Tuesday, 27 February 2024

ચીંટીયાનો ચચરાટ

 @@@***આમાં બહુ ઊંડું ઉતરવા જેવુ નથી*..... @@@

@@@ ***પછી ડૂબી જાવ તો મારો વાંક નૈ*........@@@

રોજ તો ઘોઘી ઘોઘાનો પગરવ સાંભળતા વેંત દોડી આવતી , પણ આજે...

ઘોઘો ક્યારનો ઘરમાં આવી ફ્રેસ થઈ હીંચકા પર બેસીને  

આંખ બંધ કરી ઘોઘી ની રાહ જોતો હતો....

પણ ઘોઘી આવી નહીં .,...

ક્રમશ ...1

હકીકત એ હતી કે ઘોઘી તો ક્યારની દરવાજા પાસે આવીને -

ઊભી ઊભી ઘોઘા સામે જોતી હતી...

ઘોઘો પણ એની સામેજ જોતો હતો. 

તેમ છતાં ઘોઘો, 'લે, આવી ગઈ તું !આવ સવાલ પૂછવા આવ'

આમ કાયમની માફક ઘોઘો બોલ્યો નહીં.

અને ઘોઘાની માફક ઘોઘી સામે જોતો હતો...

આવું ઘણી વાર થતું હોય છે, આ કારણે કઈકના ઘર પણ ઉજડી જતાં હોય છે ...

તો કઈકના દિલ તૂટી જતાં હોય છે...

ને કોઈ કોઈ વાર તો કોઈ નિર્દોષ વિચાર મગ્ન હોય તોય,

કોઈના હાથનો માર ખાઈ બેસતો હોય છે. થાય, ક્યારેક એવું થાય...!

જોનારને મનમાય ના હોય , એ તો પોતાના ઊંડા વિચારમાં ખોવાયેલો હોય ,

'ને સામે વાળાને એમ થાય કે આ મારી સામે જ જુવે છે ...

પણ પેલો તો માત્ર ખૂલી આંખે પોતાના ધ્યાનમાં બેઠો હોય...

"કોના એ તો એ કહે તોજ ખબર પડે"

અને કીધા પછી પણ સામે વાળો સાચુજ માનશે કે કેમ એ નક્કી નૈ.

આવું જ આજે ઘોઘા અને ઘોઘી વચ્ચે થયું હતું ...

હમણાં બોલશે હમણાં બોલાવશે એમ વિચારતી ઘોઘી અંતે કંટાળીને-

હળવે પગલે ઘોઘા સામે આવીને એની આંખ સામે હાથ હલાવવા લાગી .

ઘોઘાની નજર હજુ પણ દરવાજા સામે જ મંડાયેલિ હતી.

ઘોઘીના આંખ સામે હાથ હલાવાથી પણ, ઘોઘો જરીકય હલ્યો નહીં તેથી,

ઘોઘી ઘોઘાના ગાલ પર ટપલી મારતા બોલી.

'ઓય.. ઘોઘા... શું ક્યારનો દરવાજા તરફ આંખ માંડીને બેઠો છે..?

ઘોઘો સફાળો જાણે ગહેરી નીંદરમાથી ઝબકીને જાગ્યો હોય એમ જાગીને ઘોઘી સામે જોતાં...

અરે..! તું ક્યારે આવી..?

હવે ઘોઘી છટકી....

'અક્કલ વગરના હું તો ક્યારની આવીને દરવાજે ઊભી હતી.

અને તું પણ મારી સામે જોતો હતો.

તેમ છતાં તે મને અંદર બોલાવી નહીં ત્યારે મને લાગ્યું તું જોતો હતો છતાં જોતો નો'તો..

પછી મે તારી સામે આવીને , તારી ફાટેલી આંખો સામે,

મારો હાથ હલાવ્યો, છતાં, તું લગીરે ના હલ્યો..! 

અંતે મારે તારે ગાલે ટપલી મારવી પડી... !

એક શ્વાસે  બોલતી ઘોઘીને હાથ ખેંચી બાજુમાં બેસાડીને બોલતી અટકાવવા ઘોઘો બોલ્યો ...

બસ કર યાર હવે , બેસ શાંતિથી,  બૌ બોલ બોલ ના કર ...

ઘોઘી :- અરે..! આ શું રીત થઈ એક તો હું ....

