Friday, 26 January 2024

ભાઈબંધ નુ ભવિષ્ય કથન

*બ્લાસ્ટ* 

ભાઈબંધ "અજ્ઞાની" નુ ભવિષ્ય કથન.! 

જે થવાનું છે તે તો થઈનેજ રહેવાનુ છે.! 

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ ભાખ્યું હતું કે, 

આવનારા સમયમાં માનવ માત્રના તન મન અને સમગ્ર જીવન પર કોઈ પણ નો ખુદ નો ખુદ કાબુ નહીં રહે. શુક્ષ્મ ની કલ્પના નહીં મગર આ સ્થુળ જીવન ની હકીકત હશે.! આવનારા સમયમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે, માનવી નુ તન મન અને જીવન કોઈ કોઈને કોઈ વ્યક્તિ કે વસ્તુ નું ગુલામ બની જશે.!

ભવિષ્ય જાણવુ એ કોઈ જાદુ નથી.! 

હાં કોઈ કોઈ વાર કોઈ વારંવાર આવ્યુ ગયુ હોય અને તેની યાદદાસ્ત સતેજ હોય અને તે વ્યક્તિ ભવિષ્યમાં થનારા સારા માઠા ફેરફાર અને તેના સારા માઠા પરિણામ બાબતે આગાહી કરી શકે એ વાત નોખી છે. બાકી કોઈ પણ શુક્ષ્મ નીરીક્ષણ દ્વારા શુક્ષ્મ દ્વષ્ટા હોય તે પોતાની શુક્ષ્મ દ્રષ્ટિ દ્વારા ભુતકાળ એવં વર્તમાન ની પેટર્ન જોઈને ભવિષ્ય ભાખી શકે છે.

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

ખુશ કોઈ પણ કરી શકે છે.! 

ખુશ કોઈ પણ રહી શકે છે.! 

મગર "અનંત" આનંદમય 

કોઈ વીરલ જ થઈ શકે છે. 

"અજ્ઞાની" 

ખુશી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપી શકે છે.

મગર પરમ ચરમ અખંડ "અનંત" આનંદ તો 

ખુદને ખુદ સીવાય કોઈ જ આપી શકતુ નથી.! 

ખુશી અન્ય વ્યક્તિ કે વસ્તુ પર નીર્ભર હોય છે. 

મગર "અનંત" આનંદ આત્મ નીર્ભર હોય છે. 

તેથીજ ખુશી નુ આયુષ્ય ક્ષણીક હોય છે.! 

જ્યારે આનંદ નુ આયુષ્ય હોય છે "અનંત"... 

"અનંત" 

પહેલાં પોતાની સાથે એવં પોતાનાઓની સાથે રહેતો અને એટલેજ તે "અનંત" આનંદમાં રહી શકતો માણસ હવે પોતાના અને પોતાનાઓ સીવાય ઘણી બધી "વસ્તુઓ" સાથે રહે છે. અને એ કારણે તે ખુશ તો રહે છે મગર "અનંત" આનંદમાં નથી રહી શકતો. અનેક વસ્તુઓ સાથે રહેવાને કારણે તે પોતાનાથી તેમજ પોતાનાઓથી દૂર થઈ રહ્યો છે, દૂર જઈ રહ્યો છે.! 



No comments:

Post a Comment