વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે,
કહ્યું, લખ્યું હતું કે,
*બ્લાસ્ટ*
જ્યાં સુધી હાથા છે,
ત્યાં સુધી નેતા છે.!
"અનંત" હાથા ને કારણે,
જ્યાં ત્યાં દુ:ખી પ્રજા છે.
"અનંત"
બની બેઠેલો હર એક નેતો,
પહેલાં કોઈક નો હાથો હતો.!
હાથા છે જ્યાં સુધી.!
નેતા છે ત્યાં સુધી.!
હાથા ના હાથમાં જ્યારે આવે છે સતા.!
ત્યારે "અનંત" હાથા બની જાય છે નેતા.!
"અનંત"
કોઈના હાથ નો હાથો બનેલા "અનંત"
નાદાનો ખુદને હથિયાર સમજે છે.
તે નાદાનોને ખબર નથી કે,
હથિયાર તરીકે તેનો ભયંકર દુરૂપિયોગ
બીજા કોઈનો હાથ કરે છે.!
"અનંત"
હું કૈ પણ બનવા
અથવા
કૈજ ન બનવા
તૈયાર છું.!
મગર "અનંત " કોઈના
હાથ નો હાથો બનવું
મને મંજૂર નથી.!
"અનંત"

No comments:
Post a Comment