ઘોઘો વચ્ચેજ ઘોઘીને બોલતી અટકાવતાં બોલ્યો. 

પણ યાર હવે તું  બૌ બોલ બોલ ના કર તું શું કહેવા માગે છે હું સમજી ગયો ...

ઘોઘી :- શું સમજી ગયો ...

ઘોઘો :- એજ કે હું બે ધ્યાન હતો ...

ઘોઘી મન હી મન હરખાઈ ગઈ....

એને એમ કે ઘોઘો એની જ રાહ જોતો હતો 'ને 

એનાજ ધ્યાનમાં હતો ..

એટલે ઘોઘી એ ઉત્સાહિત થઈ પૂછ્યું ..

ઘોઘા સાચું બોલ બે ધ્યાન હતો કે મારા ધ્યાનમાં ...

ઘોઘો :- અક્કલ વગરની થામાં તારું ધ્યાન હું શા માટે ધરું... ?

ઘોઘી :-તો મારા સિવાય તારું બીજું છે કોણ ? તારૂ મારા સીવાય છે બીજુ કોઈ.? 

હવે ઘોઘીએ ઘોઘા સામે ધરી શંકાની સોઈ ...

ઘોઘો મર્માળું હસતા બોલ્યો . 

તારે શું.!હોય તોય...

હોય પણ ખરું 'ને ના, પણ હોય.

આમ જુવો તો આમાં કોઈનોય વાંક નથી,

ઘણી વાર ઘણા લોકો યા લોકી ને 

આવા ભ્રમ થતાં હોય છે ....

જોનાર કઇજ જોતાં ના હોય,

એ માત્ર બે ધ્યાન હોય,

યા ધ્યાનાસ્થ હોય તોય,

કોઈને એમ થાય કે,

જોનાર પોતાને જુએ છે ..

ઘોઘીને પણ આવોજ ભ્રમ થયેલો...

ઘોઘાની બે અર્થવાળી વાત સાંભળી ઘોઘી મુંજાણી.

હવે શું બોલવું એ ઘોઘીને સમજાતું ના હતું ...

ઘોઘી મનોમન વિચારવા લાગી.  

ઘોઘીના મનમાં સવાલ ઉઠ્યો.

શું ખરેખર મારા સિવાય ઘોઘાના જીવન માં કે 

ઝહનમા એવું કોઈ હશે,? 

જેના વિષે ઘોઘો વિચારે..???

ક્રમશ...2

ધોધી વિચારમાં પડી ગઈ ,

આજ પહેલા તો ક્યારેય ઘોઘાએ આવી રીતે જવાબ નહોતો આપ્યો...

તો આજે કેમ ઘોઘો આમ બોલ્યો કે હોય તોય શું, અને ના પણ હોય,

એટલે શું ? આમાં મારે શું સમજવું ... ?

ઘોઘી વિચારોમાં ખોવાયેલી હતી એ દરમિયાન .......

ઘોઘીને ઓચિંતો હીંચકાને ધક્કો લાગવાનો અનુભવ થયો .....

હીંચકને હળવો ધક્કો લાગતા ઘોઘી ચોંકી..

અચાનક લાગેલ ધક્કાથી ઘોઘી વિચારમાથી ઘોઘા ની માફકજ જબકીને જાગી,

જાગીને જોયું તો ઘોઘો ગાયબ...

ક્રમશ :- 3

ઘોઘી ચોંકી.! ઘોઘી હીંચકા પરથી ઊભી થઈ ઘાંઘી થઈને... 

આમ તેમ ઘોઘાને શોધવા લાગી. શોધતા શોધતા અવાજ માર્યો... 

ઘોઘા ....એઅ..ઘોઘા.... 

પછી ઘોઘી મનમાંને મનમાં બબડવા લાગી. 

હમણાં હજુ તો મારી બાજુમાં જ બેઠો હતો. 

અચાનક ગાયબ ક્યાં થઈ ગયો .... 

આખરે ઘોઘો ગયો ક્યાં..!!... ?

ક્યાય દેખાતો નથી. 

ઘોઘી ઘરની બહાર ગઈ રવેશમાથી નીચે નજર કરી ઘોઘો ત્યાં પણ નથી ....

પોતાના ઘેર જઈને જોયું ઘોઘો ત્યાં પણ નથી.... 

કોણ જાણે શું નાટક કરે છે કઈ સમજાતું નથી... 

