Wednesday, 27 December 2023

ઉછીના શબ્દે ઉજાણી


કોઈ પણ ને ખોટા ભ્રમ માં રાખવા એને ભાઈબંધ મહા પાપ સમજતો. 

તેથી, હંમેશા એ બાબતે તે સ્પષ્ટ રહેતો અને, 

આ હકીકત સૌ ને કહેતો. 

બસ્સ..! 

વર્ષો પહેલાં ભાઈબંધ દ્વારા લખાયેલ આ એક વીચાર 

આ ઘટના એવં આ રચના મારા જીવન સાથે, 

તમે ચાહો તો સરખાવી શકાય...

જો કે,

ભાઈબંધ ખુદ ખૂબ જ નમ્રતા સાથે સ્પષ્ટતા સાથે 

ભાર પૂર્વક કહેતો હતો કે, 

મારા વીષે ક્યારેય ખોટા ખયાલી પુલાવો ન પકાવવા.!

અર્થાત્ 

ખોટા ખયાલો ન બાંધવા એમ.! 

ના તો કોઈએ ક્યારેય મારા પ્રભાવમાં આવવું.! 

કારણ કે, 

નખશિખ હું પણ સાચો કે સારો નથીજ.!

મગર... 

મારા વીશે લોકો જેટલુ ધારી કે, 

વીચારી રહ્યા છે.!

એટલો ખોટો કે ખરાબ પણ.!

હું નથીજ..!

આ હકીકત વર્ષો પહેલા... 

ખુદ ભાઈબંધે એના તમામ ભાઈબંધો સંબંધીઓ સ્નેહીઓને ખંડેર ના એકાંતમાં 

ખુલ્લંખુલ્લા કહી દિધી હતી.!

*"અનંત" ઉછીના શબ્દે ઉજાણી...*

*આમ તો જો કે, મારી લાગણી..*

બસ્સ આમજ ભાઈબંધ અનંતના શબ્દો, ઉછીના લૈ હું ક્યારેય ક્યારેક મારી લાગણી વ્યક્ત કરૂ છું.! 🧒

*બ્લાસ્ટ* 
કોઈના કહેવાથી હું મહાન થાઉ,
યા, 
કોઈના કહેવાથી હું બદનામ થાઉ. 
એવા ભ્રમ માં કોઈએ પણ લગીરે ના રહેવુ.! 
કારણ કે, 
બદનામ તો હું પહેલેથીજ મારા હિસાબથી છું.! 
અને રહી વાત મારા મહાન હોવાની તો, 
એના માટે આટલોજ પુરાવો કાફી છે કે, 
હું "અનંત" ઈશ્વર નું સંતાન છું.! 
એટલે કે, એટલેજ.! 
"અનંત" જન્મથી જ હું મહાન છું..! 
"અનંત" 

ભૈસાબ.. 🙏
"અનંત" વખાણ ની ખાણ નીચે, 
દબાઈ જાવ એ પહેલાં.!
ખૂબજ સીફતથી મારે મારી જાતને
 બચાવી લેવી જોઈએ.! 
વર્ષો પહેલાં... 
આવુ ખુદ માટે કહ્યા લખ્યા પછી, 
ભાઈબંધ અનંતે મને પણ 
ચેતવણી આપતા કહ્યું હતું કે,
પરીયાઆઆઅ... 
બૌ ભારી હોય છે.! એટલે તને કૌ છું કે, 
વખાણ ની ખાણ નીચે 
તું દબાઈ જાય એ પહેલાં 
ખૂબજ સીફતથી 
તું તારી જાતને બચાવી લેજે...! 

No comments:

Post a Comment