Wednesday, 27 December 2023

મહા ભ્રમ

સાચ હો યા જુઠ ના તો લાંબો સમય છુપાય છે, 
ના તો લાંબા સમય સુધી છુપાવી શકાય છે. 
આખરે ઉજાગર થઈ જ જતું હોય છે. 
"અનંત" સાચુ બોલો ચાહે ખોટુ બોલો. 
"અનંત" 
મહા ભ્રમ.! 
કરૂણ અંત..! 
કડવું તો લાગશે. 
જો માત્ર જીભથી ચાખશે.! 
ભીતર ઉતારશે તો મીઠો રસ પામશે.! 
આ સત્ય નથી..! 
અન્ય ના હક્ક નુ પચાવવા 
તું ચોરી કરે કપટ કરે 
જ્યારે પણ મોં ખોલે 
ત્યારે જુઠ બોલે 
સ્વાર્થ ને સાધે 
સત્ય છુપાવવા.! 
તું કૈ પણ કરે 
પોતાનું પાપ છુપાવવા..! 
અન્ય ને નીચા બતાવવા..! 
તું કૈ પણ કરે છે.! 
એમ ધારીને 
એમ વિચારીને 
કે મને, 
કોઈ જોતું નથી.! 
કોઈ જોશે નહીં.! 
મારી હકિકત 
કોઈ જાણતું નથી.! 
કોઈ જાણશે નહીં.! 
મારા સીવાય... 
કોઈને ખબર પડતી નથી ! 
કોઈને ખબર પડશે નહીં.!
અગર જો તું આમ સમજે છે તો, 
આ તમામે તમામ તમારા મહા ભ્રમ છે..! 
કારણ કે, 
સાચુ શું છે, ખોટુ શું છે.! 
એ આખર ઉજાગર થતુંજ હોય છે.! 
થશેજ.! 
તને જે ભ્રમ છે એ તો ભાંગશેજ.! 
ભ્રમ ભાંગે છે ત્યારે, 
ભાંગી ને ભુક્કા કરી શકે છે.! 
જો કે, 
જે સારા છે જે સાચા છે તેને, 
આ જાણીને કોઈ ફર્ક નથી પડતો.! 
મગર ભ્રમ ભાંગતા 
જે ખરાબ છે.! 
જે ખોટા છે.! 
તે ભોંઠા પડશે.! 
અને, 
પછી શાન માં સઘળું સમજી જશે.!? 
પછી શરમથી એની આંખો જુકી જશે.!? 
કોઈ સામે નજર પણ એ મીલાવી નહીં શકે.! 
 છતાં પોતાની ભુલો સ્વીકારી લેશે, 
અને માફી માંગશે.! 
તમારી આવી ધારણા અને વીચાર પણ 
મહા ભ્રમ છે.! 
કારણ કે.! 
મુર્ખ, બુધ્ધિ હીન, ઈર્ષ્યાળુ, સ્વાર્થી, 
લોભી, લાલચુ દંભી, 
અભિમાની, નીચ, હલકી,
વીક્રુત માનસિકતા ધરાવતી વ્યક્તિ, 
પોતાની પોલ ખૂલી ગયા પછી પણ.!
પોતાનુ જુઠ પકડાઈ ગયા પછી પણ.! 
હકીકત જાણવા છતાં.! 
મુર્ખ, બુધ્ધિ હીન, સ્વાર્થી, 
લોભી, લાલચુ દંભી,
અભિમાની,નીચ, હલકી,
વીક્રુત માનસિકતા ધરાવતી વ્યક્તિને 
આ હકીકત જાણ્યા બાદ પણ.! 
શરીર થી સક્ષમ હોવાને કારણે, 
હાલ કૈંજ ફર્ક નહીં પડે.! 
જે એવા છે, જેણે એવુ કર્યુ છે તેઓ 
ઉલ્ટાનુ એના પાપી પરાક્રમ પકડાશે. 
ત્યારે... 
અશાંત થશે સમસમી જશે 
અને એ બડી બે શરમી સાથે 
ક્રોધિત થઈ ક્રુરતા સાથે 
ખૂબજ વિક્રુત રીતે દલીલો કરશે.! 
પોતેજ સાચો છે બાકી તમામ ખોટા છે.! 
એવુ ઠસાવવા વિક્રુત રીતે આક્રમકતા સાથે 
પોતાનો લુલો બચાવ કરશે..! 
ખૈર... 
એ ચાહે ગમે તે કરે,
મગર એનો અંત અનહદ કરૂણ હશે.! 
એ બીમાર થશે.! 
પછી લાચાર થશે.! 
ત્યારે હિશાબ થશે.! 
જ્યારે હિશાબ થશે.! 
'ને પોલ ખૂલી જશે.! 
ત્યારે વિચાર કરશે.! 
કે, 
અનંત અનાદી કાળથી 
જે એવા હોય તે કરે છે એજ.! 
કે,
 કાશ ભુલો સ્વીકારી લીધી હોત. 
કાશ ભુલો સુધારી લીધી હોત. 