મનમાં બબડતી ,પગ પછાડતી,  અંતે કંટાળીને,ઘોઘી ઘોઘાના દરવાજે આવી  ...

હીંચકા પર નજર પડતાં ફરી ચોંકી ને ત્યાને ત્યાં જાણે ખીલો થઈ ગઈ... 

ફાટી આંખે હીંચકે જુલતા ઘોઘાને જોતી જ રહી ગઈ ... 

ઘોઘો હીંચકા પર જુલતા જુલતા વાઇડાઈ ભર્યું હસતો હતો....

કેમ શું થયું ? દરવાજે કેમ ઊભી છે ? 

અંદર આવવાનું મન નથી થતું ....?

ઘોઘી જોરદારના ગુસ્સા સમેત અંદર જઈને સીધીજ ઘોઘાની  સાથળ....  .... 

આ,.આ.આ..આ..ઑ..ઑ..ઑ..ઑ... છોડ,  ઘોઘી....  ઘોઘી છોડ...! 

અરે યાર તારી પાતળી પાતળી નાજુક નમણી આંગળીના,ચીટીયા મને પછી દિવસો સુધી ચચરે છે... 

ઘોઘીના ચીટીયાથી પીડાતો હોવા છતાં.

ઘોઘો ઘોઘીની નાજુક આંગળીના વખાણ કરવાનું નથી ચૂકતો ....

ઘોઘીના ચીટીયાથી લાલ થતી પોતાની સાથળ બચાવવા

ઘોઘો ઘોઘીના હાથ પકડીને પોતાની સાથળ 

છોડાવવાનો પ્રયાસ કરે છે. 

અને કરગરતા સ્વરે કહે છે,

છોડ ને ઘોઘી બૌ દુખે છે હો..  

પછી મને દૂ:ખી જોઈ જોઈને તુજ દૂ:ખી થઈશ ....

એના કરતાં બૌ લાલ થાય એ પહેલા છોડી દેને .. 

ખાવા પીવા બેજ તો સાથળ છે...! 

ચીટીયાના દર્દથી પીડાતો હોવા છતાં ઘોઘો વાયડાઈ કરવાનું નથી છોડતો ...   

ઘોઘો જેમ છૂટવા મથે છે તેમ ઘોઘી વધુ જોરથી ચીપટી દબાવે છે .. 

બે નાજુક આંગળી વચ્ચે ઘોઘાની સાથળનો સુવાળો ભાગ દવાવતા ઘોઘી બોલી... 

તો પછી આવી મશ્કરી ના કરાય ને ! બોલ હવે પછી આવું કરીશ. ? 

નક્કી નૈ .... 

પીડાતો તોય ના ચિડાતો ઘોઘો ઘોઘીને ચીડવે છે, 

અને કહે છે ..

નક્કી નૈ... 

ક્રમશ ...

બ્લાસ્ટ :- ભાઈબંધ કહેતો કે, 

"અનંત" રહે છે જે બે ધ્યાન... 

કરે છે ધરે છે ખરૂ એ ધ્યાન...

 "અનંત" 

https://www.facebook.com/share/p/rtbFub8GT4fg58Ff/?mibextid=oFDknk





પડઘા...

સત્ય અસત્ય ના પડઘા "અનંત" સતત પડઘાયા કરે છે.

ક્યારેક છળ આપણી સાથે આપણાજ પડછાયા કરે છે.

"અનંત"

https://www.facebook.com/share/6VQT28GdQyjpseEN/?mibextid=oFDknk


*બ્લાસ્ટ* 

પરકાયા જેવા પડછાયા. 

પડછાયા જાણે પરકાયા.

"અનંત"

*બ્લાસ્ટ*

પડછાયા માં પરકાયા નો પ્રવેશ.? 

કે, 

પરકાયા માં પડછાયા નો પ્રવેશ.? 

અટપટો છે આમ તો જો કે આ સવાલ

 સંસારનો "અનંત" 

મગર ઊંડાણેથી અગર સમજો તો જવાબ 

સાવ સરળ છે. 

પ્રથમ જીવનમાં પડછાયા પ્રવેશ કરે છે. 

પછી પડછાયામાં પરકાયા પ્રવેશ કરે છે.

