Saturday, 30 December 2023

જ્યારે તું મારી સાથે હતી.

અચાનક મળેલા વર્ષો પહેલાં... 

પછી, જ્યારે અચાનક જ છુટા પડી ગયા... 

પછી, વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે,. 

એની કોઈક ચહીતીને કહ્યું હતું કે, 

બૌ થયું.! હવે તું રહેવા દે.! 

મારે જે કહેવું છે એ કહેવા દે.! 

તું મારી પાસે ન હોવા છતાં. 

હું તારી પાસે ન હોવા છતાં. 

હું તારી સાથે હતો. 

તું મારી સાથે હતી. 

જ્યારે તું મારી સાથે હતી, હું તારી સાથે હતો.

જ્યારે હું તારી સાથે હતો, તું મારી સાથે હતી. 

અત્યારે તું મારી સાથે નથી, 

મગર તેમ છતાં હું તારી સાથે છું.

કારણ કે, હું મારી સાથે છું.! 

જ્યારે હું મારી સાથે હોઉં છું. 

ત્યારે હું તારી સાથે હોઉં છું.

આખરે "અનંત" કહેવાનું એટલુજ કે, 

તું મારી સાથે રહે કે ના રહે.! 

મને તો મારી સાથે રહેવા દે.!

તને શું ફરક પડે..!? 

એ રીતે અગર જો તું..! 

તને મારી સાથે રહેવા દે.!

"અનંત"


*બ્લાસ્ટ* 
માણસ માત્ર છાસવારે, જ્યારે... 
પરીસ્થતી કાબુ બહાર જાય ત્યારે... 
એ પરીસ્થતી થી છુટવા યા તો
 એ પરીસ્થતી થી જાતને બચાવવા... 
જાતજાતના સંકલ્પ લેતા હોય છે..! 
અને એમાં પણ ખાસ તો 
વરસ બદલાય ત્યારે... 
દુનીયા ભરના લોકો નો સંકલ્પ 
લેવાનો સીલસીલો શરૂ થાય છે.! 
જે આવનારા વર્ષો સુધી ચાલુ રહે છે.! 
આવનારૂ નવુ વરસ સરસ રીતે 
પસાર થાય એમ વિચારી 
લોકો અનેક પ્રકારના સંકલ્પો 
લેતા હોય છે.! 
જે મોટા ભાગે ટકતા નથી યાતો 
લેનાર ટકાવી શકતા નથી.! 
ખૈર... 
વર્ષો પહેલાં વર્ષ ના અંતે 
જ્યારે અમે ખંડેર મધ્યે 
મળ્યા ત્યારે... 
જતા વરસ ના અંતમાં 
અને આવનારા વરસની શરૂઆતમાં 
ચાય ની ચુસ્કી ભરતા ભરતા.... 
અમારી ત્રણેય વચ્ચે સંકલ્પ બાબતે 
ચર્ચા થઈ... 
દુનિયાના લોકો ના સંકલ્પ વીકલ્પ ની 
ચર્ચા ના અંતે, 
મે બંને ભાઈબંધો ને પુછ્યું.
ભાઈબંધો શું આ નવા વર્ષના અંતે 
તમે કોઈ સંકલ્પ લેવાના છો.? 
હાં.! 
બંને એક સાથે બોલ્યા... 
મે પુછ્યું. 
તો કહો તમે ક્યો સંકલ્પ કરવાનાં છો.? 
પરીયાઆઆઅ... 
દાઢી પર હાથ ફરાવતા ફરાવતા 
અજ્ઞાની એ કહ્યું. 
અમે તો બૌ વર્ષો પહેલાં જ 
એક અખંડ સંકલ્પ લઈ લીધો છે.! 
મે પુછ્યું શું સંકલ્પ કર્યો ? 
અજ્ઞાની એ અનંત તરફ ઈશારો કરી 
કહ્યું એ અનંત કહેશે.! 
મે અનંત તરફ નજર કરી પુછ્યું. 
તો તું બોલ અનંત તમે શું સંકલ્પ કર્યો છે 
આ વર્ષે.? 
અનંતે કહ્યું પરીયાઆઆઅ... 
જાત અને જગતને છેતરવાનું 
અમે લગીરે પસંદ નથી કરતા.! 
માટે જાત અને જગતને છેતરવા કરતા,
અમે બંનેએ, 
જાત અને જગતના અનંત અનુભવ બાદ, 
અમને પણ તુટવાની ફીકર ન રહે, 
અને કોઈ અન્ય વ્યક્તિ પણ 
તોડી તોડાવી શકે નહીં..! 
એવો અખંડ સંકલ્પ અમે માત્ર 
આ વર્ષે નહીં.! 
મગર અનંત વર્ષોથી લૈ લીધો છે.! 
અમે બંનેએ એવો દ્રઢ સંકલ્પ કર્યો છે કે, 
ક્યારેય કોઈ સંકલ્પ કરવો જ નહીં.! 
* અનંત *
ચાયના આખરી ઘુંટ સાથે 
મે કહ્યું. 
ભાઈબંધોઓઓઅ... 
તો તમારો સંકલ્પ એજ મારો સંકલ્પ.. 



No comments:

Post a Comment