મગર જે એવા નથી.! 
તે શાંત ચિત્તે સમજી જશે.! 
જે એવા હશે 
તે અશાંત મને સમસમી જશે.! 
શાંત ચિત્તે સમજી જનાર નીર્દોષ સાબિત થશે.! 
અશાંત મને સમસમી જનાર ખુદ જુઠા હોવાની 
સાબિતી આપશે.! 
શાંતિ ચિતે એ સમજી ગયા. 
કારણ કે તે નથી એવા .! 
અશાંત મને સમસમી જનાર 
સમય જતાં કરશે ઉગ્ર બબાલ 
અને ખુદ ગુનેહગાર સાબિત થશે.! 
*અનંત* 
"અનંત" પોતાની ભૂલો ઢાંકવા એ માત્ર 
બીજાની ભુલો જ શોધે છે .! 
જેણે જીવન માં અઢળક ભુલો કરી હશે.! 
* અનંત * 
એ બીજામાં અનેક ખૂબીઓ હોવા છતાં 
માત્ર ને માત્ર ખામી એવં ખરાબીઓ જ શોધશે.! 
અને એનુજ વર્ણન અન્ય સામે કર્યા કરશે.! 
જે ખુદ અનેક ખામી ખરાબીઓથી ભરપુર હશે..! 
અન્ય સામે ખુદની ખામીઓ બુરાઈઓ 
છુપાવવા તેઓ આવો વામણો પ્રયાસ કરે છે.! 
"અનંત" 
એ જુઠ બોલી ને જાગે છે. 
હું સાચુ બોલીને સુઈ ગયો. 
જે જુઠ બોલશે તે જાગશે. 
હું સાચુ બોલીને સુઈ જઈશ. 
"અનંત" 
*બ્લાસ્ટ* 
તમારૂ જુઠ પકડાય ગયા પછી પણ તમારી પોલ ખુલી ગયા પછી પણ જ્યારે તમે કહો છો કે મને કોઈજ ફર્ક નથી પડતો  ત્યારે જાતને બચાવવા તમે એક વધુ જુઠ બોલી રહ્યા છો. 
"અનંત" 
*બ્લાસ્ટ* 
નીજ સ્વાર્થે, લોભ, લાલચ ના કારણે 
એવુ એવુ ખોટુ બોલ્યા હોય, 
એવુ એવુ ખોટુ કર્યુ હોય, 
કે કોઈ જાણી શકે નહીં.! 
અગર આવો વીચાર આવે તો પણ.! 
આ અવિચારી વિચાર છે.! 
મગર તમારા કરતુત 
કોઈ ક્યારેય જાણી શકશે જ નહીં.! 
એ કેવળ ભ્રમ છે.! 
હાં જાણી જનાર કોઈ સજ્જન.! 
જણાવે નહીં એવું બની શકે છે.! 
અને કદાચ તમારા કરતુત 
ક્યારેય  કોઈ જાણી જ ન શકે 
એવુ બને પણ ખરૂ.! 
તો પણ કોઈ તો એવું છેજ 
જે તમારા તમામે તમામ કરતુત જાણે છે.! 
અને એ તમારી સૌથી નજીક છે.! 
જે તમારા કૈ ગલત કરતુત કરતાં વેંત 
તુરંત જાણી જાય છે.! 
એ કદાચ તમારી જાણ બહાર પણ નથી જ હોતું.! 
અગર થોડા ડર સાથે તમને સવાલ થતો હોય કે, 
હું તો કોઈને જણાવતી કે જણાવતો નથી તો પછી 
એ જાણકાર આખરે છે કોણ.? 
તો જવાબ છે કે સૌથી પહેલા એ જાણનાર જાણકાર તમે પોતેજ છો.! 
અને બીજો જે છે એ છે તમારા મહીં. 
 જેના થકી તમે છો આ જગત અહીં. 
એજ તમારો આતમ..!
શું ચેતી જવા આટલુ નથી કાફી.? 
હવે આખાય જગતથી છુપાવનાર તમે 
તમારા કરતુત તમારા ખુદથી તો કેમેય કરીને 
છુપાવી શકવાનાજ નથીજ..! 
અને એ પણ યાદ રાખજો કે, 
તમારો આત્મા બધુજ યાદ રાખે છે.! 
બસ એજ તમને તમારા સારા કાર્ય બદલ 
સુખ શાંતિ અને પરમ ચરમ અખંડ
 "અનંત"આનંદ આપે છે.! 
અને બુરા કરતુત ની સજા રૂપે 
અશાંતિ દુ:ખ અને પીડા પણ એજ આપેજ છે.! 
જે દુઃખ પીડા તકલીફ બીજા કોઈ આપે 
એના કરતાં ઘણી વધારે તકલીફ આપી શકે છે.! 
જે ખૂબ પીડા દાયક હોય શકે છે.! 
કારણ કે, 
તમે કબુલી નથી શકતા.! 
સહી તો નથીજ શકતા.! 
મગર 
તમે કોઈને કહી પણ નથી શકતાં.! 
કહી એટલા માટે નથી શકતા.! 
કારણ કે, 
તમારો દંભ આડો આવે છે.! 
અગર એને દૂર કરીને, 
કબુલાત આપી દો તો બહેતર છે.! 
શક્ય છે ઘણી તકલીફ ઓછી થઈ જાય..! 
પણ તમે નથી કરતા કબુલ.! 
એજ તમારી સૌથી મોટી ભુલ.! 
પહેલા કરેલી ભૂલો કરતા પણ ખૂબજ મોટી ભુલ.! 
ખૈર... 
ચેતવું હોય તો ચેતી જવા 
બસ આટલુજ કાફી છે.! 
"અનંત" 
*બ્લાસ્ટ*
જો માત્ર જીભથી ચાખશે.! 
તો ઝેર જેવુ કડવું લાગશે.! 
"અજ્ઞાની" ભીતર ઊતારશે 
તો સવાદ મીઠો આવસે..! 
જે અમૃત સમ લાગશે..! 
"અજ્ઞાની" 




 

No comments:

Post a Comment