" અનંત"





Saturday, 24 February 2024

दिन बीते महीने बीते युं बरसों बीत गये।

दिन बीते, महीने बीते, युं बरसों बीत गये। 

प्यार मे तुम हार गई "अनंत" हम जीत गये। 

જો કે એકાએક કે અચાનક તો આ બ્રહ્માંડ માં 

ક્યારેય કશુંજ નથી. 

એકવાર તો ભાઈબંધે ત્યાં સુધી કહ્યું હતું કે, 

કોઈ બંજર જમીન કે જેમાં કશુંજ ઊગવાની 

શક્યતા ન હોય, એવી જમીન પર પણ અગર 

કાંટા યા ફુલ ઉગી નીકળે તો, 

એમાં કૈ ચમત્કાર થયો છે એવુ માનવાને 

કોઈજ કારણ નથી.! 

કારણ કે બની શકે કોઈ કાળે ત્યાં કણે 

બંજર જમીન પર બાવળ યા તો ફુલ નુ બીજ 

કોઈકથી ભુલથી વવાઈ ગયુ હોય, 

જે અનુકૂળ વાતાવરણ મળતા ઉગી નીકળ્યુ હોય. 

ટલે બની શકે ખુદ ભાઈબંધથી કૈ લૌચો મરાઈ ગયો હોય,

(આમેય તે લૌચા મારૂ તો હતોજ) 

યા કોઈ વખતે વાતવાતમાં બોલવામાં કૈ બફાઈ ગયુ હોય,

મગર જ્યાં સુધી કારણ જાણવા ન મળે ત્યાં સુધી તો, 

અચાનક કે એકાએક આ બ્રહ્માંડ માં કશુંજ બનતુ નથી. 

આ હકીકત ભાઈબંધ જાણતો હતો. 

તેમ છતાં,, 

 કારણ ન મળે ત્યાં સુધી તો,,! 

વર્ષો પહેલાં... 

આમ તો અવારનવાર બંને વચ્ચે 

વાતચીત થતીજ રહેતી 

મગર 

પેલી ભાઈબંધ ને હંમેશા ભુલ્યા વગર 

એક ખાસ દિવસે તો અચુક યાદ કરતી... 

પછી ખબર નૈ કેમ.? 

શું થયું.? 

કે અચાનક, એકાએક.! 

એવુ તે શું બની ગયુ.!!? 

કે, બધુજ થંભી ગયું.! 

અને એ ખાસ દિવસે પણ,,, 

ખૈર... 

https://pkatira.blogspot.com/2023/06/blog-post_70.html





Wednesday, 21 February 2024

અટપટુ સુખ દુ:ખ

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે સુખ દુઃખ બાબતે અટપટી વાત કરતા કહ્યું હતું કે, 

સવાલ છે પ્રેમ નો પરમ ચરમ અખંડ અનંત આનંદ નો.!

જો કે દુ:ખ પણ જરૂરી છે 

સુખના અલૌકિક અહેસાસ માટે.! 

સાથે રહીને સુખ મળે ખુશી મળે આનંદ મળે 

જીવનનાં એ સૌથી જરૂરી છે. 

મગર અગર એ શક્ય નથી તો પ્રેમ થી છુટા પડી જવાય 

અગર જો છુટા પડી જવાથી એક બીજાથી 

દૂર થવાથી સુખ મળતું હોય તો બહેતર છે. 

"અનંત" મગર અગર સાથે રહીને દુ:ખી થતા હોવ, 

અને છુટા પડીને પણ જો દુ:ખી જ થવાનું હોય,

 તો પછી, બહેતર છે કે બંને સાથે રહીને 

દુ:ખ ભોગવવાનું પસંદ કરો. 

એમ કરવાથી ક્યારેક તો ભીતર ભીતર 

"અનંત" સુખનો અહેસાસ થશે..! 

"અનંત"

"અજ્ઞાની" 

સુખી છે એ સુખી નથી. 

દુ:ખી છે એ નથી દુ:ખી. 

સુખ દુઃખ વીષે ની વ્યાખ્યા, 

યા માન્યતા સૌની  નોખી નોખી. 

ઉપરથી ઉપરથી સુખી દેખાતો 

હોય શકે અંદરથી દુ:ખી દુ:ખી.

"અજ્ઞાની" ઉપરથી દુ:ખી. દેખાતો. 

હોય શકે ભીતર થી "અનંત" સુખી. 

