રિયા ઘણા લોકોને બેચેન કરે છે .

તો, ઘણા લોકોને આવી પ્રતિક્રિયાથી અકળામણ પણ !

થતી હોય છે.....   

ખૈર... :) 

અંતમાં ભાઈબંધના બે ભડાકા..... :) 

*બ્લાસ્ટ* 1 

જે વ્યક્તિ માત્રને માત્ર વસ્તુને જ ચાહે છે પ્રેમ કરે છે,  

"અજ્ઞાની" તે આખરે એક દિ' પ્રેમાળ વ્યક્તિને ગુમાવે છે.

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 2 

"અજ્ઞાની" પારકાને પોતાના કરવા જતાં ક્યાક, 

પોતાના પારકા ના થઈ જાય એ પણ ખ્યાલ રાખવો. !  

"અજ્ઞાની"

ચોઇખવટ ..... 

ઓને એમ લાગે આને કહે છે. 

આને એમ લાગે ઓને કહે છે. 

"અનંત" શબ્દો મારા મને કહે છે. 

કોઈને ખબર ન પડે કોને કહે છે. 

" અનંત "

અર્થાત્ 

તમને એમ લાગે કે તમને કહે છે !

મને એમ લાગે કે લે ! આ તો મને જ કહે છે.! 

એ બન્ને ભાઈબંધો નું લખેલું કઈ પણ ! 

વાંચ્યા પછી આવતો આ વિચાર આ અનુમાન મારુ કે તમારું સાવ કરતાં સાવ ખોટું...!

કેમકે એ હંમેશા  જાત સાથે જ વાતો  કરતા .... 

અર્થાત.... 

એ કઈ પણ, કોઈ કરતાં કહેતા લખતા 

કોઈને કહેતા નહીં સિવાય પોતાને.!

ચોઇખવટ પૂરી.....

https://www.facebook.com/photo.php?fbid=786405244802512&set=a.179957832113926&type=3&mibextid=UyTHkb



No comments:

Post a Comment