Sunday, 31 December 2023

જેના હોવાથી ગર્વ મહેસુસ થાય..

મારાથી ચડીયાતી,હોંશિયાર,બુધ્ધિશાળી વ્યક્તિ મારી દોસ્ત હોય એનો મને આનંદ હોય છે ગર્વ હોય છે. 

અવલોકન એવં અનુભવ ના આધારે વર્ષો પહેલાં... 

આમ તો જોકે હું એક પણ બાબતે હોશિયાર નથી અને, બુધ્ધિને 'ને, મારે હજારો ગાઉનુ છેટું છે.! તો પણ.! 

ખુદને જાતેજ બુધ્ધિશાળી, હોશિયાર, એવં ચતુર સમજતાં ઘણાં દોસ્તો મારી ઈર્ષા કરે છે ત્યારે મને માત્ર હસવુજ નહીં બલ્કે "અનંત" અટ્ટહાસ્ય આવે છે. 

"અનંત" 

મુજ અબુધ, અભણ, અજ્ઞાની ના જીવનમાં એવા પણ ઘણા દોસ્તો આવ્યા છે,જે ખૂબ બુધ્ધિશાળી હોય,સમજદાર હોય, કે તેમના વાણી વર્તન એટલા સરસ હોય કે તેના પર આપણને મનોમન ખૂબજ માન થાય.આપણે એની સાથે હોય યા એ આપણી સાથે હોય તો આપણને ગર્વ મહેસુસ થાય. મગર સમય જતાં ખબર નૈ કેમ એના વાણી, વર્તન, વીચાર વહેવાર એટલા બદલાઈ જાય છે. અને એવા દંભી થઈ જતાં હોય છે કે, જે દોસ્ત સાથે રાતો ની રાતો જાગીને અગમ નીગમની વાતો કરી હોય,ખૂબ આનંદ કર્યો હોય,એજ દોસ્તને એના બદલાયેલા દંભી સ્વભાવ અને, નીમ્ન કક્ષાના વાણી વર્તન ને કારણે એને મળવાનું મન સુધ્ધાં ન થાય, અગર જો એ પણ ભુલેચુકે ક્યારેક આપણને મળે તો આપણને બેહદ શર્મ મહેસુસ થાય.!અવલોકન એવં અનુભવ ના આધારે વર્ષો પહેલાં... 

ભાઈબંધ અનંતે આ હકીકત લખી હતી.

જે જુના કાગળ ઉથલાતા મને મળી હતી.

*બ્લાસ્ટ* 

જેના હોવાથી ગર્વ મહેસુસ થાય...

એના હોવાથી શર્મ મહેસુસ થાય...

કોઈ કોઈ દોસ્તો "અનંત" જીવનમાં,

ખબર નૈ શાને જતા હોય છે બદલાય..

"અનંત"

*બ્લાસ્ટ*

આ દુનિયામાં કે તે દુનિયાના લોકો.! 

મારા માંથી મનોરંજન લે છે કે નૈ એ 

મને નથી ખબર... ગર... હું ક્ષણે ક્ષણ આ દુનિયામાં, આ દુનિયાના હોય કે તે દુનિયાના લોકો નું એને ખબર પણ ન પડે એ રીતે "અનંત" મનોરંજન લઈ લઉં છું.!

"અનંત" 

No comments:

Post a Comment