"અજ્ઞાની" 

જે મારૂ મારૂ કરે "અજ્ઞાની" કૈંજ નથી તેનુ રે... 

કૈંજ નથી જેનુ "અનંત" જગત આખુ તેનુ રે...

"અજ્ઞાની" 

લગ્ન જીવન માં 

સયન કક્ષ એક એવી જગ્યા છે, 

જ્યાં સ્વર્ગ સમુ સુખ મળે છે. 

ત્યાંજ નર્ક સમુ દુ:ખ મળે છે. 

અરસપરસ સમજણ ના અભાવે... 

"અનંત" 

Wednesday, 14 February 2024

ચુંબકીય ચુંબન



https://www.facebook.com/share/p/jDnrd1SmGDQ4d9gA/?mibextid=2JQ9oc

આમ તો હું કાયમ... 

મારા બે ભાઈબંધો "અનંત" અને "અજ્ઞાની" ની રચનાઑ અહી પોસ્ટ કરતો હૌ છું.. 

પણ ક્યારેક કોઈ નબળી સબળી ક્ષણે મારા વિચારો પ્રગટ થઈ જાય છે... 

નબળી ક્ષણો તો સતત સામે આવ્યા કરતી હોય છે... 

મોટા ભાગે આવી નબળી ક્ષણોને હું નજર અંદાજ કરી દઉં  છું...

પણ સુંદર ક્ષણ ભાગ્યેજ પ્રાપ્ત થતી હોય છે... 

જે જતી કરવી મને ના પોસાય... :) 

તો આવીજ એક ઉતમ અને માદક ક્ષણે... 

મારાથી ભૂલ ભૂલમાં થોડા શબ્દો લખાઈ ગયા ...

જે મારા દાદા એ આપેલા અસસ્લ નામે પોસ્ટ કરીને હું આજની 

ઉતમ ક્ષણ ઉજવીશ .... 

આ ઉતમ ચુંબન મને જ્યાથી પ્રાપ્ત થયું એ સ્થળ નું સરનામું ..... 

https://www.facebook.com/kunjal.pradip.chhaya/posts/1390277577951246

તો ....પ્રાપ્ત થયેલી એ ક્ષણના સર્જનનું હું અહી વિસર્જન કરું છું... :)

ચુંબન ... :)

ચુંબન .... ચુંબન .... ચુંબન ...

મને ચુંબનનો ઢગલો આપ..... 

બે શરમ બની મે સીધુજ ચુંબન માંગ્યું ,

કારણ કે.... 

તે દિવસે મે ફૂલ માંગ્યું હતું... 

‘ને એણે મને આપ્યું 'તું ચસ ચસતું ચુંબન.  

અને પછી તો ... ?

મેય શરમ મૂકી દીધી.... 

તો એણે ફૂલોની પાંદડી પાથરી દીધી... :)

પુરુષોતમ ... :) 

* બ્લાસ્ટ* 

એક વાર મે "અનંત"ને પૂછ્યું , ઈશ્ક એટલે શું... ? 

જવાબમાં એણે કહ્યું... 

પૂછી પૂછીને થાય એ નહીં બલ્કે છૂપી છૂપીને થાય એ ઈશ્ક..! :)  

ઇ તો એમય કે'તો કે ... 

ભરી બજારે, લોક વચારે થાય, છતાં પણ,  કોઈને ના દેખાય "અનંત"  

'ને, ખૂણે છુપાઈ છુપાઈને કરીયે તોય જગ જાણી જાય એનું નામ ઈશ્ક... :)

"અનંત"

Kunjal Pradip Chhaya તમે સૌ પ્રથમ ફોન કર્યો હતો... 

શા માટે એ ચોખવટ હું નૈ કરું... 

પણ મે વચન આપ્યું હતું કે બદલો આપીશ ... 

આ એ બદલો છે... 

