Wednesday, 21 February 2024

અટપટુ સુખ દુ:ખ

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે સુખ દુઃખ બાબતે અટપટી વાત કરતા કહ્યું હતું કે, 

સવાલ છે પ્રેમ નો પરમ ચરમ અખંડ અનંત આનંદ નો.!

જો કે દુ:ખ પણ જરૂરી છે 

સુખના અલૌકિક અહેસાસ માટે.! 

સાથે રહીને સુખ મળે ખુશી મળે આનંદ મળે 

જીવનનાં એ સૌથી જરૂરી છે. 

મગર અગર એ શક્ય નથી તો પ્રેમ થી છુટા પડી જવાય 

અગર જો છુટા પડી જવાથી એક બીજાથી 

દૂર થવાથી સુખ મળતું હોય તો બહેતર છે. 

"અનંત" મગર અગર સાથે રહીને દુ:ખી થતા હોવ, 

અને છુટા પડીને પણ જો દુ:ખી જ થવાનું હોય,

 તો પછી, બહેતર છે કે બંને સાથે રહીને 

દુ:ખ ભોગવવાનું પસંદ કરો. 

એમ કરવાથી ક્યારેક તો ભીતર ભીતર 

"અનંત" સુખનો અહેસાસ થશે..! 

"અનંત"

"અજ્ઞાની" 

સુખી છે એ સુખી નથી. 

દુ:ખી છે એ નથી દુ:ખી. 

સુખ દુઃખ વીષે ની વ્યાખ્યા, 

યા માન્યતા સૌની  નોખી નોખી. 

ઉપરથી ઉપરથી સુખી દેખાતો 

હોય શકે અંદરથી દુ:ખી દુ:ખી.

"અજ્ઞાની" ઉપરથી દુ:ખી. દેખાતો. 

હોય શકે ભીતર થી "અનંત" સુખી. 

"અજ્ઞાની" 

જે મારૂ મારૂ કરે "અજ્ઞાની" કૈંજ નથી તેનુ રે... 

કૈંજ નથી જેનુ "અનંત" જગત આખુ તેનુ રે...

"અજ્ઞાની" 

લગ્ન જીવન માં 

સયન કક્ષ એક એવી જગ્યા છે, 

જ્યાં સ્વર્ગ સમુ સુખ મળે છે. 

ત્યાંજ નર્ક સમુ દુ:ખ મળે છે. 

અરસપરસ સમજણ ના અભાવે... 

"અનંત" 

No comments:

Post a Comment