આપણો આજનો હિસાબ અહી પૂરો થાય છે .. આજ પૂરતો ... :) 

બાકી તો રોજ નવી શરૂવાત હોય છે... :)   

અંતમાં એક વધુ ગિફ્ટ લિન્ક રૂપે... :)






https://www.facebook.com/photo.php?fbid=172456686197374&set=a.119481608161549.20378.100002991311961&type=1&permPage=1

*બ્લાસ્ટ* 
છોકરી માટે છોકરા ના 
અને 
છોકરા માટે છોકરી ના
હોઠ 
ચુંબક સમાન હોય છે. 
બંને સામે આવે ત્યારે 
એક બીજા તરફ સખ્ત આકર્ષીત થાય છે. 
આખરે એ આકર્ષણ 
બંને ને ચુંબન કરવા મજબૂર કરે છે અને. 
બંને ના હોઠ એક બીજા સાથે 
ચુંબક ની માફક ચુંબનથી "અનંત" ચોંટી જાય છે.! 
એમ્માં તું શું ચોંકી જાય છે.? 
"અનંત" 



પછી શું કરે અહીં રહીને કોય....


https://youtu.be/5FQ_GTiBAl4?si=qtLH_GMCAT7FDvgS



https://youtu.be/0xcEm2dgVx4?si=FDyj3K1_7FC22GCd
"અનંત" પછી શું કરે અહીં રહીને કોય. 
જ્યારે આ જીવને ચાહનાર કોઈ ન હોય. 
"અનંત" 
વર્ષો પહેલાં... 
જ્યારે અનંતને અનહદ ચાહે, નારી 
એક પછી એક છોડી દિલ તોડ, નારી 
છોડી બે અર્થમાં 
છોડી અર્થાત્ છોકરી. 
છોડી અર્થાત્ છોડી જ, નારી... 
નારી અર્થાત્ તું તે તમે બધીજ..! 
સૌ સૌના હિશાબ મુજબના સરનામે સીધાવી ગૈ 
અંતમાં આવું બધુ સરળ અટપટું લખી... 
 આ ગીત ગણગણતો અનંત... 
ક્યાંક દૂઉઉરરર... દૂઉઉરરર...નીકળી ગયો... 

https://youtu.be/WcDtDHjt_cc?si=YurAsz6y7X2rqAUj


https://youtu.be/SlHIRkgpD24?si=n6BbCRIgaJisIT2x

*બ્લાસ્ટ* 
ખુદ માની જાવ છું. 
તો શું કરૂં.? 
મનાવે નૈ જો તું.! 
તો ક્યાં સુધી હું રીશાઈ ને રહું. 
"અનંત" 


https://youtu.be/SlHIRkgpD24?si=ueOo8ZhB3Z6QGR2h


https://youtu.be/xKAjaQrHPqA?si=wShj1Hb6ONW-0Gxn

https://youtu.be/uZP1iWuyPso?si=hZ6p_1VGBVsQu2Ug


Tuesday, 13 February 2024

તોય ચાલતોજ જાય છે.

એ ચાલે છે ચાલતોજ જાય છે ચુપચાપ 

પોતાના ધ્યાનમાં પોતાની મસ્તીમાં ... 

ચાલતા ચાલતા પડે છે આખડે છે ..!

ફાટેલ તૂટેલ વસ્ત્રો ધૂળધાણી થાય છે .!

ફરી એ ઉભો થાય છે...  

ધૂળ ખંખેરીને પાછો ચાલતો થાય છે 

બસ ચાલતોજ  જાય છે !

ઉનાળાનો ધોમ ધખતો તાપ 

અને પથરાળ ધુળીયો રસ્તો...

પગના તળીયે છાલા પડે છે..! 

પગ છોલાય છે ..! 

લોહી ના ટસીયા ફૂટે છે !

તડકાના તાપમાં ગોરો ચહેરો લાલ થાય છે !

ચહેરા પરથી નીતરતા પરસેવા સાથે ધૂળ ભળી જાય છે ! 

કલ્પના કરો  પરસેવા સાથે ધૂળ ચોટેલા ચહેરાની ... 

લોહી નીંગળતા પગના તળીયાની... 

હવે તો ગળું પણ સુકાય છે ..! 

આસપાસ ક્યાંય પાણી નજર નથી આવતું 

તરસ વધતી જાય છે ..! 

હવે તો આંખે અંધારા પણ આવે છે !

એ ચાલે છે ચાલતોજ જાય છે ચુપચાપ 

પોતાના ધ્યાનમાં પોતાની મસ્તીમાં ... 

ચાલતા ચાલતા પડે છે આખડે છે ..!

ફાટેલ તૂટેલ વસ્ત્રો ધૂળધાણી થાય છે .!

ફરી એ ઉભો થાય છે...  

ધૂળ ખંખેરીને પાછો ચાલતો થાય છે 

બસ ચાલતોજ જાય છે !

ઉનાળાનો ધોમ ધખતો તાપ 

અને પથરાળ ધુળીયો રસ્તો...

પગના તળીયે છાલા પડે છે..! 

પગ છોલાય છે ..! 

લોહી ના ટસીયા ફૂટે છે !

તડકાના તાપમાં ગોરો ચહેરો લાલ થાય છે !ચહેરા પરથી નીતરતા પરસેવા સાથે ધૂળ ભળી જાય છે ! 

કલ્પના કરો પરસેવા સાથે ધૂળ ચોટેલા ચહેરાની... 

લોહી નીંગળતા પગના તળીયાની... 

હવે તો ગળું પણ સુકાય છે ..! 

આસપાસ ક્યાંય પાણી નજર નથી આવતું 

તરસ વધતી જાય છે ..! 

હવે તો આંખે અંધારા પણ આવે છે !

https://www.facebook.com/share/p/1Yu76uF6Yh/



https://youtu.be/SlHIRkgpD24?si=FSd0HkMsMEHbkIJq

Sunday, 11 February 2024

ભૈ, યે તો ઘરકી ખેતી હે, જીતની કટતી હે, ઉતની બઢતી હૈ...

 



અંતે કાઢી નાખી....
મે દાઢી, વાઢિ નાખી .....
ભૈ, યે તો ઘરકી ખેતી હે....
જીતની કટતી હે...
ઉતની બઢતી હૈ...
અભિ કલહી કી તો બાત હૈ...
કિતની બડી થી ...
આજ મગર નહીં હૈ....
ઔર ફીર કુછ દિનોકે બાદ .... !? 🙂



See Insights and Ads
All reactions:
Radhaa, Kunjal and 22 others
35
6
Like
Comment
Share
Oldest

Pravin Miyaatra
મોટા
ફોટા બોટા મુકવા નહી હો...
અમારેય નેગેટીવ મુકવી પડશે..
2
નિર્દોષ ગુનેહગાર
અલ્યા પવલા નેગેટિવ હું લેવા....???
પોજીટીવ મુકને ભૈલા... 🙂
2
Pravin Miyaatra
મોરા કાલા રંગ લઇ લે..
મોહે ગોરા રંગ દઇદે..
છૂપ જાઉગા દિન હી મે..
Shri Kkparmar
અમે દાઢી વાળા ફોઁટા સેવ કરિ ને રાખ્યા છે એનુ શુ કરવા નું ?
3
નિર્દોષ ગુનેહગાર
Arun Shah ....
ભૈ, યે તો ઘરકી ખેતી હે....
જીતની કટતી હે...
ઉતની બઢતી હૈ...
મહિનો જવાદે
એ પાછી વધશે વધવા દે...!
સાચું કૌ તો અરુણ મને પણ આમ સફાચટ રહેવું નથી ગમતું ....
જ્યારે જ્યારે દાઢી ઉતારું ત્યાએ ત્યારે મને પણ એવું લાગે છે,
જાણે મારા કપડાં કેમ ના ઉતરી ગયા હોય...🙂
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra ફીર તો તું કનૈયા ઔર મૈ.... 🙂
2
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar એલા ભાઈ આ બાવો કોણ છે ... ?
2
નિર્દોષ ગુનેહગાર
San Patel ભાયા... i m only Katira Paresh .... 🙂
Pravin Miyaatra
પરેશ જો તુ રાધા હોત ને તો
બાપા હારે બાજીનેય તારે ત્યા માંગુ નાખત..
Shri Kkparmar
હીરો હવે બાવા ને નઇ ઓળખે !!
2
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar એલા તમે તો ભારે કરી ક્યાથી આને વીણી વીણી ને લઈ આવો છો ...?
2
Pravin Miyaatra
પરમાર ભાઇ
બધા જ બાવા ના બેય નથી બગડતાં. ..
3
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra મારેય એક રાધા ઘેર બેઠી છે... 🙂
એની રજા લઈલે એટલે આવતા ભવે તારે ઘીરે એમાં શું હે પવલા... 🙂
2
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra .. હાચી વાત.. એકેય સુધરી ગયો છે....
આ ભવમાં આટલું ઓછું ના કહેવાય... 🙂
2
Pravin Miyaatra
ભલે એમ રાખીયે
સુથી દઇ દઉ?
2
Shri Kkparmar
આ ફેશ બુક ના બોરા છે ! મેતો શબરી નિ જેમ ચાખી ને મુક્યા છે !
3
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar .... એલા ભાયા તમે તો હદ કરી લ્યોને ના ગમતા બાવાને ગમાડવા પડે આવું તો પહેલા ક્યારેય નથી થયું .... 🙂
આમ તો ક્યાક હું તમારા પ્રેમમાં પડી જઈશ... 🙂
3
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra ઊભો રે, પૂછી લઉં.. 🙂
ક્યાક એનેજ ઊલટું વિચાર્યું હોય બદલાની ભાવનાથી તો.... ! 🙂
Pravin Miyaatra
સુપ઼િમ કોર્ટે નો ચુકાદો
અન ફેવર મા છે પરેશ,
પરમાર ભાઇના પ઼ેમ મા પડવુ નૈ!
નિર્દોષ ગુનેહગાર
Arun Shah અલ્યા અરુણ્યા આ w/o નું ગુજરાતી કરિજા પછી તું તારે હુઈ જાજે ...
આપણને હજુય વાંધા જ છે .. લાંબા ટૂંકા અંગ્રેજીના ... 🙂
Pravin Miyaatra
શુભ રાત્રી
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra શું વાત છે ... સારું કર્યું તે ચેતવી ધીધો ....
નૈ તો મને તો પ્રેમમાં પડવાની આદત છે ....
પુરુષોના નહીં યાર પુરુષ ના હોય એના... 🙂
હમણાં જ થોડા દિવસ પહેલા પડીને આવ્યો છું...
કોઈને કહેતો નૈ આ તો મે તને અંગત જાણીને કહ્યું છે ...
બાકી તો ગુપ્ત જ રાખવાનું હતું ... 🙂
Shri Kkparmar
પડો ને ભઈ ! પણ એક તકલીફ છે કાનુડો તો હુ બોલતા નહોતો શીખ્યો ત્યાર થી છુ જ ! પેલા ધોરણ થી T y b a સુધી ની સાથે ભણતી એ બધી ગોપીઓ હજી સાથે જ છે ! ઠિક છે તમે દાઢી કઢાવી નાંખી પણ તોય આ મુંછ વાળી મીરા મને નહી ફાવે !!
2
નિર્દોષ ગુનેહગાર
તે આયાય કોને ફાવે છે ...!!
હું તો માત્ર પુરુષોતમ છું કાનુડો બાનુડો થવુય નથ મારે... 🙂
નિર્દોષ ગુનેહગાર
Pravin Miyatra લે બોલ અત્યારમાં ....?
હજુ તો માંડ દિવસ ઊગ્યો છે ત્યાં શુભ રાત્રિ...!!! ?
ખૈર પોઢીજા નીંદર કને કોઈનું કાય ના ચાલે.... 🙂
Shri Kkparmar
ચાલો પ્રવિણ ભાઇ સુઈ ગયા ને હવે હુય સુઈ જઉ ! હાઈકોર્ટ ની ત્રીજી વોર્નનિંગ પુરી થઈ !!!
નિર્દોષ ગુનેહગાર
હોવે .. તમ તમારે હુઈ જાવ .. કાલ નવી ઘોડી ને નવો દાવ.... 🙂
શુભ નાઈટ ...
Sunil Thakar
Saru karu bhai junagadh ma pan jagya nathi..
નિર્દોષ ગુનેહગાર
अहा... सुनिया... आया आंख बंध करता जूनागढ़ सामे आवे छे.... 🙂
Sunil Thakar
નિર્દોષ ગુનેહગાર
એ બધુ તો ઠીક પણ.!,
!
!
!
!
!
મને સમજાતું એ નથી કે તે દિ 'શું મે
Arun Shah સાથે હવામાં યા સપનામાં વાત કરી હશે.?
કે પછી..
ઓલી પેલી છેલીની માફક એ પણ રીસામણે..!
બાયુ તો એવુ કરે યાર્ર પણ..
ભાઈયુ મારી હાર્યે.!
આવુ કેમનુ કરતા હશે.?
મન નથ હમજાતુ.. 😉😉😉
Shree Nasib
કુછ દીનો કે બાદ ફિર બાવો બનોગે....😅😄